ओम नमः शिवाय शान्ताय नाथाय मुनिसेवित । केदारनाथ ऱुपाय नमः पार्वतीवल्लभ ।।

કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતના મહિનામાં જ શ્રદ્ધાળુઓની સંખ્યા ૭.૫ લાખને વટાવી ગઈ છે અને દૈનિક સરેરાશ ૨૮,૦૦૦ થી ૩૦,૦૦૦ યાત્રાળુઓની વચ્ચે રહી છે. હાલમાં દર્શન માટે વેઇટિંગ ટાઈમ ભારે ભીડવાળા દિવસોમાં ૮ થી ૧૦ કલાક સુધીનો રહે છે. જો તમે તમારી મુલાકાતનું આયોજન કરી રહ્યા હોવ, તો નીચેની મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો :
હવામાન અને માર્ગમાં અવરોધ : ભારત હવામાન વિજ્ઞાાન વિભાગે વાવાઝોડું, ભારે વરસાદ અને જોરદાર પવન માટે હાઈ-એલર્ટ ચેતવણીઓ જાહેર કરી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે તાજેતરમાં થયેલા ભૂસ્ખલન જેવી ઘટનાઓથી ક્યારેક-ક્યારેક શ્રદ્ધાળુઓ અટવાયા છે. જેના આધારે કેદારનાથ યાત્રા રોકવાની ફરજ પડી હતી. સામાન્ય રીતે ૧૧ નવેમ્બર સુધી દર્શન ખુલ્લા રહેવાના છે. છેલ્લી તારીખ હવામાન પર આધારીત હોય છે.
દર્શન ટોકન સિસ્ટમ : ભારે ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સ્થાનિક સત્તાવાળાઓએ ટોકન સિસ્ટમ લાગુ કરી છે. આ ટોકન મેળવવું ફરજિયાત છે. જે લાઈનને વ્યવસ્થિત બનાવે છે અને તમને તમારો દર્શન માટેનો ચોક્કસ સમય ફાળવે છે.








