Get The App

મૂંઝવણ .

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image


- મારી પત્નીનું ગર્ભાશય નાનું છે. બીજી સમસ્યા એ છે કે સમાગમ બાદ વીર્ય યોેનિમાંથી તરત જ બહાર વહી જાય છે. તેથી એ ચિંતા થાય છે કે અમે ક્યારેય સંતાનનું સુખ પ્રાપ્ત કરી શકીશું ખરાં?

મારા લગ્ન થયાંને ત્રણ વર્ષ થઈ ગયાં છે. હું  ૨૪ વર્ષનો છું. અને શહેરમાં રહું છું. મારી ૨૧ વર્ષની ઉંમરની પત્ની ગામડામાં રહે છે. થોડા સમય પહેલાં મારી પત્નીને પેટમાં તકલીફ થતાં મેં ડોક્ટરને બતાવી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું.

અલ્ટ્રાસાઉન્ડ મુજબ મારી પત્નીનું ગર્ભાશય નાનું છે. તેની લંબાઈ ૫.૯ સેન્ટિમીટર, જોડાઈ ૩.૪ સેન્ટીમીટર અને પહોળાઈ ૨.૮ સેન્ટિમીટર છે.

ડોેક્ટરનું કહેવું છે કે ગર્ભાશયને સામાન્ય આકારમાં લાવવા માટે ત્રણ મહિના સુધી દવા કરાવવી પડશે. આ સમસ્યા અંગે અમે બીજા એક ડોેક્ટરની સલાહ લીધી. તેમનું કહેવું હતું કે  ગર્ભાશય નાનું નથી, પરંતુ તેમાં સોજો આવી ગયો છે. આ સ્થિતિમાં અમને ખબર નથી પડતી કે અમારે શું કરવું જોઈએ.

બીજી સમસ્યા એ છે કે સમાગમ બાદ વીર્ય યોેનિમાંથી તરત જ બહાર વહી જાય છે. તેથી એ ચિંતા થાય છે કે અમે ક્યારેય સંતાનનું સુખ પ્રાપ્ત કરી શકીશું ખરાં?

- એક  પતિ (સુરત)

* તમારા પત્નીના ગર્ભાશયનું કદ બિલકુલ  સામાન્ય છે. એવી સ્ત્રીઓ કે જે માતા નથી શકતી. તેમના ગર્ભાશયની સામાન્ય લંબાઈ ૪.૫ થી ૯.૦ સે.મી જાડાઈ ૧.૫ થી ૩.૦ સે.મી. તથા પહોળાઈ ૪.૦ થી ૫.૫ સે.મી.ની વચ્ચે હોય છે. જેના આધારે માત્ર એટલું જ કહી શકાય કે પહોળાઈની દ્રષ્ટિએ તમારી પત્નીનું ગર્ભાશય થોડું ઓછું પહોળું છે, પરંતુ આ કારણે માતા બનવામાં તેમને કોઈ મુશ્કેલી આવવી ના જોઈએ.

જ્યાં સુધી ગર્ભાશયમાં સોજો આવવાની સમસ્યા છે, અલ્ટ્રાસાઉન્ડના આ રિપોર્ટમાં એવા કોઈ લક્ષણો દેખાતા નથી. તમે એ ડોક્ટરને પૂછો કે તમે આવું કયા આધાર પર કહી રહ્યા છે. જો સોજો હોવાની વાત સંપૂર્ણ સાચી હોય તો તેની વ્યવસ્થિત સારવાર કરાવો.

સમાગમ બાદ યોનિમાંથી વીર્ય બહાર નીકળી જવું એક સામાન્ય વાત છે. આવો અનુભવ ઘણાં દંપતીઓને થતો હોય છે. તેનાથી એ અંદાજ ન લગાવવો જોઈએ કે  શુક્રાણુ પોતાની મંજિલ તરફ આગળ વધી શકતા નથી. સત્ય એ છે કે વીર્યમાં શુક્રાણુઓનો અંશ માત્ર ચાર ટકાથી પણ ઓછો હોય છે અને તેમાં જ કરોડોની સંખ્યામાં શુક્રાણુ હાજર હોય છે. તેમાંથી થોડા શુક્રાણુ જ યોનિમાર્ગ અને ગર્ભાશય ગ્રીવાથી પસાર થઈને સ્ત્રીબીજ નલિકામાં પહોંચે છે. યોગ્ય સમયે સ્ત્રીબીજ પાસે પહોંચી જાય તો શુક્રાણુ અને સ્ત્રીબીજના મિલનથી સંતાનનું બીજ પડી શકે છે.

લગ્નના  ત્રણ વર્ષ પછી પણ તમારી પત્ની સગર્ભા નથી બની શકી તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે જુદી જુદી જગ્યાએ રહેવાના કારણે તમે બંને એ દિવસોમાં સાથે   નહીં રહ્યા હોય કે જ્યારે ગર્ભધારણનો સંયોગ હોય. માસિકચક્રના નિયમિત ૨૮-૩૦ દિવસ થતાં સ્ત્રીમાં આ સંયોગ માસિકચક્રના ૧૨ થી ૧૬મા દિવસ વચ્ચે બની શકે છે. 

જો તમે એક વર્ષ સાથે રહેવા છતાં પણ સંતાનની ઈચ્છા પૂરી નથી કરી શક્યાં તો બહેતર એ છે કે તમે તમારી અને પત્નીની કોઈ ઈનફર્ટિલિટી નિષ્ણાત પાસે વિધિસર તપાસ કરાવો.

હું ૧૯ વર્ષનો યુવક છું. મારી લંબાઈ મારા પરિવારના બીજા સભ્યો અને મારા મિત્રોની સરખામણીમાં થોડી ઓછી છે. શું આવા સંજોગોમાં લંબાઈ વધારનારા હોર્મોન અથવા છાપાં, સામયિકોમાં છપાતી દેશી દવાઓ ઉપયોગી સાબિત થઈ શકે છે? આવી દવાઓની કોઈ આડઅસર તો નથી થતી ને?

- એક યુવાન - (કપડવંજ)

* ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરાયેલા અભ્યાસો પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીય યુવકોની ઊંચાઈ ૧૭-૧૮ વર્ષની ઉંમર પછી વધતી નથી. આટલી ઉંમરે પહોંચ્યા પછી હાડકાં પોતાની વધવાની ક્ષમતા ગુમાવી બેસે છે. કોઈપણ દવા અથવા હોર્મોન તેમાં આ ક્ષમતા ફરીથી જાગૃત કરી શકતાં નથી. ઘણી જાહેરખબરમાં એવો દાવો કરવામાં આવતો હોય છે કે તેમની દવા કોઈપણ ઉંમરમાં કામ કરી શકે છે, પરંતુ આવી જાહેરાતોથી ગેરમાર્ગે દોરાયા સિવાય સાચું શું છે તે જાણો.

- અનિતા

Tags :