Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
4 Aug 20251 min read
અજમાવી જૂઓ                                                  .

મકાઇની ખીચડી બનાવતી વખતે મકાઇના દાણાને બાફી તેને વાટતી વખતે થોડું દૂધ ભેળવવાથી મકાઇ મુલાયમ થશે તેમજ મીઠો સ્વાદ આવશે.

રાત્રે ૧૦-૧૨ કાળી દ્રાક્ષ પલાળી સવારે નયણા કોઠે ખાવાથી કબજિયાત દૂર થાય છે.

-  ગરમ પાણીમાં કોપરેલ નાખી કઠોળ બાફવાથી કઠોળ સારા તથા જલદી બફાય છે.

- દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો બે બટાકા નાખી દેવાથી દાળ સ્વાદિષ્ટ થશે.

- ગુલાબ જાંબુના માવામાં થોડુ ંપનીર ભેળવવાથી ગુલાબજાંબુ નરમ થાય છે.

- જામી ગયેલા ગુંદરમાં થોડો વિનેગર નાખી હલાવવાથી ગુંદર ઉપયોગમાં લઇ શકાય છે.

- ચોંટેલી ટપાલ ટિકીટને ફ્રિઝનાં બરફના ખાનામાં મૂકવાથી છૂટી થાય છે.

- અથાણામાં સરકો નાખવાથી અથાણાનો રંગ તેમજ સ્વાદ વરસના અંત સુધી જળવાઇ રહે છે.

- હુંફાળા પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં સ્વચ્છ કપડું બોળી ફ્રીઝ લૂછવાથી ડાઘા દૂર થાય છે.

- કપૂરનું તેલ ફર્નિચરનાં ખૂણાઓ પર લગાડવાથી માંકડ કે વાંદા થતા નથી.

- પગ પર ગોટલા ચડી જાય તો કોપરેલ ગરમ કરી માલિસ કરવાથી રાહત થાય છે.

- મોચ આવવાથી સોજો ચડી જાય તો રાહત પામવા હળદર અને ખાવાનો ચૂનો વાટીને ગરમ લેપ કરવો.

- મીનાક્ષી તિવારી