Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
1 Dec 20251 min read
અજમાવી જૂઓ                                                  .

પાલકનો લીલો રંગ જાળવી રાખવા રાંધતી વખતે તપેલું કે કઢાઇ ખુલ્લી રાખવી.

પેટમાં ગેસ થતો જણાય કે ગઠિયાવાની તકલીફ હોય ત્યારે મેથીની ભાજીનું શાક નિયમિત ખાવાથી ફાયદો થશે.

જી બાથરૂમની બહાર અખબારોની થોકડી મુકવાથી પગનું પાણી આસાનીથી શોષાઇ જશે. આ માટે અખબારના કેટલાક પાના લઇ તેને ચારે બાજુ સ્ટેપલ કરી ભેગા કરી દેવા.

- કપડા પરથી તેલના ડાઘા દૂર કરવા તે સ્થાન પર ટેલ્કમ પાવડર છાંટી બીજા દિવસે સાબુથી ધોઇ નાખવું.

- કપડા પર લાગેલા સ્યાહીના ડાઘા દુર કરવા તે ભાગ પર વિનેગાર લગાડયા પછી બ્લોટિંગ ટેબલ દબાવવાથી ડાઘા દુર થશે.

- કપડા પર બોલપેનના ડાઘા લાગ્યા હોય તો રૂ ના પૂમડામાં સ્પિરિટ લઇને ઘસ્યા પછી તે કપડું ધોઇ નાખવું.

- ઘીની તાજગી જાળવી રાખવા ઘી ની બરણીમાં સિંધવનો ગાંગડો મુકવો.શેમ્પુમાં લીંબુના થોડા ટીપા મેળવી વાળ ધોવાથી વાળની ચમક વધે છે.

- આઇસ્ક્રીમના સ્કૂપ બરાબર નીકળે એ માટે સ્કૂપને ઠંડા આઇસ્ક્રીમમાં નાખતા પૂર્વે ગરમ પાણીમાં ડૂબાડવી.

- વાસણમાં ખાદ્ય પદાર્થ ચોંટી ગયો હોય તો મુંઝાશો નહીં. વાસણને સાફ કરવા તેમાં પાણી ભરી અડઘો કપ બેકિંગ સોડા નાખી ઉકાળવાથી ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થો ઉખડી જશે.

- મેથીના લીલા પાનની પોટલી બનાવી ઇજા થઇ હોય એ ભાગ પર બાંધવાથી ઇજાને કારણે ચડેલો સોજો ઉતરી જાય છે.

- મીનાક્ષી તિવારી