સૌંદર્ય સમસ્યા .

- સુખડ લગાડવાની સલાહ ઘણી વખત આપવામાં આવતી હોય છે. પરંતુ મારે એ જાણવું છે કે મારે સુખડનો પાવડર વાપરવો કે સુખડનું લાકડું વાપરવું જોઇએ?
હું ૨૩ વરસની યુવતી છું. હોઠને કોમળ બનાવવાની ટિપ્સ આપશો.
એક યુવતી (મુંબઇ)
* હોઠને કોમળ બનાવવા માટે ક્રીમ બેસ્ડ તેમજ મોઇશ્ચરાઇઝરયુક્ત લિપસ્ટિકની પસંદગી કરવી.
ઘર બહાર નીકળતા લિપસ્ટિક ન લગાડી હોય તો હોઠ પર સનસ્ક્રીન લગાડવું ભૂલવું નહીં.
જૂની લિપસ્ટિકનો ઉપયોગ કરવો નહીં.
હોઠ પર વારંવાર જીભ ન ફેરવવી તેમજ દાંતથી હોઠ દબાવવા નહીં.
પહેલી વાર લિપસ્ટિક લગાડો ત્યારે હળવા શેડથી શરૂઆત કરવી.
હું ૨૫ વરસની યુવતી છું. મારી આંગળીની આસપાસ ક્યુટિકલ્સ થઇ ગયા છે તેને દૂર કરવાના ઉપાય જણાવશો. મારી બીજી સમસ્યા એ છે કે હું આઇબ્રો તેમજ અપર લિપ્સ કરાવું છું ત્યારે મારી ત્વચા લાલાશ પડતી થઇ જાય છે તેમજઘણી વાર દાણા ફૂટી આવે છે. મારી આ સમસ્યાનું નિવારણ જણાવશો.
એક યુવતી (મુંબઇ)
ક્યુટિક્લસને દૂર કરવાબદામના તેલથી મસાજ કરશો તેમજ પપાયા તથા અનાનસના ગરમાં ૧૦-૧૫ મિનિટ આંગળી નિયમિત રાકશો. ત્યાર બાદ ક્યુટિકલ પુશરની મદદથી ક્યુટિક્લસને અંદરની તરફ ધકેલશો. તમારી બીજી સમસ્યા પરથી જણાય છે કે તમારી બ્યુટિશિયન વાળને જોરથી આડેધડ ખેંચે છે. જેથી ત્વચા લાલાશ પડતી થઇ જાય છે. તેને હળવેથી ખેંચવાનું કહો તેમજ આઇબ્રો તથા અપર લિપ્સ કરાવ્યા બાદ તે સ્થાને બરફ રગડશો.
હું ૧૯ વરસની યુવતી છું. સુખડ લગાડવાની સલાહ ઘણી વખત આપવામાં આવતી હોય છે. પરંતુ મારે એ જાણવું છે કે મારે સુખડનો પાવડર વાપરવો કે સુખડનું લાકડું વાપરવું જોઇએ. મારી આ મૂંઝવણનું નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)
ચહેરા પર ફોડલીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રણ કરી લગાડવામાં આવે છે. બન્ને રીતે લગાડવા સુખડનો પાવડર સારો રહેશે, પરંતુ સુખડીની પેસ્ટ જ લગાડવી હોય તો તેનું લાકડું ઘસીને લગાવવું વધુ ફાયદાકારક છે.
હું ૨૧ વરસની યુવતી છું. મારી આંખની આસપાસન ી ત્વચા રૂક્ષ તથા નિસ્તેજ લાગે છે. મારી ત્વચા સામાન્ય થાય તેના ઉપાય જણાવશો.
હાલમાં મારી બહેનનુંં સગપણ થયું છે. પહેલાં તો કદી મને કદી ચહેરા પર ખીલ થતા નહોતા. પરંતુ હમણાં હમણાં થવા લાગ્યા છે. તેની આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઇ)
કોપરેલ તથા બદામનું તેલ સપ્રમાણ ભેળવી આંખની આસપાસ હળવેહળવે મસાજ કરશો. ૧૫ મિનિટ બાદ ઠંડા દૂધથી રૂના પૂમડાની મદદથી લૂછી નાખશો.
તમારી બહેનની સમસ્યાના નિવારણ તરીકે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું, માનસિક તાણથી દૂર રહેવું. રોજિંદા આહારમાંથી સાકર,તળેલી-મસાલેદાર વાનગીઓ, જંકફૂડનું પ્રમાણ નહીંવત કરવું તેમજ સોફ્ટ ડ્રિન્ક તથા કેક-મીઠાઇ પણ ખાવા નહીં, તેમજ ઊજાગરા કરવા નહીં. બે ચમચા મુલતાની માટીમાં ચપટી કપૂરનો ભૂક્કો તથા પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરી મુલાયમ પેસ્ટ બનાવી ખીલ પર લગાડવી. નિયમિત કરવાથી ફાયદો થશે.
- જયવિકા આશર









