Magazines

વાચકની કલમ .

By GS TEAM
9 Feb 20264 mins read
વાચકની કલમ                                                   .

પણ .... પિયું!

તમારી  માંગને હિરલે સજાવું

તમારા પગમાં  સોનઝાંઝર પહેરાવું

તમારા નાકે સોન-નથડીએ શોભાવું,

તમારાં  ગળામાં મંગળસુત્ર નંખાવું!

પણ પિયું....!

તમે  કહો છો  દરરોજ કે આવું છું,

પણ આવતા જ નથી  તમે

કોઈ  વાતે કેમ મંડાતા જ નથી

મીઠાં   બોલે કંઈ  મન ભરાતાં નથી.

સાપેક્ષ  મિલનના વાયદા આપો  નહીં

જિંદગી  બવ જ ટુંકી  છે, મલી જ લો હવે તો!

આજ  લગણના  તમ વાયદા, 

હવા થઈ ગયા,

મળવાના  કોડ ફુગ્ગા  જેમ ફુટી ગયા!

પિયુ, ગયેલો સમય પિયુ ફરી 

આવતો જ નથી

ફૂલો  પણ અકાળે કદિ ખીલતા જ નથી.

પાંગરેલા  નેહને મનથી નવરાવો તો માનું,

સમા મુજબ મળો તો જ 

હું તમને પિયું જાણું!

કમોસમનો વરસાદ, ક્યારેય   

ફળતો જ નથી

સમો ન પાળે ઈ  પ્રેમ પણ કદિ 

હળતો જ નથી!

ખોટાં ખોટાં  સમ ખવરાવવાનો  

કોઈ અર્થ નથી,

વાટુ આમ ખોટી  જોવડાવવી, 

ઈનો મતલબ જ હોતો નથી!!

 -  વિરજીર  ડી. વેગડા : (મુંબઈ)

માંગણી પ્યારની

ન હું ઈકરાર માગું છું ન  ઈન્કાર માગું છું

હલાવી  દે માથું,  હું તારો  પ્યાર માગું છું!

છો ને  નયનોમાં  તરે ઘેરી,   

ખામોશી તમારી, ભાતરમાં  તો મને  ઘુઘવતો ,  પ્યાર  લાગે છે?

ઈન્કાર  કે ઈકરાર  કરો તો યે શું?

મને તો આ ઈશ્કનો આભાસ લાગે છે!

તમને  જોયા પછી જીવનમાં હવે,  

સાર લાગે છે!

તમારા હાસ્યથી  એ બહાર લાગે છે!

તમારું  મૌન પણ  સંમતિનો 

 સ્વીકાર લાગે છે!

ચાલને,  પ્રેમને શાશ્વત, ગણી સત્કારીએ,

પ્રેમ  તો ઈશ્વર તણો, અનુરાગ  છે!

નીચું જોશો  તો કંકુ ખરી જશે,

આડુ જોશો તો મોં મલકી જશે!

નયન  મીંચશો  તો હૃદય  બધું સમજી જશે,

- સી.જી. રાણા : (ગોધરા)

શબ્દ

શબ્દ   મારે,  શબ્દ તારે, શબ્દ શણગારે છે

શુભ વિચાર  શબ્દનો, જીવન સુધારે છે

શબ્દ થકી   લખાયાં છે, વેદ શાસ્ત્ર પુરાણ

ગીતા અને  કુરાન,  સાચો રાહ બતાવે છે

આવવુંઅને જવું તો  છે સનાતન સત્ય

સુવિચાર  જીવનને,  સાર્થક  બનાવે છે

જ્ઞાાની માણસ જો બગડી જાય તો નસીબ

પણ  મૂર્ખને  શબ્દ જ મહાન બનાવે છે

આપો ઘણાં ભાવથી  અતિથિને  આવકાર

એ જ ભાવ,  સ્વભાવની  પરખ કરાવે છે

સમજાય  છે જેને સાર, દિવ્ય જીવનનો

સાચા સંતો  જીવનનો,   મર્મ  સમજાવે છે

છે બધું  ઇહિયાં આ વિશાળ વિશ્વલમાં

પામીગયા જે શબ્દોને,  એ સૌને સુધારે છે

- ભગુભાઈ  ભીમડા : (ભરુચ)

લાલાનો જાદુ

વાયુ નવલું વા'ણું.....

સોરઠ  આખામાં  વાયુ નવલું વા'ણંું....!

ગુજરાત  આખામાં   વાયુ નવલું વા'ણંું....!

સૌ ગોવિંદના   રંગમાં રંગાણું...!

ભાવેણું બાલાના રંગમાં  રંગાણું ...!

કૈંક વળ્યાં  ધરમના  પંથે,

જમતા પહેલા  લાલાને  ધરતા ભાણું...

ખાતાં-પીતાં , ઊઠતા - બેસતાં

ને  કામ કરતાં

ગાતાં  ગોવિંદનું  ગાણું..વા'ણંું....!

સોરઠ આખું  લાલાના રંગમાં  રંગાણું...!

ગુજરાત  આખું  ગોવિંદના 

રંગમાં રંગાણું...!

નીરણ નીરતાં  પાણી પાતાં,

ગૌમાતા  પર સૌને  

હેત સારું ઊભરાણું...!

કૈંક ગૂના  ઘટયા   ને કૈંક ગુનેગાર સુધર્યાં.

રાહતનો  દમ લઈને  

બેઠું પોલીસ  થાણું.....!

વાયુ  નવલું વા'ણું ....(૨) 

સોરઠમાં  ગુજરામાં....

મૂવી  આવું ભૈ નહી મળે  ફરીને જોવા

લાખ ખરચતાં  નાણું ...!

કજિયા- કંકાસ ઘણાં  શમી ગયા

હર માળાનું  હર પંખી  હરખાણું...!

કહે મારું, શ્રીકૃષ્ણ સદા સહાયતે,

સૌના કાળજડે, ભલીભાતે કોતરાણું 

વાયું નવલું  વા'ણું....!

બિજલભાઈ  મારૂ (વીસ નગર)

પ્રથમ પ્રણય

નથી  માંગતો  હું ચાંદ- સિતારો

નથી માંગતો હું નદી કિનારો

પ્રથમ  પ્રણ્ય છે આ મારો

નથી ઈચ્છતો  હું ઈન્કાર તારો.

રાખીશ હું તને મારા દિલમાં 

વિશ્વાસ  કરી લેજે તું મારો

નયન  દેખે છે  અનેક તસ્વીર

પણ  દિલમાં છે, ખ્યાલ તારો.

પણ  છું હું એકલો જ્યારે

હંમેશાં વિચાર કરું છું તારો

નથી માગતો  હું દુનિયાની  ખુશી

માંગુ  એટલું હું સથવારો તારો,

જિંદગી  સુખથી  પસાર થશે

જો  હશે સદા સાથ તારો.

-   પટેલ છગનભાઈ પી. : (સુરત)

અમારી માતૃભાષા મહાગુજરાતી!

અમે  ગુજરાતી મહાગુજરાતી,  

અમારી માતૃભાષા   મહાગુજરાતી!

હાલરડામાં  માડીના  હંઠે ઘૂંટડે ઘૂંટડે 

અમૃતભરી પીધી અમે,

અમારી માતૃભાષા  રસવંતી 

મહાગુજરાતી!

ઐરાવત પર પાટણમાં  

નીકળી હતી, સિધ્ધહેમની નગરયાત્રા,

અમારી  હેમવંતી માતૃભાષા  

મહાગુજરાતી! અર્વાચીન   ગુર્જર સાહિત્યનો 

થયો ઉદય છલપત -નર્મદના સમયથી,

અમારી માતૃભાષા  ગુણવંતી 

મહાગુજરાતી!

વિશ્વસાહિત્ય ના દરબારમાં 

મહાનવલ સરસ્વતી ચંદ્ર પોંખાય,

અમારી માતૃભાષા  

જોબનવંતી મહાગુજરાતી!

દેસાઈ મુનશીને મેઘાણીના 

સાહિત્યમાં ભાષા વૈભવ છલકાય,

અમારી  ખમીરવંતી 

માતૃભાષા મહાગુજરાતી!

અખિલ વિશ્વમાં વંચાય 

ગાંધીજીની  આત્મહત્યા 

સત્યના પ્રયોગો,

અમારી  અહિંસાવંતી 

માતૃભાષા ગુજરાતી!

કહે ખબરદાર  જ્યાં જ્યાં વસે 

ગુજરાતી, ત્યાં સદાકાર ગુજરાત!

અમારી  ગૌરવવંતી 

માતૃભાષા   મહાગુજરાતી!

અમે  ગુજરાતી મહાગુજરાતી, 

અમારી  માતૃભાષા મહાગુજરાતી!

ગિરીશ મેસરિયા (ચરાડા)

યુવાની જવાની છે

અમારી  જંદગી પણ એક જિંદગાની છે

અમારામાં પણ  કંઈક કરી 

જવાની ખુમારી છે

મુસીબતથી   ન ડરતાં હતાં છતાં આજે,

ડરવું પડે,  લપસણી આ યુવાની છે.

અમારા  દિલનું  દુ:ખ જે પણ કહ્યું  એને,

કહ્યું એણે સરસ આ  ફિલ્મી  કહાણી છે.

મુલાકાતો સમયસરની હવે ભૂલ્યો

યાદો  બધી સ્મૃતિપટ પર પુરાણી છે.

કદી સૌંદર્ય ન ટકે કોઈનું આજીવન,

બધાની આ યુવાની પણ જવાની છે.

- રાજેશ સી. પટેલ : (સુંદરવન- (સુરત)

કાળક્રમ

ગોઠવે છે નિયતિ,  સૌના   જીવનનો  કાળક્રમ, આપણે  બસ પાળવાનો  

શ્વાસ  લેવાનો  નિયમ.

કૈક  તો  છે  જે  સતત  તોડે  છે   અંદરથી  મને,  થાય  છે  પીડા બહુ,  થાશે કવિતાનો જનમ.  આમ ખર્ચાઈ  જશે  તું, 

આવ બનવાને  શુકન,  ખૂબ  મોટી નોટ  તું, હું  એક રૂપિયાની રકમ.  આંખના પલકારે જ્યારે   ઘાત  સામે  આવશે,  

એ ક્ષણે તો ફક્ત આડા આવશે  તારા કરમ. 

દુશ્મનોને  દોસ્ત બંને સાથ તાળી પાડશે,

એ ઘડી પૂરો થશે મારા જીવનનો કાર્યક્રમ,

- આશિષ મકવાણા : (ભાવનગર)