Magazines

વાચકની કલમ .

By GS TEAM
4 Aug 20254 mins read
વાચકની કલમ                                                   .

ગઝલ

જતન એનું અમેકાયમ કરીશું

દર્દે  દીલને કદીના કમ કરીશું

ગુજારી જિંદગી જે સંકટોમાં

હવેના ભૂલથી  માતમ કરીશું

બદલી જે ઠોકરે  આ જિંદગીને

જખ્મ પર યાદનો મલમ ભરીશું.

સહીશું એકલા આ દર્દે દીલને

સૂરોમાં ઢાળીને સરગમ કરીશું.

ભલી યાદો સતાવે જ્યાં પ્રબાતે...

અમારા અશ્રુને શબનમ કરીશું.

અગર 'અંજાન' ચાહે દુશ્મનો તો 

સિતમનો એક નવો મૌસમ રચીશું.

અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)

એકરૂપ બની જઈએ

પ્રીતના પંથે વિચારીને આગળ વધીએ

મૌન ધારણ કરીને ચહેરાને વાંચી લઈએ

મળીએ ત્યારે વાતનો ખુલાસો કરીએ

ભૂલ સ્વીકારીને બસ માફી માગી લઈએ

મનની સાચી વાત દિલ ખોલીને કરીએ.

ગમતું મળે ત્યાં મોજ મસ્તી કરી લઈએ.

ગુલાબી ગાલ પર 

ગુલાલ લગાવી દઈએ.

કેસુડાના રંગે તારા  કેશને રંગી દઈએ.

સ્નેહની  સરિતામાં ડૂબકી 

લગાવી દઈએ

હાથ પકડીને સામે 

કિનારે પહોેંચી જઈએ.

પ્રીતની મસ્તીનો આનંદ માણી લઈએ

આલિંગન આપતાં 

હોઠને  સ્પર્શી લઈએ.

'આકાશ' બહુ મજા આવી હો! 

મોજથી માણીએ

ભાર ના લાગે 

તારો એકરૂપ બની જઈએ.

કિરણભાઈ આર પંચાલ 

(અટલાદરા- વડોદરા)

પરિવર્તન

ખિલ્યા'તા વસંતમાં ફૂલો

મનગમતાં ફૂલો ચૂંટી ગયો

માળીએ દેખ-રેખ રાખી ઉછેરયા'તા

પળવારમાં ભમરો રસ ચૂસી ગયો

રંગબેરંગી પતંગિયાને જોઈ

હસતા-હસતા વાયરો ઉડી ગયો

સૂર્યનું પહેલું કિરણ પથરાય ગયું

કુમળા તડકો ઝાકળને અડી ગયો

પીળાં પડેલા પાંદડા ખરી ગયાં

પરિવર્તન જરૂરી છે સમય સમજાવી ગયો

અલ્પા નિર્મળ 'અમી' (અંજાર-કચ્છ)

 કિસીને

મેરી ગૈરત કો લલકારા કિસીને

લગાયા જોશ કા નારા કિસીને

મેરે સોયે હુએ એહસાસ જાગે

છેડા દીલ કા હરેકપારા કિસીને

મૂશકકત મે બરાયા જબ પસીના

ચમકતા ફિર કહા તારા કિસીને

હજારો ફુલ કાંટો કો પ્યારા કિસીને

સભી ચારા ગરો સે પુછ 'અંજાન'

ટુટે દિલ કા ઢૂંઢા ચારા કિસીને

અબ્દુલ ગફુર 'અંજાન' 

(શહેરા-પંચમહાલ)

પ્યારમાં ને પ્યારમાં

ખાખ કરી નાખી પ્યારમાં ને પ્યારમાં

પાબંદી જુઓ આખી પ્યારમાં ને પ્યારમાં.

સાવ જ નાદાની લાયકાતો કાંઈ ના,

જીવનમાં નોખી પ્યારમાં ને પ્યારમાં

ખેલદિલી ક્યાંની સેહશરમે બાજુ પર,

લોયક ના રાખી પ્યારમાં ને પ્યારમાં

આવી તે શું થઈ ભૂલ? મારી લાગતી,

આંખોમાં આવી પ્યારમાં ને પ્યારમાં.

''સાવન'' તો પૂછે જોઈ  જાણી  જાતને,

આગ હવે ભડકી પ્યારમાંને પ્યારમાં.

હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)    

રક્ષાબંધન

માડી જાયા વીરા આજ મને,

આનંદનો નથી કોઈ પાર

આજ છે, રક્ષાબંધનનો તહેવાર

નથી યાદ કરવું બાળપણ

નથી યાદ કરવી માતાપિતાની મમતા,

સુખ દુ:ખ ના આંસુડા લૂછવાને

રાખડીયે  થંભાવ્યો છે, 

સંસાર-માંડી જાયા...

નથી  ભૂલાણો તણખલાનો માળો

નથી ભૂલાણી ઝાડવાની ડાળો

પરાયા ને પોતાના.

સમજવાને રાખડીયે  આપ્યો છે, 

અધિકાર - માડીજાયા

મા-મ ને ભળાવીને જાતી

પોરણીયે પોઢાડવાનું કહેતી,

જૂના સસ્મરણો તાજા કરવાનો 

રાખડીયે  આરંભ્યો છે 

વ્યવહાર - માડીજાયા

ઘરને ઘેરે રહે જે ભયલા

આઘોપાછો ક્યાંય થઈશ મા

ઉમંગભરી બહેનડીને રાખડી

બાંધવાનો મહામૂલો છે.

આ રક્ષાબંધનનો છે 

પવિત્ર તહેવાર-માડીજાયા 

નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)

ખાલીપો ના ભર

જીવને ખાલીપો  ના ભર

પુરૂષાર્થે સાગરને તર

મુસીબતો ાવે જો સામે

લડી લેવું થઈને નીડર

વૃત્તિ  છોડીને બગલાની

હંસ બનીને  મોતી ચર

હણહણતા   અશ્વ થઈએ

થવું ના લાત મારતો ખર

'લઘુગોવિંદ' પ્રીય થવા

ઉમદા કામો સદાય કર

લઘુ ગોવિંદ (કલ્યાણ) 

પ્રભુને!

હું જીવી રહ્યો છું, તે જીવન છો તમે.

હું ચાલી રહ્યો છું, તે ચાલક છો તમે

તે મંજિલ છો તમે.

હું સવારે  આંખ ખોલું ચું,

તે આંખ ખોલનાર છો તમે.

હું લંચ-ડીનર લઉં છું,

પચાવી લોહી બનાવનાર છો તમે.

મારી રગોમાંવહે છે રક્ત,

તેથી શક્તિ ભરો છો તમે

મારા સ્મરણમાં  ત્રણ ટાઈમ,

રોજ આવો છો યાદ તમે.

મારા મંગલ જીવનના,

મુક્તિધામ છો પ્રભુ તમે

'સુમન'ની નાવને ચલાવનાર,

મજબૂત હલેસું છો તમે.

સુમન ઓજા (ખેરાલુ)

સાચો પ્રેમ

પ્રેમ કરવો એકને,

પણ ચાહવું અનેકને

આ તારી પ્રથા મને મંજુર નથી

તને ચાહી છે,  દિલથી મેં

કહું એ જ તૂજને સનમ

તિખારા ધીખે છે, પણ,

જૂના એ, પ્રણય ના.

પણ મિલન  આપણું હવે

ક્ષીણ થતું જાય છે, પ્રીય!

તારી ચમકતી  આંખોની સામે

ચમકતા તારા, તો કંઈ જ નથી.

કમનીય કાયાને મલકતી ચાલ,

હૈયું મારું હરખાઈ રહ્યું

છોડ ડર જગનો પ્રિયે,

સત્કાર કરવા તડપી રહ્યો.

સી. જી. રાણા (ગોધરા)

તારા વિના

સમયચક્ર ચાલ્યા જ કરે છે તારા વિના

થાય છે કાર્ય સમય સાથે તારા વિના

કેટલાય સિકંદર આવીને ચાલ્યા ગયા

કાંઈ પણ બાકી નથી રહ્યું તારા વિના

જો હુંમાં હું મળે તો વધે છે અભિમાન

સૌ ભૂલી રહ્યા છે અભિમાન તારા વિના

નથી કોઈને ચિંતા તારા જીવન વિશે

સત્ય સમજાઈ ગયું સૌને તારા વિના

જીવનનો સાર ખૂબ સમજાવ્યો અમે

હવે તો સૌને સમજાવીએ તારા વિના

તું તારા દિલનો દીવો થાય તો ઘણું છે

સમજી ગયા છે સૌ જીવન તારા વિના

નથી મળતો આ અવતાર વારંવાર

સમય એનું કામ કરે છે તારા વિના

ભગુભાઈ ભીમડા (ભરૂચ)    

સુખમય જીવન માટે 

બચપણ માંગે છે રમકડાં 

માંગે છે પીપરને બિસ્કિટ

જવાની માંગે સ્વતંત્રતાને 

માંગે સારો જીવનસાથી

સમય વતે છે ધીરે ધીરે 

ને પછી આવે છે વૃધ્ધાવસ્થા

બુઢાપામાં કંટાળી જઈને  

એ તો માંગે છે મનની શાંતિ

રાત દિવસ એ દુ:ખી રહે છે 

કામ ન આવે કોઈ યુક્તિ

પણ મળી જાય છે શાંતિ 

એને જો કરી લે છે પ્રભુની ભક્તિ

રહે જો કાયમ શરણે, 

તો માનવને  મળે છે દુ:ખોથી મુક્તિ

સુખમય  વીતે છે જીવન, 

ને આખરમાં સુધરી જાય છે ગતિ!

શારદા અરવિંદ કોટક (મુલુન્ડ કોલોની)