Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
17 Nov 20251 min read
અજમાવી જૂઓ                                                  .

* મધ કુદરતી મોઈશ્ચરાઈઝર છે. જે ત્વચાનું રૂક્ષપણું દુર કરે છે.

 કાચા બટાકાના ટુકડા આંખની આસપાસ લગાડવાથી કાળાશ દુર થાય છે. 

-  લીલી ચટણીમાં દહીં નાખવાને બદલે લીંબુ નીચોવાથી રંગ તથા સ્વાદ વધે છે તેમજ જલદી બગડતી નથી.

-  સલાડને લસણની સોડમ આપવા છૂંદેલું લસણ બાઉલના અંદરના ભાગમાં ફેરવવું.

-  મલમલના કપડા પર રાઇનું તેલ લઇ લેધર પર ઘસવાથી લેધર ચમકીલું થાય છે.

-  રસોડામાં ઉપયોગમાં લેવાતા કપડાને ચણાનો લોટ ભેળવેલ પાણીમાં પોણો કલાક બોળીને ધોવાથી કપડું બરાબર ધોવાય છે તેમજ તેમાંથી ચીકાશ પણ દૂર થાય છે. 

-  ખીલ, બ્લેકહેડ્સ તેમજ ત્વચાની રૂક્ષતા દૂર કરવા મેથીના પાનને વાટી તેમાં લીંબુન ોરસ ભેળવી ત્વચા પર રાતના લગાડવું.સવારે ચહેરો ધોઇ નાખવો. નિયમિત લગાડવાથી ચહેરા પર કરચલી પણ નથી પડતી તેમજ કોમ્પલેકશન  પણ સુધરે છે.  

- કોબીજને ખમણી તેનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચા તાજગીમય બને છે.

- હાથ-પગની ત્વચાની રૂક્ષતા દુર કરવા દહીં લગાડવું. થોડીવાર બાદ હુંફાળા પાણીથી સ્નાન કરવું.

- જવના લોટમાં લીંબુ અને દૂધ ભેળવી પેક બનાવવો. ત્વચાને સ્વચ્છ કરી ચમકીલી બનાવે છે.

- લીંબુની છાલને કોણી પર રગડવાથી કાળાશ દુર થાય છે.

- મીનાક્ષી તિવારી