સહિયર સમીક્ષા .

- મારી સેક્સલાઈફ સુખી નથી. મારી નાની ઉંમરને કારણે મને સેક્સની ઈચ્છા થાય છે. પણ મારા પતિ મને આ આનંદ આપી શકતા નથી.
* હું ૧૯ વર્ષનો નોકરિયાત યુવક છું, મને ૩૮ વર્ષના એક પુરુષ સાથે પ્રેમ થયો છે. હું એને ભૂલવાનો પ્રયાસ કરું છું પણ ભૂલી શકતો નથી જો કે અમારી વચ્ચે શારીરિક સંબંધો નથી તેઓ આ માટે દબાણ કરે છે પણ મને શું કરવું તે સમજાતું નથી. હમણા હું તેમને મળતો નથી પંરતુ મને આખો દિવસ તેમના જ વિચારો આવે છે. એ પુરુષને મારાથી મોટા બોે સંતાન છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (નડિયાદ)
* શું તમને માત્ર પુરુષોમાં જ રસ છે? સ્ત્રીઓમાં રસ નથી? સ્ત્રીઓમાં રસ હોય તો તમે તમારી ઉંમરની યુવતીઓ સાથે મૈત્રી બાંધો એ પુરુષના વિચાર છોડી દો. તેઓ તમારી નાની ઉંમરનો ફાયદો લેવા માગતા હોય એમ લાગે છે. સારું વાંચન કે સારી પ્રવૃત્તિમાં રસ કેળવો. યોગાસનો અને મેડિટેશન કરો. શક્ય હોય તો કોઈ મનોચિકિત્સક કે સેક્સોલોજિસ્ટની સલાહ લો.
* હું ૪૭ વર્ષની છું. મારા લગ્ન થયે ૨૭ વર્ષ થયા છે. ત્રણ સંતાન પછી કુટુંબ નિયોજન કરાવેલ છે. જેને આશરે પંદર વર્ષ થયા છે. છેલ્લાં એકાદ વર્ષથી શરીર સુખ માણવાની ઈચ્છા થતી નથી. પરંતુ મારા પતિને હું ના કહી શકતી નથી. પરાણે સેક્સ સંબંધ માણું છું. આમા તેમને આનંદ આવતો નથી અને તેઓ મારા પર ખીજાયા કરે છે. શું પેપરમાં આવતી દવાઓની જાહેરખબરથી ફાયદો થઈ શકે છે ખરો? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (આદીપુર- કચ્છ)
* તમે હાલ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો એ તબક્કામાંથી આ ઉંમરે દરેક નારીએ પસાર થવું પડે છે. રજો નિવૃત્તિકાળ દરમિયાન હોર્મોન્સનું પ્રમાણ ઘટી જતા આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમયે તમારા પતિએ તમને સાથ આપવો જોઈએ. પતિ-પત્ની વચ્ચે આ બાબતે નિખાલસ વાતચીત થવી જોઈએ. તમારી આ પરિસ્થિતિ તમારા પતિને સમજાવવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો કોઈ સેક્સોલોજીસ્ટ કે તમારા ગાયનેકોલોજીસ્ટને તમારા પતિ સાથે મળો. બજારમાં મળતી દવાઓથી તમને કોઈ ફાયદો થશે નહીં. આનો ફાયદો માત્ર દવા બનાવતી કંપનીઓને જ થાય છે. આથી આવી લોભામણી જાહેરાતો પર ધ્યાન આપો નહીં. આનો ઉપાય માત્ર વાતચીત જ છે. તમે પતિ-પત્ની સાથે બેસી ચર્ચા કરી કોઈ સમાધાન શોધી શકો છે.
* હું ૪૦ વર્ષની છું. મારા લગ્નને બાવીસ વર્ષ પહેલા થયા છે. અમારે બે પુત્ર છે. મારા પતિની ઉંમર ૫૮ વર્ષ છે. અમારા વડીલો અને મારી મરજીથી મારા પતિએ મારી સાથે બીજા લગ્ન કર્યા હતા. હું બધી જ રીતે સુખી છું. પરંતુ મારી સેક્સલાઈફ સુખી નથી. મારી નાની ઉંમરને કારણે મને સેક્સની ઈચ્છા થાય છે. પણ મારા પતિ મને આ આનંદ આપી શકતા નથી. મારા પતિ રાત્રે પથારીમાં પડતા જ સૂઈ જાય છે. વાતો દ્વારા પણ મને આનંદ આપતા નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (મહેસાણા)
* પતિ- પત્ની વચ્ચે ઉંમરનો આટલો બધો તફાવત હોય ત્યારે આ સમસ્યા સર્જાય જ છે તમારે પરિસ્થિતિ સાથે સમાધાન સાધતા શીખવું જ પડશે. આ લગ્ન તમારી મરજીથી થયા હતા. આ બાબતે તમારે તમારા પતિ સાથે ચર્ચા કરી કોઈ સમાધાન શોધવું જોઈએ. શક્ય હોય તો તમારા પતિ સાથે કોઈ સેક્સોલોજીસ્ટની સલાહ લો. દવાથી આનો કોઈ ફાયદો થશે નહીં. સેક્સમાં સંતોેષ મહત્ત્વનો છોે. આ માટે બજારમાં મળતા વાઈબ્રેટરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપયોગ કરતા પૂર્વે ડૉક્ટરની સલાહ અચૂક લેજો. વાઈબ્રેટરના ઉપયોગને કારણે તમને સંતોષ પણ મળશે અને સમાજની મર્યાદા પણ સચવાઈ રહેશે.
* હું ૨૧ વર્ષનો છું, મારી સમસ્યા એ છે કે મારા શરીર તેમ જ હાથમાં ધુ્રજારી ચાલુ જ રહે છે. આને કારણે હું કોઈ પણ ચીજ હાથમાં પકડું તો તરત જ મારા હાથ કંપવા માંડે છે. મારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે. શું આને કારણે મારા લગ્નજીવન પર કોઈ અસર પડવાની શક્યતા ખરી? યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
* તમારી સમસ્યાના સમાધાન માટે તમારે કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરવો જ પડશે. આ તબીબી સમસ્યા છે. પત્ર દ્વારા તેનું નિરાકરણ થઈ શકે તેમ નથી. ડૉક્ટરની સલાહલઈ તેમણે સૂચવેલા ઉપચાર કરો. બધુ ઠીક થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી.
- નયના









