Magazines

મૂંઝવણ .

By GS TEAM
20 Apr 20264 mins read
મૂંઝવણ                                                               .

- મારો બોયફ્રેન્ડ મને ઉત્તેજિત કરે છે અમે સંભોગ કરવા માગીએ છીએ, પણ કોન્ડોમ સલામત નથી એવું મારો  બોયફ્રેન્ડ  માને છે.

હું  પોસ્ટ ગ્રેજ્યુએટમાં  અભ્યાસ કરું છું. મારે એ જાણવું છે કે  શું કોઈ છોકરીનો  યોનિપટલ તૂટયો ન હોય તો પણ પ્રેગનન્ટ થઈ શકે?

એક યુવતી (નડિયાદ)

* યોનિપટલની અંદર કુદરતી રીતે જ એક છેદ હોય છે. આથી સંભોગ કર્યા વગર  વીર્ય બહાર આવી જતું હોય, પરંતુ કોઈ  કારણસર એકાદ ટીપું વીર્ય યોનિની અંદર પડે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નકારી ન શકાય.

હું  ૧૮ વર્ષનો યુવાન છું.  મને મારી ઈન્દ્રિય  બહુ નાની  લાગે છે. આને લીધે મારી સેક્સલાઈફમાં સમસ્યા સર્જાશે એવી ચિંતા મને સતાવી રહીછે. શું શિશ્નની લંબાઈ વધારવા માટે એક્સરસાઈઝ અથવા કોઈ લુબ્રિકેન્ટ કે મેડિસીન  છે?

એક યુવક (ડાકોર)

* બહુ  સહેલો ઉપાય છે. ઘણી વખત સૂતેલી અવસ્થામાં ઈન્દ્રિય નાની હોય છે એટલે આપણને એમ લાગે કે ઈન્દ્રિય નાની છે.  ખાસ કરીને સુન્નત ન  કરાવી હોય એવા લોકોમાં આવું જોવા  મળે છે.  હકીકતમાં  ઉત્તેજિત અવસ્થામાં જુઓ તો એ પ્રમાણમાં  વધુ મોટી થાય છે.

યોનિમાર્ગની જાતીય લંબાઈ છ ઈંચ  છે. આગલા એક તૃતીયાંશ ભાગમાં જ સ્પર્શજ્ઞાાન છે એટલે આગળના બે ઈંચના હિસ્સામાં જ દરેક સ્ત્રી સંભોગના સુખ માટે ઈન્ટરેસ્ટેડ  હોય છે, નહીં કે લિંગની લંબાઈમાં. તમારી ઈન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બે ઈંચ  હોય તો બસ છે.

ઘણી વખત  આજુબાજુમાં વધારે પડતા  વાળ હોવાથી પણ ઈન્દ્રિય નાની હોવાનો  ભાસ થતો હોય છે. આ વાળ રાખવાથી કોઈ ફાયદો નથી થતો. નિયમિત વાળ કાપવાથી ગરમીથી પણ બચી શકાય છે. કાતર કે રેઝરથી આ વાળ કાપી શકાય.

હું ૧૯ વર્ષની યુવતી છું, અને ૨૧ વર્ષના યુવાન સાથે છ મહિનાથી સેક્સ્યુઅલ સંબંધો છે. અઠવાડિયામાં  બે વખત હસ્તમૈથુન  કરુ છું, પણ મારો બોયફ્રેન્ડ   મને ઉત્તેજિત કરે છે ત્યારે  એ જ પરાકાષ્ઠાનો  અનુભવ નથી થતો. એનું  કારણ શું?  કોન્ડોમ સિવાય બીજું કોેઈ કોન્ટ્રાસેપ્ટિવ છે? અમે સંભોગ કરવા માગીએ છીએ, પણ કોન્ડોમ સલામત નથી એવું મારો  બોયફ્રેન્ડ  માને છે.

એક યુવતી (રાજકોટ)

* કોન્ડોમ  સરખી રીતે વાપરવામાં આવે  તો સલામત છે. કોન્ટ્રાસેપ્ટિવ ટેબ્લેટ વાપરી શકાય.  જો કે ટેબ્લેટ લીધા પછી પણ પ્રથમ બે અઠવાડિયા સુધી કોન્ડોમ અચૂક  વાપરજો. બોયફ્રેન્ડ તમને ઉત્તેજિત ન કરી શખતો હોય એનાં જુદાં જુદાં  કારણો હોઈ શકે. કદાચ તમે ઈચ્છતા હો એ રીતે તે તમને ઉત્તેજિત  કરતો  ન  હોય. તમે તમારી પસંદ-નાપસંદ  એને જણાવો તો વધુ સારું. કદાચ તમે પ્રેગનન્ટ બની જાઓ એનો  એને ડર હોય  અથવા તમે કલ્પનાઓમાં જ વાસ્તવિક પરિસ્થિતિ કરતાં વધુ ઉત્તેજિત થતાં હો એવુંય હોય. 

મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે. મારે એક દીકરી પણ છે, પરંતુ મારા પતિને  શીઘ્રસ્ખલનની  તકલીફ છે. યોગ્ય દવા સૂચવવા  અને એ દવા ક્યારે અને કેવી રીતે લેવી  એ જણાવવા વિનંતી.

એકપત્ની  (સંખેડા)

* શીઘ્રસ્ખલનની સમસ્યાનાં  ઘણાં કારણો હોઈ શકે. દા.ત. (૧) ઈન્દ્રિયના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, (૨)   પ્રોસ્ટેટ  અથવા મૂત્રમાર્ગમાં  ઈન્ફેક્શન, (૩) ડાયાબિટીઝની  શરૂઆત,(૪)  સમાગમ પૂર્વે  તીવ્ર કામેચ્છા અથવા તીવ્ર કામાવેગવગેરે. ઉત્તમ વસ્તુ એ  રહેશે કે કારણ શોધીને  પછી એનો યોગ્ય ઈલાજ કરવો  જોઈએ, જે અઘરું નથી.

ઘણા  ખરા કિસ્સામાં જો સમાગમના  ચારથી પાંચ કલાક પહેલાં  પેરોક્સિટીન ની ૨૦ મિલીગ્રામની ગોળી  લેવામાં આવે તો શીઘ્રસ્ખલન  વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. આયુર્વેદમાં   શીઘ્રસ્ખલન માટેની જે પણ અકસીર દવાઓ છે  એમાં મહદઅંશે અફીણનો ઉપયોગ થતોહોય છે. અફીણનું સેવન લાંબા સમયે શરીરમાં દુર્બળતા લાવી દે છે. અને શારીરિક સુખ માટે અફીણનું સેવન હિતકારી નથી.

ડૉક્ટર સાહેબ, મારા લગ્નને પાંચ વર્ષ થયાછે, પણ હજી સુધી અમને કોઈ સંતાન નથી. એ માટે મારા  શુક્રજંતુની ટેસ્ટ કરાવવી છે.  તો આ ટેસ્ટિંગ  બાબતમતાં યોગ્ય માર્ગદર્શન  આપવા વિનંતી.

એક પુરુષ (અમદાવાદ)

* જ્યારે તમે  શુક્રજંતુની ટેસ્ટ કરાવો  ત્યારે એ ખ્યાલ રાખવો કે ટેસ્ટના ત્રણ-ચાર દિવસમાં વીર્યસ્ખલન થયેલું હોવું જરૂરી છે.  કારણ કે જો લાંબો સમય  સુધી વીર્યસ્ખલન ન થયું હોય અને પછી જો તમે ચેકિંગ   કરાવો તો શુક્રજંતુની ગતિમાં અવરોધ દેખા દઈ શકે છે.

બે સ્ખલન  વચ્ચે  ઓછામાં ઓછું ત્રણથી ચાર દિવસનું  અંતર હોવું જરૂરી છે. વીર્ય હમેશાં લેબોરેટરીમાં  જઈને  પછી જ સ્ટરિલાઈઝ બોટલમાં કાઢીને આપવું. જોે એ શક્યન હોય  તો  લેબોેરેટરીમાંથી બોટલ લઈ આવીને  ઘરે જ વીર્યસ્ખલન કરીને અડધા કલાકમાં  એ બોટલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે પહોંચાડી દેવી જોઈએ.

ઘણી  વખત વ્યક્તિ  પ્રેશરમાં હોય અથવા  બીજા કારણોસર  લેબોરેટરીમાં વીર્ય કાઢી ન શકે તો બીજી વાર કામોત્તેજક  પુસ્તકોનો સહારો લઈને વીર્યસ્ખલન કરવું જોઈએ અથવા અનુકૂળ વાતાવરણમાં વીર્યસ્ખલન કરીને બને એટલું જલદી લેબોરેટરીમાં પહોંચાડી દેવું જોઈએ.

- અનિતા