વાચકની કલમ .

મળવાનું થાય
(ગઝલ)
એકવાર યા વારંવાર મળવાનું થાય
ખાસ પ્યાર તો રોજ રોજ ફરવાનું થાય
પ્રેમથી મળે જગ્યા છે જ ઉરમાતો રાખી
ક્યાંક ક્યાંકમાં સામે એજ હોવાનું થાય
યાદ આવતી જેની તો વિચારોમાં પૂરાં
આજકાલ શું? દિલથીયે કહેવાનું થાય
ઓળખે મને જોતાં જો ફટાફટથી જ્યારે
બોલચાલમાં રંગીલી જોવાનું થાય
ચાંદની સમી લાગે
'સાવન' હજીયે આંખોથી
ખુશ ખુશહાલમાં એને તો દિલે પ્યારું થાય
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
રૂપવંતીને...
મીનાક્ષી જેવી તારી આંખો
સદા જોતી રહે મને
કામાક્ષી જેવી તારી મનસા
ખુબ લડાવે નજર
મોહાક્ષી જેવી તું નારી
મને જ તું ગઈ મોહી
સુધાક્ષી જેવાં તારાં શમણાં
જીવી જાવું જીવનમાં
મૃગનયની જેવાં તારાં લોચન
કરી દે દશા મારી બૂરી
સુનયની નજરુંના તીર તારાં
ઝખમ કરી દે મારો
કામિની જેવી તારી દ્રષ્ટિ
થયા ઘાયલ ઘણા એથી
કાજલાંક્ષીથી મોહ્યું મન મારું
ઘેલું લગાડયું દિલમનથી
વક્રાંક્ષી સુમનને માંડ મળી
છતાં ઠર્યો નહી હું મનથી
સુમન ઓઝા (ખેરાલુ)
જિંદગી મુસ્કાન હૈ
સુખ-દુ:ખની છે જિંદગી જ્યાં
સંસાર સાગરને પાર કરવાને
વિ-જાતીય પાત્રને સમજવાને મળી છે
મુસ્કાનભરી જિંદગાનીમાં સમજાય છે
પારકા-પોતાના કરી લેવાને સક્ષમ
પરોપકારી જીવનશૈલી ઉજાળવાને
મળી છે મુસ્કાનભરી જિંદગાની
સ્મિતભર્યું મુખ રાખીને સજાવવા
મળી છે જિંદગી મુસ્કાનભરી ચાહતે
તાણા-વાણા ભરી જિંદગીએ ઉકેલ બક્ષે
હિંમતે મર્દ તો મદદેખુદા સાકાર કરવાને
મળી છે જિંદગી મુસ્કાન સમી જ્યાં
પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)
અદ્રશ્ય પ્યાર
પ્યાર લાગણી તઉં અવશ્ય રુપ
માનવ માત્ર પ્યારને પાત્ર છે
હવા જયમ અદ્રશ્ય છે પ્યાર તારો
છતાં દિલમાં વર્તાય છે પ્યાર તારો
બાગમાં પ્રવેશું તે પહેલાં જ
પુષ્પ બની પમરાય છે પ્યાર તારો
સાગર કિનારે સુણું કાન દઈને
વિયોગ તારો ત્યાં વરતાય છે
શિશુના કોમળ ચહેરામાં
દેખાય છે પ્યાર તારો
તરૂવરની ઘેઘૂર ઘટામાં
દેખાય છે પ્યાર તારો
ચાર દિવસની જિંદગીમાં
દેખાય છે પ્યાર તારો
પ્યારને સંગીન પંથે પલટાવવા
દીસે છે પ્યાર તારો
સી. જી. રાણા (ગોધરા)
ગુજરાતની ખૂસ્બુ ફેલાવી છે...
જુવાન તારા જીવનને
જનસેવાના રંગે રંગાવી છે
ધૂપસળી જેવી જિંદગીમાં
દેશભક્તિની સુવાસ મહેંકાવી છે
આવતીકાલના સર્વોદયનો
સૂર્યોદય તારા નામે ઊગે
સહકારના સરવાળામાં
તારી સંખ્યા સમાવી છે
કંકર કંકર પાળ ને ફોરેફોરે
સુંદર સરવર બને
સહકારની ઈમારતમાં
તારી ઇંટ એક ચણાવી છે
એકબીજાના અવાજની
દિશા હશે જુદી જુદી
સમૂહસંઘના પડઘામાં
તારો નાદ સંભળાવી છે
બહાર રહી આલોચના કરવી શા કામની?
જનસેવાના મેદાનમાં
એક બે સદી નોંધાવી છે
શહેર બદલાય એક પછી એક લોકનાયકના
ભાતીગળ લોકજીવનમાં
તારી ઉંમર રંગાવી છે
સોનેરી ગુર્જરગાથા આલેખાય ઝાઝા હાથે
મનગમતું એક પ્રકરણ તું પણ લખાવી છે
ગરવી ગુજરાત સોહાય તારા શુભ નામે
ક્રાંતિની ઝળદળ અમર જ્યોત જલાવી છે
અભિલાષા આપણી બને
ગુર્જરધરા નંદનવન
ગાંધી સરદારની ભાવના
ઉરમાં જન્માવી છે
પળપળ શમણું થઈ સરી જતી આ જિંદગી
ગિરિશ હોય કે શિરિષ,
ગુજરાતની ખૂસ્બુ ફેલાવી છે
ગિરિશ મેસરિયા (ચરાડા-માણસા)
હોવી જોઈએ
બસ તમારી યાદમાં
ચકચૂર હોવી જોઈએ,
ક્યાં કહું ચું જિંદગી ભરપૂર
હોવી જોઈએ. ભરવસંતે ફુલ પણ ક્યારેક
તો કરમાય છે. ત્યારે લાગે છે વિધાતા ક્રૂર
હોવી જોઈએ.
જો મુસીબતથી મળે તો મૂલ્ય
એનું થાય છે એટલે તો દોસ્ત મંજિલ
દૂર હોવી જોએ.
બસ બરફની જેમ સળગે છે
હૃદય આઠે પ્રહર,
વેદનાની આગ પણ
બેનૂર હોેવી જોઈએ.
કોસેટામાં ઓગળે છે
ઉમ્રભર કીડા સમું
આયખાની જાત પણ નાસુર
હોવી જોઈએ (મુકતક)
પાનખરમાં બહાર શોધું છું
રાત આખી સવાર શોધું છું
અંતરે નિત નવા કવર સ્ફૂરે
કોઈ એવો હું પ્યાર શોધું છું.
નેહા પુરોહિત (ભાવનગર)
મંઝિલ
ધીમે ધીમે ચાલો છો,
નજર ઝુકાવીને ચાલો છો
મન હાસ્યે રમાડીને ચાલો છો
અરમાન ભર્યા ચાલો છો
પિયુને મળવા ચાલો છો
ઉરોને ઊછાળતા ચાલો છો
જવાનીના ઉન્માદભર્યા ચાલો છો
કશું ગુમાવવા માટે ચાલો છો
કશુંક મેળવવા માટે ચાલો છો.
ધરતીના સહારે ચાલો છો
નજાકત ભરીને ચાલો છો.
એકાગ્રચિત્તે ચાલો છો.
ઉર્જા ભરીને રંગે ચાલો છો
કુદરતની મીઠી મહેરે ચાલો છો
મંઝિલે પહોંચ્યા, સુખદ મિલને
'જયંત' ઈચ્છે તેમ થયું રે,
જયંત વોરા
ઘડપણ
ઘડપણમાં શ્વાસે શ્વાસે ભરે છે ઉંહકારા
પંખીડાં ઉડી ગયા હવે સૂના થયા છે માળા
ઘર દૂર દેખાય ને સામે ભીતો અથડાય
ડગલું એકાદ ચાલતાં આંખોમાં અંધારા
ટગર ટગર જુએ છે આ સુમસાન જગતને
આંખો છે છતાં દિવસે નથી અજવાળાં
પાળી પોષીને મોટા કર્યા
પ્રેમની સિંચી ધારા
પંડના દીકરાઓએ જુદા બનાવ્યા માળા
દિકરા દૂર થયા ને દિકરી ગઈ સાસરીએ
લાકડીના ટેંકે અમે
બની ગયા ઓશિયાળા
આવું ઘડપણ તો ન ગમે આજે યુવાનોને
હવે ઘરડા ઘરમાં જવાના આવ્યા વારા
યુવાનીમાં યાદ ન આવ્યું હેતે હરિનું નામ
હવે તો પ્રભુને ભજીએ
રામધણી રખવાળા
જીવતું હાડપીંજર હલે પણ ચાલે નહિ
હવે મુક્તિ માટે ભરી રહ્યા છે ઉચાળા
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)









