Magazines

મૂંઝવણ .

By GS TEAM
11 Aug 20253 mins read
મૂંઝવણ                                                               .

- મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. 

* મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.

એક પત્ની  (સુરત)

* સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.

* હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી. તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી. આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે. અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી. હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું. એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.

એક એક યુવતી (મુંબઈ)

* તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.

* હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે. તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું. એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.

એક પુરુષ (રાજકોટ)

* સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય. દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. 

તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે. જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

- અનિતા