Get The App

મૂંઝવણ .

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
મૂંઝવણ                                                               . 1 - image


- મારાં લગ્નને બે વર્ષ થયાં છે. અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મારું શિશ્ન કડક નથી થતું. સંભોગ વખતે મને ક્યારેય વીર્ય નથી નીકળ્યું. 

* હું ૨૨ વર્ષની પરિણીત મહિલા છું. મારા પતિની ઉંમર ૩૧ વર્ષ છે. અમારા લગ્નને ૧ વર્ષ થયું છે, પરંતુ ઈચ્છવા છતાં પણ હું ગર્ભવતી થઈ શકતી નથી. આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ કે હું મા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકું?

એક યુવતી (જામનગર)

* કદાચ તમે હકીકત જાણતા હશો કે મહિલાના પ્રેગ્નન્ટ થવા માટે જરૂરી છે કે પતિપત્ની એ દિવસોમાં શારીરિક સંબંધ બાંધે જે દિવસોમાં મહિલામાં સંતાન ઉત્પત્તિના સંજોગ બનતા હોય. આ સંજોગ મહિલાના માસિકચક્રના મધ્યમાં ઓવરીમાંથી ઇંડું છૂટું પડવાના ૪૮ થી ૭૨ કલાક પહેલાં અને ઠંડું છૂટું પડયાના ૪૮ કલાક સુધી ચરમ પર હોય છે, આ સમયગાળા દરમિયાન સમાગમમાં જો પતિના શુક્રાણુ બીજ પત્નીના ઇંડાં સાથે ફલિનીકરણ કરી લે ત્યારે પ્રેગ્નન્સી થઈ શકે છે.

સારું એ રહેશે કે તમે તમારા પતિ સાથે કોઈ ઈન્ફટલિટી નિષ્ણાતની સલાહ લો.

ઉપલબ્ધ આંકડા અનુસાર દેશમાં ૧૫ ટકા દંપતી ઈચ્છવા છતાં પણ સંતાનસુખ પ્રાપ્ત નથી કરી શકતા. નિ:સંતાનપણાની આ સમસ્યા માત્ર મહિલાઓ સાથે જોડાયેલી નથી હોતી. સંતાન ન થવાના ૨૫ થી ૪૦ ટકા કિસ્સામાં પરેશાની પુરુષ વંઘ્યત્વ સાથે જોડાયેલી હોય છે. ૪૦ ટકા કિસ્સામાં ખામી મહિલાની પ્રજનનક્ષમતામાં હોય છે. જ્યારે ૧૦ ટકા કિસ્સામાં સ્થિતિ મહિલાપુરુષ બંને સાથે જોડાયેલી હોય છે અને લગભગ આટલા કિસ્સામાં બધા પરીક્ષણ અને તપાસ છતાં સ્પષ્ટ નથી થઈ શકતું કે પ્રેગ્નન્સી કયા કારણસર થઈ નથી રહી. 

સારું એ રહેશે કે તમે તમારા પતિ સાથે કોઈ સારા ઈન્ફટલિટી નિષ્ણાતને મળો. બની શકે કે તમારી સમસ્યા બિલકુલ સામાન્ય હોય અને તેનું સમાધાન પણ ખૂબ જલદી મળી જાય. આમ પણ તમારી ઉંમર તમારા બંનેની તરફેણમાં છે. ૧૯ થી ૨૫ ની વચ્ચેની ઉંમરે મા બનવા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મહિલાના પ્રજનન અંગ, યૌન હોર્મોન અને મનોદૈહિક લય પ્રજનન માટે સૌથી વધારે અનુકૂળ અવસ્થામાં હોય છે.

 * મારાં લગ્નને બે વર્ષ થયાં છે. અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મારું શિશ્ન કડક નથી થતું. સંભોગ વખતે મને ક્યારેય વીર્ય નથી નીકળ્યું. મેડિકલ સ્ટોરમાંથી ઇન્દ્રિય ઉત્તેજિત કરવા માટે ગોળી લીધી, પણ એનાથી ક્યારેક ઉત્તેજિત થાય છે તો ક્યારેક બિલકુલ અસર નથી થતી યોગ્ય માર્ગદર્શન આપશો.

એક પતિ (ગોધરા)

* તમને ઇચ્છા થાય છે, પણ ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવતી નથી અને સમાગમ કરો છો ત્યારે ચરમ અવસ્થાએ નથી પહોચતા એને પરિણામે વીર્યસ્ખલન નથી થતું. તમારી કામેચ્છા યથાવત્ છે, પણ ઇન્દ્રિયમાં વધુ સખતપણું લાવવાની આવશ્યકતા છે. એ માટે તમે દેશી વાયેગ્રાનો સહારો લઇ શકો છો. દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવાથી આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થશે.

ઘણી વ્યક્તિઓ સંભોગ એટલે યોનિમાર્ગમાં ઇન્દ્રિય નાખીને પડયા રહેવું એમ સમજતી હોય છે અને વીર્ય નીકળવાની રાહ જોતી હોય છે. સંભોગ કરતી વખતે વ્યક્તિએ આગળ-પાછળ મૂવમેન્ટ કરવાની જરૂર છે જેથી ઘર્ષણને કારણે આનંદમાં અભિવૃદ્ધિ થાય છે અને પરિણામે તે  સ્ખલન અવસ્થા પર પહોંચે છે. આમ છતાં જો તમને સ્ખલન ન થાય તો ઇન્દ્રિયના યોનિપ્રવેશ પછી તમારી પત્નીને પગને આંટી (એક પગની એડી પર બીજા પગની એડી મૂકવી) મારવાનું કહેવું. આમ કરવાથી ઇન્દ્રિય અને યોનિ વચ્ચેની પકડ વધુ મજબૂત થશે, ઘર્ષણમાં વધારો થશે અને સહેલાઇથી સ્ખલન અવસ્થા પર પહોંચી જવાશે.

- અનિતા

Tags :