Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
25 May 20261 min read
અજમાવી જૂઓ                                                  .

- લાદી પરની ચીકાશ દૂર કરવા લાદી પર થોડો લોટ ભભરાવી દેવો.

- ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે.

*મસાલા ખીચડી બનાવતી વખતે ઉતાવળ હોય તો વઘાર કરવાની માથાકૂટ કરવાને બદલે ખીચડીમાં જ લસણની કળી, ઝીણું સમારેલું ટામેટું, પાલખ, વટાણા નાખી જોઇતા પ્રમાણમાં મીઠું તથા બિરિયાની મસાલો નાખવા. ઝટપટ સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થશે.  

* કોલેરામાં દરદીના પેટ તથા પેડુ પર ઠંડા પાણીથી ભીંજવેલો ટુવાલ રાખવાથી ફાયદા થાય છે.

* કચોરીના મસાલામાં આમચૂરના સ્થાને લીંબુનો રસ ભેળવવાથી કચોરી સ્વાદિષ્ટ લાગશે.

*સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણા પલળી જાય બાદ તેને કોરા સ્વચ્છ કપડા પર પહોળા કરવાથી સાબુદાણામાનુંં પાણી શોષાઇ જતાં સાબુદાણા છૂટા થશે.

* કટલેટનું મિશ્રણ ઢીલું થઇ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે.

* લસણ સરળતાથી ફોલવા માટે કળીઓ પર તેલ લગાડી થોડી વાર રહેવા દઇ ફોલવાથી જલદી ફોતરા ઉતરી જશે.

* સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે પેપર પર થોડી વાર પાથરી રાખવાથી સાબુદાણા કોરા થઇ જશે. બાદમાં બટાકા તથા સીંગદાણાના ભૂક્કા સાથે ભેળવી જોઇતો મસાલો કરી વઘારવી. આ ખીચડી લોચા જેવી ન થતાં છૂટી થશે.

- મીનાક્ષી તિવારી