Magazines

સૌંદર્ય સમસ્યા .

By GS TEAM
28 Jul 20252 mins read
સૌંદર્ય સમસ્યા                                                                    .

- મારા હોઠ બહુ કાળા દેખાય છે.મને લિપસ્ટિક લગાડવાનું બહુ મન થાય છે પરંતુ કાળા હોઠ પર લિપસ્ટિક ખરાબ લાગશે તે વિચારી હું લગાડતી નથી. 

હું ૧૯ વરસની યુવતી છું. મારા ગાલ ચીપકેલા છે. જે બહુ ખરાબ દેખાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (અમદાવાદ)

* સામાન્ય રીતે શરીરની રચના કુદરતી હોય છે. તમારા ગાલ પહેલેથી જ બેસેલા હશે. તમારા નિયમિત ગાલનો વ્યાયામ કરવો પડશે. મોઢામાં હવા ભરો અને ધીરેધીરે ગાલને ફૂલાવો આ રીતે નિયમિત દસ વાર કરવાથી ગાલ ફૂલેલા થશે.

હું ૨૦ વરસની વિદ્યાર્થીની છું. મારા વાળ પહેલાં ખૂબ લાંબા હતા પરંતુ હવે ખરવા લાગ્યા છે. વાળ ખરવાની સમસ્યાથી માનસિક તાણ અનુભવું છું. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (વાપી)

* વાળ ખરવાના ઘણા કારણો હોઇ શકે છે. વાળમાં ખોડો હોય તો પણ વાળ ખરે છે. લાંબી બીમારી કે પછી દવા વધારે પ્રમાણમાં લેવાતી હોય.તમે પહેલાં આમાંથી તમને લગતું કારણ શોધો. વાળમાં ખોડો હોય તો ખોડો દૂર કરવાના ઉપાયો શોધો.બ્રાહ્મી તેલને હુંફાળું કરી વાળમાં માલિશ કરો. અને ત્યાર બાદ ટર્બન થેરપી આપો. જાડા ટુવાલને હુંફાળા પાણીમાં બોળી વાળ પર બાંધી રાખો. ઠંડુ પડે પછી ફરી કરો. આ રીતે બે-ત્રણ વાર કરવું.વાળ ધોવા માટે ઊચ્ચગુણવત્તાયુક્ત શેમ્પુ વાપરવું તેમજ કંડિશનિંગ કરવું.

હું ૨૨ વરસની યુવતી છું. મારો વાન શ્યામ છે.મારા હોઠ બહુ કાળા દેખાય છે.મને લિપસ્ટિક લગાડવાનું બહુ મન થાય છે પરંતુ કાળા હોઠ પર લિપસ્ટિક ખરાબ લાગશે તે વિચારી હું લગાડતી નથી.  મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી (દાણુ)

* કાળો વાન ધરાવતી ઘણી યુવતીઓ લિપસ્ટિક લગાડતી હોય છે. વિદેશની હબસી જાતિ તો કાળા કોલસા જેવી જ હોય છે પરંતુ તેઓ પણ લિપસ્ટિક લગાડે છે. તમે નાહકના મૂંઝાઓ છો.તમને પસંદ હોય તે રંગની લિપસ્ટિક બિનધાસ્ત લગાડો. કાયમ માટે તમે આ સમસ્યામાંથી મુક્ત થવા માંગતા હો તો પરમેનન્ટ લિપસ્ટિક પણ કરાવી શકો છો.તેમાં હોઠનો રંગ કુદરતી જ પિન્ક (ગુલાબી) રહે છે.અને હોઠની કાળાશ દૂર થાય છે.તે માટે તમારે કોસ્મેટિક નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ.

હું ૨૦ વરસની યુવતી છું. મને કાજળ લગાડવાનો શોખ છે. હું વોટરપ્રુફ કાજળ લગાડું છું છતાં કાજળ આંખ બહાર ફેલાઇ જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.

એક યુવતી (ગુજરાત)

* તમારી સમસ્યાનો સૌથી ઉત્તમ નિવારણ આઇલાઇનર છે. તે કાજળની માફક જલદી રેલાઇ નહીં જાય. આ ઉપરાંત કોસ્ટિક નિષ્ણાંતની સલાહ લઇ પરમેનન્ટ આઇલાઇનર પણ કરાવી શકો છો.

- જયવિકા આશર