આજની કથા .

જયદ્રથ વધ અને સૂર્યાસ્તનો ભ્રમ
માયા પણ ધર્મ સુધી પહોંચવાનો માર્ગ હોઈ શકે છે
કૃષ્ણ એક રાજકીય સત્ય ઉજાગર કરે છે કે જ્યારે સંસ્થા અધર્મની રક્ષક બની જાય, ત્યારે તેની અંદર રહીને ધર્મ માટે લડી શકાતું નથી. ત્યારે માયાનો સહારો લેવો પડે છે. આ માયા નૈતિક પતન નથી, પરંતુ એક ઉચ્ચતર નૈતિકતા છે. આ કૂટનીતિ નથી, પરંતુ કરુણાનું એક બીજું સ્વરૂપ છે.
મહાભારતની કથા :
જયદ્રથ વધ અને સૂર્યાસ્તનો ભ્રમ
કુરુક્ષેત્રના યુદ્ધનો ચૌદમો દિવસ. અભિમન્યુના મૃત્યુનો ઘા હજુ તાજો હતો. તે વીર બાળકને ચક્રવ્યૂહમાં ફસાવીને, નિ:શસ્ત્ર કરીને, સાતેય મહારથીઓએ ભેગા મળીને માર્યો હતો. અને આ અધર્મનો દ્વાર જયદ્રથે ખોલ્યો હતો. તેણે જ વ્યૂહની બહાર ઉભેલા પાંડવોને રોક્યા હતા. તેના જ કારણે અભિમન્યુ એકલો પડી ગયો હતો. અર્જુનનું હૃદય ક્રોધ અને વેદનાથી ભરાઈ ગયું. તેણે પ્રતિજ્ઞાા લીધી કે સૂર્યાસ્ત પહેલા તે જયદ્રથનો વધ કરશે, અન્યથા પોતે અગ્નિ સ્નાન કરશે.
સમગ્ર કૌરવ સેના જયદ્રથના રક્ષણ માટે કવચ બની ગઈ. ભૂરિશ્રવા, કર્ણ, દ્રોણ, અશ્ચત્થામા બધા જ આગળ હતા. આખો દિવસ યુદ્ધ ચાલતું રહ્યું. અર્જુન લડતા રહ્યા, પણ જયદ્રથ સુધી પહોંચવું અશક્ય લાગતું હતું. સૂર્ય પશ્ચિમ તરફ નમવા લાગ્યો. કૌરવોની છાવણીમાં ઉત્સાહ છવાઈ ગયો, એ માનીને કે અર્જુનની પ્રતિજ્ઞાા તૂટવાની છે ત્યારે કૃષ્ણે પોતાની માયા ફેલાવી. સુદર્શન ચક્રએ સૂર્યને ઢાંકી દીધો. ક્ષિતિજ પર અંધકાર છવાઈ ગયો. જયદ્રથ અને કૌરવો બંને વિજયોલ્લાસમાં ઉભા થઈ ગયા. જયદ્રથ, જે અત્યાર સુધી છુપાયેલો હતો, તે અટ્ટાહાસ્ય કરતો સામે આવ્યો. બરાબર તે જ ક્ષણે કૃષ્ણે માયા હટાવી લીધી. સૂર્ય ફરી પ્રગટ થયો. અર્જુને ગાંડિવ ઉઠાવ્યું અને એક જ બાણથી જયદ્રથનું મસ્તક ધડથી અલગ કરી દીધું. સૂર્યાસ્તની ઠીક પહેલાં. પ્રતિજ્ઞાા પૂર્ણ થઈ. ધર્મનો વિજય થયો. પણ આ વિજયનું માધ્યમ કૃષ્ણની માયા હતી. જ્યારે કોઈ સંસ્થા, કોઈ તંત્ર અથવા કોઈ સમૂહ અધર્મનું સંરક્ષણ કરવા લાગે, ત્યારે તેના નિયમોની મર્યાદામાં રહીને ન્યાય શોધવો નિરર્થક બની જાય છે. નેતાને ત્યારે એક ભિન્ન બુદ્ધિની જરૂર હોય છે. એવી બુદ્ધિ જે લક્ષ્યને ક્યારેય ન ભૂલે, પરંતુ માર્ગ બાબતે હ્લઙ્મીટૈહ્વઙ્મી હોય. આ હ્લઙ્મીટૈહ્વૈઙ્મૈંઅ નૈતિક નબળાઈ નથી, તે કૃષ્ણની પ્રજ્ઞાા છે.
શું છળ યોગ્ય છે?
આ પ્રસંગ એક એવો અરીસો છે જેમાં ધર્મ, માયા અને ન્યાયના પરસ્પર સંબંધનું જટિલ પ્રતિબિંબ દેખાય છે. પ્રશ્ન સરળ લાગે છે - શું છળ યોગ્ય છે ? પરંતુ વ્યાસ એટલા સરળ નથી. તેઓ આપણને આ પ્રશ્નની ઊંડાઈમાં ઉતારે છે, જ્યાં ઉત્તર એક પરિમાણીય નથી પણ બહુસ્તરીય છે. પહેલા તથ્યને જુઓ. જયદ્રથે જે કર્યું તે માત્ર યુદ્ધ-કૌશલ નહોતું. તે અધર્મ હતો. એક કિશોર યોદ્ધાને ઘેરીને તેના શસ્ત્રો તોડીને તેની સહાયના દ્વાર બંધ કરીને મારવો- આ વીરતા નહીં, કાયરતા હતી. આવા અધર્મનો દંડ જો માયા દ્વારા મળે, તો શું માયા અધર્મ બની જાય છે? કૃષ્ણનો ઉત્તર સ્પષ્ટ છે: ના.
અહંકાર અને ભય એક જ સિક્કાની બે બાજુ
હવે મનોવૈજ્ઞાાનિક પાસું જુઓ. જયદ્રથે છુપાઈને, સુરક્ષામાં બેસીને યુદ્ધ લડયું. તે વીર નહીં, ભયભીત હતો. જે ક્ષણે તેને લાગ્યું કે અર્જુનની પ્રતિજ્ઞાા તૂટી ગઈ છે, તેનો છુપાયેલો અહંકાર બહાર આવ્યો. આ જ તેની નિયતિ હતી. જે મનુષ્ય ભયમાં જીવે છે, તે જીતની ખોટી આભામાં પણ સંયમ રાખી શક્તો નથી. અહંકાર અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને જયદ્રથનું પાત્ર આ જ સત્યનું ઉદાહરણ છે.
...ત્યારે ન્યાય માટે પરંપરાગત
માર્ગ અપૂરતા - સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણથી આ પ્રસંગ વધુ મહત્ત્વનો છે. જ્યારે વ્યવસ્થા સંપૂર્ણપણે અન્યાય તરફ નમી જાય, જ્યારે આખી સેના એક અધર્મીના રક્ષણમાં ઉભી રહી જાય, ત્યારે ન્યાય માટે પરંપરાગત માર્ગો અપૂરતા બની જાય છે. કૃષ્ણ અહીં એક રાજકીય સત્ય ઉજાગર કરે છે કે જ્યારે સંસ્થા અધર્મની રક્ષક બની જાય, ત્યારે તેની અંદર રહીને ધર્મ લડી શકાતો નથી. ત્યારે માયાનો સહારો લેવો પડે છે. આ માયા નૈતિક પતન નથી, પરંતુ એક ઉચ્ચતર નૈતિકતા છે. આ કૂટનીતિ નથી. કરુણાનું બીજું સ્વરૂપ છે.
સત્ય સુધી પહોંચવાનો માર્ગ પણ ખોલે છે માયા
અને અહીં જ ઉપનિષદનું દર્શન સમજાય છે. માયા તે નથી જે અસત્ય હોય. માયા તે છે જે સત્યને ઢાંકે છે. કૃષ્ણએ સૂર્યને નહોતો ઢાંક્યો. તેમણે માત્ર તે પડદો નાખ્યો હતો જેનાથી જયદ્રથની અંદરનું અસત્ય, તેની કાયરતા અને તેનો અહંકાર ઉજાગર થઈ શકે. જ્યારે પડદો હટયો, ત્યારે સૂર્ય પણ પ્રગટ થયો અને જયદ્રથનો અંત પણ આવ્યો. માયા સત્યનો વિરોધ નથી ક્યારેક તે સત્ય સુધી પહોંચવાનો માર્ગ છે.
લવચીકતા (Flexibility) નબળાઈ નથી, પ્રજ્ઞાા છે. અંતમાં એક પ્રશ્ન જે આ કથા સાથે આજીવન ચાલે છે : શું દરેક માયામાં એક સૂર્યાસ્ત હોય છે અને શું દરેક સાચા સંકલ્પ માટે કોઈ કૃષ્ણ પ્રગટ થાય છે ?








