Magazines

સૌંદર્ય સમસ્યા .

By GS TEAM
2 Feb 20262 mins read
સૌંદર્ય સમસ્યા                                                                    .

- વાળમાં મહેંદી લગાડવાથી ફાયદો થાય? એને પધ્ધતિસર લગાડવાની રીત જણાવશો.

હું ૧૭ વર્ષીય વિદ્યાર્થિની છું. મારો રંગ ગોરો છે, પરંતુ મારા ચહેરા પર લાઈનસર ત્રણ તલ છે. તેમને કાઢી  નાંખવાનો કોઈ ઘરગથ્થું ઉપાય બતાવશો?

એક યુવતી (સુરત)

* તલના કારણે નાહક ચિંતિત થવાની જરૂર નથી. કેમકે તલ કુદરતી રીતે આપોઆપ જ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે આપોઆપ દૂર થઈ જાય છે. કેટલાક લોકો ચૂનો લગાવીને તલ કાઢી નાખવાની સલાહ આપતા હોય છે, પરંતુ તેનાથી તલ નીકળી ગયા બાદ ચામડી બળી ગયાનો ડાઘ રહી જાય છે. જોકે તલ ઉત્પન્ન કે દૂર કરવાનો કોઈ સૌંદર્ય ઉપચાર નથી. હા, તમે તેને  મેકઅપ કરતાં પહેલાં તલ પર કન્સિલર સ્ટિક  અથવા ઈરેઝ સ્ટિક લગાવો.

હું નોકરી કરતી યુવતી છું.  મારા વાળ એકદમ શુષ્ક અને નિસ્તેજ છે. વાળ મુલાયમ બને એ માટે શું કરું?

એક યુવતી (ભરૂચ)

* વાળમાં તેલ સીંચો, ઉત્તમ પ્રકારના શેમ્પૂથી વાળ ધૂઓ. બે અઠવાડિયે એકવાર વાળથી ઈંડુ લગાવો. વાળ ધોતાં પહેલાં અડધો કલાક મેંદી લગાવી, સૂકાવા દઈ પછી ધૂઓ. ક્યારેક દહીંથી પણ વાળ ધૂઓ. એ સિવાય તમે બજારમાં મળતા કન્ડિશનરનો પણ ઉપયોગ કરી શકો. વાળમાં ઘસીને કાંસકો ન ફેરવતાં વાળ હળવેકથી ઓળો.

હું ૨૦ વરસની યુવતી છું, વાળમાં મહેંદી લગાડવાથી ફાયદો થાય? એને પધ્ધતિસર લગાડવાની રીત જણાવશો. મહેંદીથી વાળ લાલ-કેસરી રેગના થઈ જાય છે તે મને ગમતું નથી. તો તેવાં ન થાય તે મો શું તકેદારી રાખવી તે પણ જણાવશો.

- એક યુવતી (વડોદરા)

* મહેંદીમાં કુદરતી લાલ રંગ હોય છે તેથી વાળમા ંલગાડવાથી રંગ તો ફરક પડે હા, પરંતુ સફેદવાળ હોય તો તે લાલ-કેસરી  અવશ્ય થઈ જશે. કાળા વાળ પર રંગ આવશે નહીં. મહેંદી એ ઉત્તમ કંડિશનર છે.  ૩૦૦ ગ્રામ મહેંદીમાં બે ચમચા બદામનો પાવડર ભેળવી પાણી નાખી ઘટ્ટ બનાવી વાળમાં  નાખવી. ૩૦ મિનિટ રહી વાળ ધોઈ નાખવા. મહેંદીથી  વાળ ચમકીલા રેશમ જેવા થાય છે.

હું ૧૩ વરસનો યુવક છું, મારા નાકની ત્વચા તૈલીય છે. અને હંમેેશા મને તે જ સ્થાને ખીલ થાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

- એક યુવક (ગાંધીનગર)

* કિશોરાવસ્થામાં આ પ્રકારની તકલીફ થતી સામાન્ય છે. સૌથી મહત્ત્વનું છે. તમારી ત્વચાને સ્વચ્છ રાખો. ઠંડા ગુલાબજળથી ત્વચા વારંવાર લૂછો. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો. ખીલને ફોડવાની કે કોતરવાની ભૂલ ન કરશો. રોજિંદા આહારમાંથી ઠંડા પીણા, મિઠાઈ, મસાલેદાર તળેલી વાનગીઓનું પ્રમાણ ઓછું કરી નાખો, એક ચમચો ચણાના લોટમાં લીંબુનો  રસ ભેળવી રોટેટિંગ મેનરમાં લગાડો.  સુકાઈ જાય બાદ ગુલાબજળથી  હળવે હળવે લૂછવો.

આ સામાન્ય નિયમો નિયમિત પાળવાથી થોડા સમયમાં જ ફાયદો જણાશે. 

- જયવિકા આશર