Magazines

વાચકની કલમ .

By GS TEAM
21 Jul 20253 mins read
વાચકની કલમ                                                   .

આભની અટારીએ

આભની અટારીએ તું દર્શન આપતી.

ઘેરુલા વાદળમાં તુ સંતાકૂકડી રમતી.

વાદળમાંથી  ડોકીયું 

કરીને સ્મિત વરસાવતી

ટમટમતાં તારલામાં તુ આભલે ચમકતી

મેઘધનુષનાં રંગમાં તુ પ્રેમથી  રંગાતી

અમી ભરેલી આંખલડીમાં 

પ્રેમને નિરખતી.

હૈયાથી, હૈયુ મળે તું 

મારા પ્રેમને સ્વીકારતી

જુઠા સ્નેહી મિત્રોથી તુ કાયમ દૂર રહેતી

તુ લેવામાં નહીં આપવામાં ખુશ રહેતી.

ભક્તિની શક્તિમાં તુ 

અખંડ શ્રધ્ધા રાખતી

મારી 'હા' માં તારી 'હાં' 

ભળે તું મળવા આવતી

મિત્ર સાથે  તં સદાયે આનંદમાં રહેતી.

કદર તારી કરું છું 

દિલથી તું મને સાચવતી

પ્રભુકૃપાએ  આકાશ મળ્યો  છે 

તું મોજમાં રહેતી

કિરણભાઈ આર. પંચાલ (વડોદરા)

મેળાનો રંગ લાગ્યો

સૈયર! હં તો ગઈ'તી   તરણેતરને મેળે,

મેળાનો મને  સંગ લાગ્યો.

અલી!  હું તો ભીડની 

ગલીમાં ભૂલી પડી.

મેળાનો  મને ભોગ લાગ્યો.

એક રંગરસિયાએ  

કર્યો આંખનો ઉલાળો.

મેળાનો  મને સંજોગ લાગ્યો.

અલી! હું તો શરમાણી લજામણી જેવી

મેળાનો મને રંગ લાગ્યો.

મારા માથે ધરી રંગબેરંગી છત્રી,

મેળાનો મને નવરંગ લાગ્યો.

સૈયર! અમે મંગલફેરા ફર્યા 

ચગડોળના ચાર,

મેળાનો મને સ્નેહરંગ લાગ્યો.

અલી! હું તો જોઉં સપનું હે સત?

મેળાનો મને સંસારસંગ લાગ્યો.

અમે  તરણેતરનો  જોડયા ચાર હાથ,

મેળાનો મને સહયોગ લાગ્યો.

સૈયર! મને મેળામાં 

મળ્યા તરણેતરનાથ.

મેળાનો મને અનંગ લાગ્યો.

ગિરીશ મેસરિયા (ચરાડા- તા. માણસા)

ગોરા ગાલનો તલ તારો

ખોવાયો છું,

ભૂલો પડયો છું,

તારા ગાલના તલ (સ્ર્ની) પર

મુખડું તારું આરસ સમુ,

'તલ' બેઠો સામ્રાજ્ય બથાવી,

દ્રષ્ટિ મારી પડી જ્યારથી

હું ડૂબી ગયો છું.

અંદરથી  વિહ્વળ છું,

જોઈ તને ઘાયલ થયો છું.

વળી ગાલના રૂડાં ખંજનો પણ

મોજ-મજા કરે છે, 

એ તલના સાન્નિધ્યમાં

હટાવો તલને

જગ્યા કરો મારી એ ગાલ પર

સુંદરી છે કોના નસીબમાં એ

'તલ' મળ્યો  જેને પ્રસાદ પર

આગ ઠારો હૈયાની

દાવાનલ સળગાવો એ પ્રીતની

તલને કહો

શરત એટલી સ્પર્શવા દે તું મને.

ખંજનોનો સ્પર્શ મળે,

ઠરી જાય દાવાનળ હૈયા તણો.

લે આવ સ્પર્શું તલને,

ને કરું હું  મિત્રતા ખંજન સહ.

સુમન ઓઝા (ખેરાલુ)

વક્ત

વક્ત હાથમાંથી   સરી રહ્યો છે ને,

સેકન્ડ, મિનિટોના કાંટા દોડી રહ્યાં છે.

નવાણું એગાડી અટકી રહે છે ને,

સો  કરવામાં દોડાદોડી  થઈ રહી છે.

પ્રસંગો હાફ ડેમાં  

ઉજવાય રહ્યાં છે ને,

મિત્રમંડળને સગા સંબંદીઓ  

દૂર થઈ રહ્યાં છે

કળિયુગની નિશાની દેખાઈ  રહી છે ને,

લાગણીને દયા દૂર જઈ રહી છે.

દિવસો પર દિવસો જઈ  રહ્યાં છે ને,

'રાજ' ચિંતા ને ટેન્શન વધી રહ્યાં છે.

ફરી ક્યારે  આવશે એ 

શાંતિનો સોનેરી સમય

તેની યાદમાં જ વક્ત હાથમાંથી  

જઈ રહ્યો છે.

ઝાલા સુરસિંહ વીરાભાઈ (કોડીનાર)

પ્રભુની સમજ

પ્રભુ ન ભાષા સમજે - એ ભાવ સમજે

ન આવડે ભાષા એટલે 

કોઈ અભણ ન સમજે!

ભાવ સમજનારો 

એ કદી આડંબરો ન સમજે....

એને ભજનાર દુર્ગુણીને 

એ બરાબર સમજે....

આપણા કર્મોની ગતિનો 

હર હિસાબ સમજે. કર્મ-ન્યાય- ન્યાયનું 

ત્રાજવું લેવાનું સમજે.

સૂઈએ આપણે ભલે, 

એ હંમેશ સજાગનું સમજે

ન રહે ભૂલે, એ સમયે 

આપવા- લેવાનું સમજે.

કદી કોઈ ન થાય 

દુઃખ જે પ્રભુને ''સમજે''

સત્કર્મીને ભક્તોને 

પ્રભુ પોતાનાં જ સમજે.

જસમીન દેસાઈ (રાજકોટ)

ગઝલ

મોહબ્બત ના કદી આભાર માણે

એ તો બસ પ્યાર 

બદલે પ્યાર જાણે

વહાવે લાગણી જ્યારે  મહોબ્બત

લાગે  વર્ષાની પહેલી ધાર જાણે.

મોહબ્બત રૂધિયાની એ તરસ છે

રણમાં ભીનાશની ભરમાર જાણે.

મોહબ્બત, પ્રેમ ચાહત સ્નેહ મમતા.

અલગ હર લાગણીનો  સાર જાણે

મોહબ્બતની  સમજ 

સાચી વફા છે.

જગતમાં બેવફા શું પ્યાર જાણે

મોહબ્બત જો અગર થૈ જાય 'અંજાન'

અલગ દુનિયા નવો સંસાર જાણે.

ગફુર 'અંજાન'(પંચમહાલ)

નફરત ભરી  દુનિયા  

કા કરદે ઈનકાર....

ગમ કે આંસુ પોછલે મેરે યાર,

જિંદગી મેં કભી કભી ઉજડે હુએ

ચમન મેં આતી હૈ બહાર

ના કોઈ ઉનકી મંઝીલ હૈ

ના કોઈ ઉનકા ઠીકાના હૈ

સફર કરને વાલે 

દિલ કી ધડકન કા,

ગુંજને લગતા હૈ તાર.

રોજ સૂરજ નિકલતા હૈ

ઢલતી હુયી સાંજ મેં ડૂબજાતા હૈ,

ઢલતી હુયી સાંજ મેં

તુજે મિલેગા નફરત સે

ભરા હુઆ અંધકાર

ના તેરી કોઈ ખ્વાહિશ હૈ,

ના તેરા કોેઈ ખ્વાબ હૈ,

ઉજડી હુયી જિંદગીમેં,

કભી નહિ હોને વાલે,

હંસીખુશી કા ચમત્કાર.

તું તુટી ડાલી કા ફૂલ હૈ.

ના તેરી  ઈસમે કોઈ ભૂલ હૈ

ખુશ્બુ મિલે ના મિલે

નફરત ભરી દુનિયા કી

હો શકે તો કર દે ઈન્કાર.

નવીનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)

જીવી  જાઉં છું

આખો કોરી નથી છતાં,

સવ કોઈને ગમી જાઉં છું

બધા સાથે રહીને પણ,

એકલતા છુપાવી લઉં છું.

ખબર છે મને કોઈ મને

મનાવવા આવશે નહીં!

હવે નારાજ નથી રહેતો,

ખુદને  સમજાવી લઉં છું!

મારું સ્મિત ખોટું છે છતાં

લોકો સાચું માને છે!

હવે  તો હું ખુશ છું તે,

મારી જાતને મનાવી લઉં છું.

બીજાઓ ને ખુશ રાખી,

મારા દર્દને સતત છુપાવું છું.

ભુલી જશે મને આ દુનિયા

પડદો પડવાની થોડીવાર છે!

મનમાં મુંઝાવ છું છતાં

દર્દ છુપાવી જીવી જાઉં છું!!

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)