Magazines

વાચકની કલમ .

By GS TEAM
1 Jun 20264 mins read
વાચકની કલમ                                                   .

નિ:શબ્દ પ્રેમ

પ્રેમ એક અનુભૂતિ છે જેમાં

જરૂર નથી અભિવ્યક્તિની

નયનોની પરિભાષા સમજાય એ

પ્રેમનું પ્રતિબિંબ છે

અરે! નયનોની પાંપણોને માણો તો

પ્રેમના શબ્દો લહેરાય

માત્ર હોઠ પરના સ્મિતને નિરખો તો

પ્રેમનો રોમાંચ અનુભવાય!

શરીરની પ્રતિક્રિયા પણ સમજાવી દે

પ્રેમના સ્પંદશે!

વર્તન વાણીમાં આવેલ પ્રતિભાવથી

સમજાય પ્રેમના અંકૂરો!

નજરોથી નજર મળી જાય, એમાં

જ કેદ થઈ જાય પ્રેમનો નજારો!

જિંદગીમાં સમજાવી દે લાગણીના સૂરો

એ જ છે નિ:શબ્દ પ્રેમ!!

દીપકભાઈ એમ. પંડયા 'સ્નેહ' (બીલીમોરા)

આકાર

તારા હૃદયની ધડકન બની જાઉં

તારા શ્વાસની મહેંક બની જાઉં

તારા નયનોનું કાજળ બની જાઉં

તારા કેશનું કુસુમ બની જાઉં

તારા ભાલની બિંદી બની જાઉં

તારા ગાલોની લાલી બની જાઉં

તારા અધરોનું સ્મિત બની જાઉં

તારી વાણીના શબ્દો બની જાઉં

તારા શમણાનો રાજકુમાર બની જાઉં

તારા કર કમલની હીના બની જાઉં

તારા દિમાગની યાદ બની જાઉં

તારા રક્તનો કણ કણ બની જાઉં

તારા દર્દની દવા બની જાઉં

તારા દુ:ખની દુઆ બની જાઉં

તારા અશ્રુઓનો બુંદ બની જાઉં

છેલ્લે વિચાર્યું તે તારા અસ્તિત્વનો

'આકાર' જ બની જાઉં

કેતન બી. જાની 

(દીવ)

રાધા-કૃષ્ણ

ના શોધ, કાનાને ગોકુળની ગલીમાં

એના કરતાં શોધ ગોરી રાધાને

ના શોધ મોર પીછે છુપાયા કાનાને

એના કરતાં શોધ સૂરમયી રાધાને

ના શોધ કાનાને ગોકુળે કે વૃન્દાવને

એના કરતાં શોધ ઝૂલે સંગ રાધાને

ના શોધ એમ આગળ રહી કાનાને

એના કરતાં શોધ પાછળ રહી રાધાને

ના શોધ એમ માખણચોર કાનાને

એના કરતાં શોધ માખણ સાથે રાધાને

બી. એમ. શાહ (ગણદેવી)

હૃદયની વ્યથા કથા

આપનાં અઘરો જોઈને થાય છે

શાં કાજે સૌના મન લોભાય છે?

રોઈ રોઈને આંખો એ દરિયો કર્યો

આંખથી ક્યાં આંસૂડાં રોકાય છે?

આપના સપનાં જોવા આંખો મીંચું

આંખડી ખુલતાં જ ચાલ્યાં જાય છે

આપ શું સમજો હૃદયની વ્યથા કથા

આપને ક્યાં દર્દ એવું થાય છે

સગાં સંબંધી સહુ જોઈ લીધાં છે

મુસીબતોમાં સાચાં સગાં પરખાય છે

આપ નથી તો મહેફિલમાં રંગત નથી

મહેફિલમાં આપની ખોટ વરતાય છે

યોગેશભાઈ આર. જોશી (હાલોલ)

તલાશ પૂરી થઈ નથી

તલાશ તો મારી ક્યાં પૂરી થઈ છે

જિંદગી તો ત્યાં જ અટકી ગઈ છે

ચાહતને હજુ ક્યાં મંજિલ મળી છે

તું છોડી ગયો ત્યાં જ હજુ ઊભી છે

રોજ રસ્તા શોધવા નીકળી પડે છે

અને ગલીઓમાં ખોવાઈ જાય છે

બસ કેમ એ જ ચહેરો શોધે છે

કહું છું એને હવે પણ ક્યાં ભૂલે છે

અસંખ્ય આંખોની નજરમાં આવે છે

હવે તો ભીડને પણ તેની આદત પડી છે  હવે તો શરમ ને પણ શરમ જતી રહી છે

તલાશ તો મારી ક્યાં હજુ પૂરી થઈ છે

પિન્કી પરીખ (અમદાવાદ)


જિંદગી

જિંદગી છે ત્યાં સુધી જંગ જીતી લઈશ

ક્યાંક ને ક્યાંક હશે કુદરતનો સાથ

જિંદગી છે ત્યાં સુધીમાં હેમખેમ થશે જ

આ પરીષદ તણી લહેરમાં અમથું મોજુ

છે, વહેણ છે, ક્યાંક તો રોકી લઈશ

જિંદગી તણી જંગમાં 

ક્યાંક તો જીતી લઈશ

સમય છે સાહેબ બધાનો સારો જ

રહેશે એમ નથી...

બધાને કાંઈક ને કાંઈક તો ભોગવવાનું

છે અહીંયા હારે તો કાંઈ 

લઈ જવાના નથી

જિંદગી છે તો જંગ ક્યાંક જીતી લઈશ

તણખણાની જેમ ક્યારેક તો ખરી જઈશ

દુ:ખ અને સુખ આવે ને જાય સાહેબ

પણ કાંઈ જાજીવાર ટકતું જ નથી

સંઘર્ષ તણી જિંદગી છે મોજમાં જ

વિતાવી લઈશ

જિંદગી તણી આ જંગમાં ક્યાંક

જીતી જઈશ

દામોદરા મિનાક્ષી


નજર છે ડગર પર

ઉદાસી છવાઈ ગઈ

સીતારોના વદનમાં ને માયુસ અહીં

પૂરું અંબર છે

છે તમન્ના કે થોડો હળવો થાય

દિલ ઉપર સનમ!

યાદોનો ભાર છે ગુલ છે અહીં ચમનમાં

પણ જાણે ખુશ્બુ નથી

લાગે છે એવું કે બાગમાં

પાનખર પૂર બહાર છેસુનું સુનું છે

ઘરનું આંગણ

આપના વિના બધુ સૂનકાર છે

રોજ સવાર સાંજ ને

દિનરાત જાય છે ઇંતજાર બસ ઇંતજાર

રોજ આપનો ઇંતજાર છે

મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

   


અલિભાષા

મને અમાસની રાતના અંધરા બોલાવે

મને પુનમની રાતની ચાંદની બોલાવે

મને સાગરના ઉછળતા અને

ધૂધવટા મોજા બોલાવે

મને પહાડોના ઉત્તુંગ શિખરો અને

ઝરણા બોલાવે

જ્યારે જોઉં છું અનંત આકાશના

અસંખ્ય તારાઓને

અને સંતાકૂકડી રમતા શ્યામ

અને શ્વેત વાદળોને

આવે છે ત્યારે ઈર્ષા જોઈ

વીજળીની ચમક મારા નયનોને

મુગ્ધભાવે નિરખું છું હું

ઉષાની લાલિમાને

સાંભળું છું હું પક્ષીઓના

કર્ણ-પ્રિય કલરવને

રંગીન ફૂલો પરથી નથી

હટતી મારી નજર

અલ્પ-સમયમાં બની જશે

તેમના આંસુ ઝાકળ

વૃક્ષોના પર્ણો અને ડાળ

નમીને કરે છે મારું સ્વાગત

પવનનું શીતળ સંગીત મને

લાગે છે આહ્લાદક

કરે છે શરારત તે 

મારા રેશમી કેશ સાથે

કરે છે સ્પર્શ તે મારા કોમળ

અંગ સાથે હે ઈશ્વર, તને તો છે સાથ

ચાંદ, સૂરજ અને તારાઓનો

દૂર કર મારી એકલતા,

ઇંતઝાર કરીએ છીએ તારા દર્શનનો

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

   

રંગ લાગ્યો

રંગ શું લગાવ્યો ગોરીના ગગન ઉપર

ગુસ્સો કરી બોલી આ શું કર્યું તે યાર

ગુસ્સાથી નહીં ડર્યો, ને કહ્યું મેં વ્હાલી

અને મેં લાલિમાને વધુ લાલ બનાવી

એ પણ હવે વધુ નજીક સરકી બોલી

રસિયા ડાઘ બનશે ગવાહ બદનામી

ફાટી જશે ગવન તો પણ રહેશે યાદી

ભૂલી કેમ ભૂલાશે ક્ષણીક પ્રીત તારી

દઈ જા એક મધુરી પ્યારભરી નિશાની

એકાંતે એનો સંગ લઈ રહીશ હસતી

કહેતી કહેતી ગઈ દૂર સરકતી નદી'શી

અન્જાન લોકો એ કહ્યું પગલી બિચારી

સાજનને રહી સર્વત્ર શોભતી દુલારી

'ઈશ્વર' છે પાનખર જેવી તારી યારી

ક્યાં સુધી ભટકતો રહીશ ભ્રમર બની

ઈશ્વર અંચેલીકર (સુરત)

   

નારાયણી માની પણ...!

અમૃત માન્યું જેને મેં

એ હળાહળ નીકળ્યું

ગંગા સમ માની જેને મેં

એ ભ્રષ્ટ નીકળી પૂજતો રોજ

જેને હું એ નારાયણી માની નાગણી નીકળી

હમસફર માની જેને મેં

એ દગા બાજ નીકળી

લગ્ન કરી બાંધી જેને મેં

એ છૂટાછેડા લઈ ગઈ

'સુમન' સ્ત્રીનું નામજ 'દગા'

સુમન ઓઝા (ખેરાલુ)