Magazines

સહજીવનની સમજ નથી, ને છૂટા પડવાના કારણ નથી

By GS TEAM
4 Aug 20255 mins read
સહજીવનની સમજ નથી, ને છૂટા પડવાના કારણ નથી

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- જમાઈ ઘરમાં દીકરીને મદદ કરે તો જમાઈ સારો અને ગુણવાન પણ દીકરો પોતાની પત્નીને મદદ કરે તો બાયલો. જમાઈ દારૂડિયો હોય, જુગારી હોય, દીકરીને માર-પીટ કરતો હોય તો દીકરી માટે થઈને માતા-પિતા બધું ચલાવી લે, જતું કરે, સહન કરે પણ દીકરા અને વહુની વાત આવે ત્યારે તેમની માનસીકતા બદલાઈ જાય. દીકરાના પ્રેમ માટે તેઓ વહુનું કશું જ જતું કરવા કે સહન કરવા તૈયાર હોતા નથી. 

સમાજની સ્થિતિ ઉપર નજર કરીએ તો તેમાં ખૂબ જ વિચિત્ર પરિવર્તન ચાલી રહ્યું છે. વર્તમાન પેઢી કે જેને આપણે જેન ઝી, જેન આલ્ફા કે મોર્ડન જનરેશન કહીએ છીએ તેમની સામાજિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. તેમાંય જેન્ડર બાયસ જે રીતે વધી રહ્યો છે તેના કારણે તો ચારેકોર હાહાકાર મચેલો છે. છેલ્લાં એક દાયકાથી જો સામાજિક પરિવર્તન ઉપર નજર કરીએ તો છોકરીઓ સશક્ત બનાવવા, સ્વતંત્ર બનાવવા, પુરુષ સમોવડી બનાવવાનું સમાજને જે ઘેલું લાગ્યું છે તેના કારણે પુરુષોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. છોકરાઓ જે હદે પીડાઈ રહ્યા છે, તેનો પરિવાર જે રીતે પિસાઈ રહ્યો છે તેનું વર્ણન થાય તેમ નથી. તેમાંય નવા નવા કાયદાઓના જે હંટર ચાલે છે તેમાં દોષિત હોય કે નિર્દોષ એક વખત તો સોળ પડી જ જાય તેવો ફટકો પડે છે. 

સામાજિક વાતાવરણ જે રીતે બદલાઈ રહ્યું છે. ખાસ કરીને મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસમાં જે રીતેનું સામાજિક ચલણ ચાલી રહ્યું છે તે ખૂબ જ જોખમી થઈ રહ્યું છે. એક તરફ હાયર ક્લાસનું ચલણ અપનાવી શકે તેમ નથી અને બીજી તરફ સાવ મિડલક્લાસ જેવું વલણ દાખવી શકે તેમ નથી. તેના કારણે વચ્ચે અટવાયા કરે છે અને સામાજિક, પારંપરિક, વૈચારિક અને વિવિધ સ્તરે ખેંચતાણ અનુભવાય છે. તેમાંય છોકરીઓને સ્વતંત્રતા આપવાની જે અચાનક હવા ફેલાઈ છે અને માતા-પિતા સતત દીકરીઓને સ્વતંત્ર, સશક્ત, મુક્ત, પોતાનું ધાર્યું કરનારી બનાવવા જઈ રહ્યા છે તેના કારણે છોકરીઓ સ્વચ્છંદતા તરફ આગળ વધી રહી છે. 

છેલ્લાં કેટલાક સમયમાં આપણે એવા ઘણા કિસ્સા જોયા છે જેમાં એક યુવક અને યુવતી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હોય. આનંદ સાથે બંને દાંપત્યમાં જોડાયા હોય અને છ-બાર મહિનામાં કે એકાદ-બે વર્ષમાં તેઓ જાહેરાત કરી દે કે અમને ફાવતું નથી, અમારે છુટા થવું છે. છોકરી એવી જાહેરાત કરી દે કે મને સાસરીયા સાથે ફાવતું નથી, હવે મારે અહીંયા રહેવું નથી. કેટલાક તો એવા કિસ્સા બન્યા છે જેમાં મા-બાપને લગ્નના ખર્ચના બિલ ભરવાના બાકી હોય અને છોકરીઓ પિયર પાછી આવતી રહે છે. સાસુ-સસરા જોડે ફાવતું નથી, પતિ ગમતો નથી, સાસયરીયા હેરાન કરે છે તેવી ફરિયાદો થતી હોય છે. ઘણા કિસ્સામાં આ ફરિયાદો ખોટી નથી હોતી પણ ઘણા કિસ્સામાં નક્કર કારણો જ હોતા નથી અને ઘણા કિસ્સામાં તો છોકરીઓને પોતાને ખબર નથી હોતી કે તેઓ કેમ છૂટા થવા માગે છે. તેમની પોતાની વિચારશરણી જ હોતી નથી. આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે.

વર્તમાન સમયમાં છૂટાછેડાના કે પછી સંસારમાં કંકાસ ફેલાવાના કારણોની વાત કરીએ તો તેમાં ઈગો સૌથી મોટી બાબત છે. હાલમાં ભણેલી ગણેલી, જોબ કરતી, ઘર ચલાવતી, બિઝનેસ કરતી યુવતીઓમાં ઈગોનું પ્રમાણ વધી ગયું છે. તેઓ ઘરની જવાબદારી સ્વીકારવા કે પૂરી કરવા ઘણી વખત માનસિક રીતે સજ્જ હોતી નથી. ચાલો માની લઈએ કે, ઘરની જવાબદારી પતિ અને પત્ની બંનેની છે પણ છતાં ભારતીય સમાજ વ્યવસ્થા આજે પણ ઘર માટે સ્ત્રીને જ જવાબદાર માને છે અને સ્વીકારે છે. તેના કારણે જ આ કમઠાણ થાય છે. છોકરીઓ માનવા લાગી છે કે, હું કમાવા જાઉં છું, આથક રીતે સ્વતંત્ર છું તેથી હવે મારે ખાસ કોઈની જરૂર નથી. તેને એકાએક ઘર, પરિવાર બધું જ કારણવગરની જવાબદારી લાગવા માંડે છે. તેના કારણે સમસ્યાઓ સર્જાય છે. 

બીજી બાબતની વાત કરીએ તો તેમાં છોકરીઓના માતા-પિતાનું અને છોકરાઓના માતા-પિતાનું વલણ જવાબદાર હોય છે. છોકરાના માતા-પિતા દ્વારા સતત પુત્રવધુને દબાવીને રાખવા માટે છોકરા ઉપર દબાણ કરવામાં આવે છે. બીજી તરફ છોકરીના માતા-પિતા દ્વારા છોકરીને જાતભાતની સલાહ આપવામાં આવે છે. તેમાંય છોકરીની મમ્મીઓ તેને વધારે જ શિખવતી અને કહેતી હોય છે. આવું થતું હોવાના અનેક કિસ્સા આપણી આસપાસ જોવા મળે છે. 

એક કિસ્સાની વાત કરું તો, વૈભવ અને કિંજલના લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યા હતા. વૈભવ અને કિંજલ આમ તો હાઈલી આના કારણે તમારી ખોટી છાપ પડી શકે છે.

પુરુષને પ્રભાવિત કરવાનો સૌથી સરળ અને સફળ રસ્તો છે આંખ મિલાવીને વાત કરવાનો. જ્યારે તમે તેની સાથે આંખ મિલાવીને વાત કરો છો ત્યારે તમારી સચ્ચાઈ તમારી આંખમાં દેખાય છે અને તમે સામેના પક્ષની આંખની સચ્ચાઈને પણ પારખી શકો છો. આ વાત જ તમારી વચ્ચે આકર્ષણનો સેતુ બની શકે છે. તમે જ્યારે પુરુષને આકષત કરવા માગતા હો ત્યારે તેની સાથે વાત કરતી વખતે રૂમની બીજી વસ્તુઓ કરતા તેના ચહેરા પર નજર કેન્દ્રિત કરશો તો વધારે ફાયદો થશે. જો તમારે પુરુષોને પ્રભાવિત કરવા હશો તો ડ્રેસિંગ સ્ટાઇલ પર ખાસ ધ્યાન આપવું પડશે કારણ કે તે તમારી સાથે વાતો કરવા તમારો બાહ્ય દેખાવ જોઈને જ આગળ આવશે. તમારો પોષાક વલ્ગર નહીં, પણ સેક્સી હોવો જોઈએ. તમે જે પોશાક પહેર્યો હોય એને સરળતાથી અપનાવો. જો શોર્ટ સ્કર્ટ પહેર્યું હોય તો એને વારંવાર નીચે ન ખેંચો અને પહોળા ગળાવાળો ડ્રેસ પહેર્યો હોય તો એને વારંવાર ઉપર ન ખેંચો. તમારું સુંદર શરીર તમારો બોનસ પોઇન્ટ છે અને એને કારણ વગર સંતાડવાના પ્રયાસ ન કરો.

બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ જન્મે એ માટે તેમના રસના અને વાતચીતના વિષયો સરખા હોય એની સાથેસાથે તેમની વાતોમાં દેખાડો કે આડંબરના બદલે સચ્ચાઈ હોય એ બહુ જરૂરી છે. જો તમને કોઈ યુવકમાં રસ પડે અને તેની સાથે વાતચીત શરૂ કરવા માગતા હો તો તેના શોખ અને વ્યવસાય વિશે પુછીને વાતચીતની શરૂઆત કરી શકાય. પછી ક્રમશ: ફિલ્મો, વાનગીઓ, રજા ગાળવાના સ્થળોવિશે વાતચીત કરીને સમાન શોખના વિષયો જાણીને એના પર લાંબા સમય સુધી ચર્ચા કરીને એકબીજાને સમજવાનો પ્રયાસ કરી શકાય. આ સમગ્ર વાતચીત દરમિયાન કારણ વગર ખોટું બોલવાનું કે પછી માઇન્ડ ગેમ રમવાનું ટાળવું જોઈએ કારણ કે એના કારણે ખોટી છાપ ઉભી થાય છે. વળી, દરેક વ્યક્તિ અલગઅલગ હોય છે એટલે દરેક વ્યક્તિના વ્યક્તિત્વ પ્રમાણે જ તેની સાથે વર્તન કરવું જોઈએ. જો આ નીતિ અપનાવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં સફળતા મળે છે. આ તમામ તબક્કાઓ પસાર થઈ જાય પછી અંતિમ અને મહત્ત્વની સલાહ છે કે છોકરીઓ ક્યારેય પસંદગીના પુરુષનો ફોન નંબર માગવાની ભુલ ન કરવી જોઈએ કારણ કે જો તમારી પસંદગીના પુરુષને પણ તમારામાં રસ પડયો હશે તો તે ચોક્કસ તમારો ફોન નંબર માગશે જ.