Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
21 Jul 20251 min read
અજમાવી જૂઓ                                                  .

- કેસર, કપૂર અને ચંદન વાટી ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે.

- વધુ પડતા માસિક સ્ત્રાવથી પીડાતી મહિલાઓને દાડમની સૂકી છાલનો ભૂક્કો એક ચમચી પાણી સાથે લેવાથી ફાયદો થશે. 

- એલ્યુમિનિયમના પ્રેશર કુકરમાંથી ડાઘા દૂર કરવા કાંદાનો ટુકડો રગડી ધોઈ નાખવું.

- અજમાને તવા પર શેકી તેનો બારીક ભુક્કો કરવો. અજમાના પાઉડરથી દાંત ઘસવાથી દાંત સાફ થશે અને પેઢા મજબૂત થશે.

-  મસૂરની દાળને વાટી તેમાં દહીં ભેળવી લગાડવાથી ચહેરા પરના કાળા ડાઘા દૂર થશે.

-  બે ચમચી કારેલાના તાજા રસમાં ચપટી હીંગ ભેળવી પીવાથી ડાયાબિટિસમાં ફાયદો થાય છે.  

-  ઇંડાની સફેદીનાં ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરી ચહેરા પર પંદર મિનિટ લગાડી રાખી હુંફાળા પાણીથી ધોઇ નાખવાથી  ત્વચા પરની કરચળી દૂર થશે

-   એક ચમચો વાટેલી ચણાની દાળમાં બે ચમચી દૂધ, એક ચમચી મધ ભેળવી ચહેરા પર  લગાડવાથી બ્લેક હેડ્સ દૂર થશે ઉપરાંત ત્વચા ચમકીલી થશે.

-  સિલ્કની સાડી ધોતી વખતે પાણીમાં થોડું મીઠું ભેળવવાથી સાડીનો રંગ ઝાંખો નહીં થાય

-  કરી (રસાવાળું મસાલેદાર શાક)ના ડાઘા વસ્ત્રો પરથી દૂર કરવા ટૂથપેસ્ટ તે સ્થાને લગાડી બે કલાક રહેવા દઇ ધોવું

-  આઇસ્ક્રિમના ડાઘા દૂર કરવા સ્પોન્જને બોરેક્ષ યુક્ત પાણીમાં નીચોવી ડાઘા પર રગડવું.

- મીનાક્ષી તિવારી