Magazines

વાચકની કલમ

By GS TEAM
5 Jan 20263 mins read
વાચકની કલમ

હવા, શમા જલાના ચાહતી થી

દોનો સહી થે કિસી

કી ગલતી નહી થી

હવા, શમા જલાના ચાહતી

થી પર વો જલતી નહી થી

દર્દ ના હોને કા ભેદ

માલુમ હુંઆ હમે

ચોટ લગને પર ભી અબ

તો ચોટ લગતી નહી થી

ઉસકે સાથ દર્દને ભી

છોડા થા સાથ હમારા

યે બાત હમે અબ

ચુભતી નહીં થી

ઉસકે હર રિશ્તે સે કિનારા

કર લીયા થા મૈંને

મેરી આંખ અબ ઉસે ખ્વાબ

મેં બુલાતી નહીં થી

સન્નાટે કા શિકાર હો

જાતે થે મેરે અલ્ફાઝ

જબ, મહેફીલ મેરી ખામોશી કો

કાન લગાકર સુનતી નહી થી

જિંદગી કભી ઉલ્ફત સે પેશ

નહી આઈ હમસે

ઓર મોત ભી હમ સે

મહોબત જતાતી નહી થી

સોલંકી રાખેશ સવિતાબેન 'શબ્દ' (નવા-વાડજ)

 વ્યથા

જન્મ તારીખે નારી તને

શુભેચ્છા પાઠવી શકતો નથી

એ ને એ વ્યાથામાં

સુખ ચેનથી

સૂઈ શકતો નથી

ભલે જિંદગી આખી એ

વ્યથાની વ્યથિત હું રહ્યા કરું

પણ સાંત સરોવર સરખી

જિંદગીમાં વમળો 

પેદા કરવા નથી

પ્રેમરૂપી પારો ભલે જિંદગીમાં

પ્રવાહદર્શક બની રહે

પણ પારા રુપી પ્રેમ પીને

જિંદગી જોખમમાં મૂકવી નથી

જિંદગી તારી ને મારી ભલે

સમાંતર પાટા 

સમી બની રહે

પણ પાટારૂપી જિંદગીમાં

જોખમી વળાંકો લાવવા નથી

પ્રકૃતિ રૂપી તારા 

આ સુંદર દેહને

શાંત ચિતે નિહાળ્યા કરું

છેડછાડ કરી મહામૂલી

આ પ્રકૃતિને નષ્ટ કરવી નથી

જન્મારો આખો તારી જિંદગીની

સુખશાંતિ નિહાળ્યા કરું

આવતા ભવના મિલનની

આશા સાથે હવે જીવવું નથી

વિષ્ણુકુમાર એમ. પરીખ 'પાગલ પસવાદળી

જાણવા છતાં તૃષા ડામવા

પ્રયાસ કરવો પડે મૃગજળથી

એ પણ વિશ્વાસથી

ન ક્ષીણ થાય તરસ

હોઠ જીભ કે ગળાની

પણ નક્કી બચી જવાશે

સમુદ્રજળ ખારાશથી

કદાચ ઠગારો નીવડે 

વિશ્વાસ પણ

ઝાંઝવાનાં નીર કે 

ઝાવાંનો આનંદ

સર્વસ્વ હોય જીવનનું

સાફલ્ય બને મરણનું

ઉદ્ધિગ્ન મનવાળા

તેથી પ્રયાસ કરે જાણવા છતાં

તૃષા ડામવા મૃગજળથી

એ પણ વિશ્વાસથી

નરેન્દ્ર રાવલ (વડોદરા)

મારું જીવન

નસીબે નથી સાથ દીધો બંધાંને

છતાંયે ઘણાંને 

ખુશાલી રહી છે

હવાને ભલા કોણ રોકી શકે છે?

છતાં પણ ચમનમાં નમાલી

બધાનાં નસીબો નથી એક સરખાં

ઘણાંને હજુ હાથતાલી રહી છે

હવાની નજર જ્યાં પડી છે બગીચે

કલિ પાવ એના 

પખાલી રહી છે

ભલા કોણ જાણે આ કેવો સિતમ છે

જીવનમાં હજુ પાયમાલી રહી છે

યોગેશ આર. જોશી (હાલોલ)

ના કરીએ 

ચાલો આપણે ખોટા વિવાદ ન કરીએ

ભલા સંસારને બદનામ ન કરીએ

સંસારનો સાચો અર્થ 

સમાન સાર છે સુંદર સારની કદી 

ટીકા ન કરીએ

જગત-ભગતને હોય ભલે દુશ્મની

છતાં એમના ખોટા વખાણ ન કરીએ

જીવન મળ્યું છે સૌને ઈશ્વર કૃપાથી

લાગણી, ભાવના કદી જુદા ન કરીએજગત છે તો 

સંતો સજ્જનો પૂજાય છે

ખોટી વાતો જગતની ન કરીએ

હોય ભલે વાંકો ચૂકો જીવનપથ

મંઝીલે પહોંચવા વિલંબ ન કરીએ

સમય અને સંજોગો રોકાતા જ નથીએને ભૂલવાની કદી ભૂલ ન કરીએ

ભગુભાઈ ભીમડા 

(હલદર-ભરૂચ)

બોલ શું કરવું છે તારે?

જા નથી રમવું મારે

બોલ શું કરવું છે તારે?

સામે ચાલી તે

પ્રણયખેલ આ માંડયો

હવે રણમેદાન છોડી

તું ક્યાં ભાગ્યો?

નથી કહેવું કંઈ મારે

બોલ શું કહેવું છે તારે?

દાવ લઈ કોઈ દિવસ

મારો દાવ ના દેતો

નિતનવી આવી અંચઈ

તું કેટલીય કરતો

સહેવું ના હવે મારે

બોલ શું કરવું છે તારે?

ગુસ્સો તો તારા

નાકના ટેરવે બેઠો

જલદી ઉતર નહીંતર

પડશે તું હેંઠો

હવે નથી બોલવું મારે

બોલ શું કરવું છે તારે?

પાઘડીએ તારે રંગ

બીજાનો લાગે

તું શું સમજે?

કાળજે કટારી વાગે

નથી માનવું મારે

બોલ શું કરવું છે તારે?

ક્યારેક ગુસ્સે થઈ

એવો તું જીદે ચડે

અમને લોકલાજ,

મર્યાદાના બંધનો નડે

નથી ફરવું મારે

બોલ શું કરવું છે તારે?

લાખ બુરાઈ છતાં

મેં માન્યો તને સજન

સાથ દે જાવું જ્યાં

ધરા-ગનનું મિલન

સાતભવ સાથે રહેવું મારે

બોલ શું કહેવું છે તારે?

ભરત સંઘવી (અમદાવાદ)

ઓળખાયો છું

જાત  સાથે જ ઓળખાયો  છું

સાવ આછો જ હું કળાયો  છું.

કૈંક જન્મોની  લઈને  પીડા

ઘોર અંધારમાં  દટાયો  છું

ધર્મ  કે કર્મના વિવાદોમાં

સંત-મુલ્લાથી છેતરાયો છું

કાયમી આ પનોતી  ચાલે છે

કષ્ટના પાયે ગુન્ગળાયો  છું

સાચને  આંચ કેમ આવે છે?

મૂળથી કેમ વેતરાયો છું

આખરે  જાઉ ક્યાં બગીચામાં?

સાઈ,  તારી કને જ આયો છું.

-  ડો. પથિક પરમાર : (ભાવનગર)