વાચકની કલમ .
સુંદરતા
તારી આંખોમાંથી
છિનવી લીધું છે
કાજળ આ શ્યામ
વાદળોએ,
તારા લાંબા કેશ-કલાપને
બનાવ્યા છે
શ્યામ આ રાત્રિના અંધકારએ
તારી નીચી નજરનો ભાર સહન
નહિ કરી શકે આ ધરતી,
તુ મારા સામે જુએ કે ન જુએ
એ હશે તારી મરજી.
તારા ગરમ શ્વાસોની
ગરમી ફેલાઈ
રહી છે હવામાં,
તારા કંપતા
અધરોની કંપન છે
દરેક દિશામાં.
તારા ગાલોની લાલિમા સામે
શરમાઈ રહી છે ઉષાની કિરણ,
તારું મંદ મંદ સ્મિત કરે છે
આગાહી, હવે જલ્દી
થશે આપણું મિલન.
તુ જ છે મારી
સાક્ષાત સૌંદર્ય - મૂર્તિ,
નથી મને ઈચ્છા જોવાની
કુદરતની હરિયાળી
અને તેની કારીગરી.
તારા ચાલની ગતિમાં છે
હરણની ઝડપ
જોઈને તારી સુંદરતા
મારા દિલમાં
જાગે છે અનોખી સાથે
ભ્રમર કરે છે ગૂંજન ઉપવનના
ગુલાબી ફૂલો સાથે
સમીપ આવ, આપણા
આલિંગનમાં સમેટી
લઈએ સમસ્ત સૃષ્ટીને
પ્રેમની શક્તિ સામે
મિટાવી દઈએ
ત્રિવિધ તાપના બીજને
- ફિઝ્ઝા એમ. આરસીવાલા : (મુંબઈ)
મજા છે....
અજાણ્યા રસ્તા પર મળ્યા
પણ આ મુસાફરીની મજા છે
મિલન બાકી છે આપણું
આ તડપની પણ સજા છે
ભલે વાતો નથી કરતાં આપણે
પણ એક ઈશારાની મજા છે
ભલે રૂઠિયે એકબીજાથી આપણે
પણ એકબીજાને મનાવવાની મજા છે
આવે છે કોઈકવાર આંખોમાં આસુ
તેમાં પણ રડવાની મજા છે
છે. જીવનમાં અમુક તકલીફો
પણ તેને સફળ કરવાની મજા છે
બોલીને તને કહું તેના કરતાં
લખીને કહેવાની પણ મજા છે
લોકોને મરવું નથી ગમતું
તારા માટે પગલી
મરવાની પણ મજા છે
લિ. સાહિબ ડાભી : 'રોમિયો ' : (અમદાવાદ)
વનનો વનવાસ
ત્યારે..... રામનો વનવાસ
આજે ! વનનો જ વનવાસ
સંહાર ક્ષણે, સર્જાતા વર્ષે
વૃક્ષે વરસાદ, વરસાદે અન્ન
અન્ને જીવન પણ ક્યાં છે વન?
માણસની મતી બની અનાડી
'ગ્લોબલ વોર્મિંગ'ની અડફેટે
આફતની આંધી છે ચડી
માણસને સમતોલ બનાવતાં
ધરા આખીની સમતુલા ખોરવાઈ
વિકાસનો મંત્ર જપતો જન
વિનાશની અડફેટે તે સદા
મનને બનાવ્યું કરવત ત્યારે
પાંખ વગરનો વિનાશ ઉડયો
આફતનો ઘંટનાદ સંભળાય
રડે ઝાકળ આંસુ બની!
વન રહ્યાં નથી સુરક્ષિત
ઉપકાર એ તો ધર્મ જ વનની
પણ, વન નું તે કરતો વિસર્જન
'નિસર્ગ' વન વિનાશ ક્યારે અટકે....?
- મુકેશ બી.મહેતા : (સુરત)
એકાંતની અંદર
સજાવી યાદો એની બેઠો છું
એકાંતની અંદર
ધડકજો ધડકનો ધીરે કોઈ
વિખરાય ના મંજર
પવનની લહેરખીઓ મંદપણે
હળવેકથી વ્હેજો
કે એની ખુશ્બુના પમરાટથી
છલકાય છે અંતર
હજી પણ યાદ છે રોમાંચ
એ પહેલા મિલનનો જ્યાં
હતા ખામોશ બે 'દીલ'
પ્રીતમાં તરબોળ બરાબર
સ્પર્શ સોહામણાવે હાથનો
જ્યાં સળવળે 'મન' માં
રૂવે રૂવે ધૂમે છે સ્પંદનો
જાણે ઝીણી ઝરમર
એના મદમસ્ત નૈનો પણ
શરમના બોજથી ઢળતાં
ગુલાબી હોઠ પર આંગળી
ફરતી મૂકી પલભર
વિરહની વેદનાને
ભૂલવા મે પણ જુદાઈમાં
શણગાર્યા સ્મિતની સાથે
મુલાકાતનો હર અવસર
ભૂલ્યાં છો એ ભલે 'અંજાન'
કદી પણ હું નહિ ભૂલું
તરંગો યાદ ના લાવે
વિચારોનો મહાસાગર
- અ.ગફુર 'અંજાન' : (પંચમહાલ)
લાગણીનો વરસાદ
થયો હશે
આછેરો પરિચય થયો હશે
હૈયે લાગણીનો વરસાદ થયો હશે
હતી ઓળખ પરસ્પર ધણી
મનમાં પરિચય આછેરો હતો
પૂછે કોઈ વાત શ્યામ તારી
હૈયે મલકાટ અનેરો થતો
અદ્રશ્યતા ચાહત હતી ઘણી
દ્રશ્યતા જોવા નજર તરસી ધણી
પામી લેવા પ્રણય આપણ રાહ પરનો
આંખો ક્યાં કોઈ સામે નમી હતી
પાંપણ ઝૂકી હશે શ્યામ તારી સામે
રાધે- રાધે એ પ્રણય પૂર્ણતાની ઘડી હતી
ભરી લે વિશ્વાસ મારો તારા શ્વાસમાં
પામી લે પ્રણય મારો અનોખી ભાતમાં
- ઉષા ભીમાણી- કુંજ :
(જામનગર)
મુસાફિર
દુનિયાના સતરંગી રંગમાં
અમે પણ રંગાયા હતાં.....
કામણગારી કન્યાઓના રૂપમાં
અમે પણ મોહાયા હતાં.....
પ્રિયતમાનાં પ્રેમરોગમાં
અમે પણ પીડાયા હતાં.
સાધુઓના સંગમાં થોડા દિ'
અમે પણ રોકાયા હતા....
દુનિયાની આ અનુભવયાત્રામાં
'મુસાફિર' બની ચાલ્યા હતાં...
- અનિલ વાઘેલા : (બોરીવલી)
ગઝલ
જ્યાંથી અલગ થયા
એ જગા એકવાર મળ,
ક્યાં કીધું રોજે રોજ ભલા
એક વાર મળી,
કેવી રીતે કહું કે સજા ભોગવી બહું,
ભૂલી જા મારા દોષ બધા એકવાર મળ,
તું વાત કર પછી કોઈ મજબૂરી બાબતે
સાંભળ મને પહેલા જરા એકવાર મળ
હું આમ ને હું તેમ, બહાના કરે છે શું
કે આમ જાજો ભાવ ન ખા એકવાર મળ,
સમજે છે એમ તું કે મને
તો ખબર છે ક્યાં,
કરવા નથી એ ભેદ ખુલા એકવાર મળ,
ઈચ્છાની રુત બદલતા
તો ક્યાં વાર લાગશે,
મળશે નહીં પછી આ
ફિજા એકવાર મળ, મળે કે ન મળે,
ફરક કોઈ પડશે નહીં 'અસર''
મારે શું જાણે મારી બલા એકવાર મળ,
- મહેશ અધેરા ''અસર'' : (રાજકોટ)