Magazines

સૌંદર્ય સમસ્યા .

By GS TEAM
2 Mar 20263 mins read
સૌંદર્ય સમસ્યા                                                                    .

- રૂક્ષ ત્વચા માટે મુલતાની માટી,ચણાનો લોટ અથવા  જવનો લોટ, ઇંડુ, માખણ અથવા મલાઇ, બદામનું તેલ, મધ, હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવું.  

હું ૨૦ વરસની યુવતી છું, વાળમાં મહેંદી લગાડવાથી ફાયદો થાય? એને પધ્ધતિસર લગાડવાની રીત જણાવશો. મહેંદીથી વાળ લાલ-કેસરી રેગના થઈ જાય છે તે મને ગમતું નથી. તો તેવાં ન થાય તે મો શું તકેદારી રાખવી તે પણ જણાવશો.

- એક યુવતી (વડોદરા)

* મહેંદીમાં કુદરતી લાલ રંગ હોય છે તેથી વાળમા ંલગાડવાથી રંગ તો ફરક પડે હા, પરંતુ સફેદવાળ હોય તો તે લાલ-કેસરી  અવશ્ય થઈ જશે. કાળા વાળ પર રંગ આવશે નહીં. મહેંદી એ ઉત્તમ કંડિશનર છે.  ૩૦૦ ગ્રામ મહેંદીમાં બે ચમચા બદામનો પાવડર ભેળવી પાણી નાખી ઘટ્ટ બનાવી વાળમાં  નાખવી. ૩૦ મિનિટ રહી વાળ ધોઈ નાખવા. મહેંદીથી  વાળ ચમકીલા રેશમ જેવા થાય છે.

હું ૧૩ વરસનો યુવક છું, મારા નાકની ત્વચા તૈલીય છે. અને હંમેેશા મને તે જ સ્થાને ખીલ થાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

- એક યુવક (ગાંધીનગર)

* કિશોરાવસ્થામાં આ પ્રકારની તકલીફ થતી સામાન્ય છે. સૌથી મહત્ત્વનું છે. તમારી ત્વચાને સ્વચ્છ રાખો. ઠંડા ગુલાબજળથી ત્વચા વારંવાર લૂછો. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો. ખીલને ફોડવાની કે કોતરવાની ભૂલ ન કરશો. રોજિંદા આહારમાંથી ઠંડા પીણા, મિઠાઈ, મસાલેદાર તળેલી વાનગીઓનું પ્રમાણ ઓછું કરી નાખો, એક ચમચો ચણાના લોટમાં લીંબુનો  રસ ભેળવી રોટેટિંગ મેનરમાં લગાડો.  સુકાઈ જાય બાદ ગુલાબજળથી  હળવે હળવે લૂછવો.

આ સામાન્ય નિયમો નિયમિત પાળવાથી થોડા સમયમાં જ ફાયદો જણાશે.

હું ૩૩ વરસની મહિલા છું. મને સામાન્ય ત્વચા તથા રૂક્ષ ત્વચાના માસ્ક જણાવશો.

- એક મહિલા (ભરૂચ)

*  સામાન્ય ત્વચા માટે  મુલતાની માટી, ચણાનો લોટ, ઇંડુ. સુખડ, દહીં અથવા દૂધ અથવા મલાઇ, ચોખાનો લોટ, મધ, હળદર તથા ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો.  રૂક્ષ ત્વચા માટે મુલતાની માટી,ચણાનો લોટ અથવા  જવનો લોટ, ઇંડુ, માખણ અથવા મલાઇ, બદામનું તેલ, મધ, હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવું. સુકાઇ ગયા બાદ ચહેરો ધોઇ નાખવો. ચહેરા પર માસ્ક લગાડી આંખ પર ઠંડા  આઇ પેડ્સ મુકવા જરૂરી છે. આઇ પેડ ્સ  માટે રૂને ઠંડા દૂધ, ગુલાબજળ કે કાકડીના રસમાં બોળીને આંખ પર મૂકવાથી આંખને ઠંડક પ્રદાન થાય છે. આંખની આજુબાજુ પડેલ કાળા કુંડાળા પર પણ ફાયદાકારક છે.

હું ૨૨ વરસની યુવતી છું. મારી હાઇટ પાંચ ફૂટ ૩ ઇંચ છે. મારા વાળ કમર સુધી લાંબા છે. મારે વાળ કપાવીને ટૂંકા કરાવવા છે પરંતુ મારી માતા તેમ કરવા દેતી નથી. મારે કેવી હેરસ્ટાઇલ કરવી જોઇએ જેનાથી હું ઠીંગણી ન લાગું.

- એક યુવતી (મુંબઇ)

*  તમે અંબોડો વાળો, બન નાખીને વાળ ઓળો અથવા તો પોની ટેઇલ બાંધો. તેમજ વિવિધ હેર  એક્સેસરીઝનો  ઉપયોગ પણ કરી જુઓ.

- જયવિકા આશર