Social સર્કલ .

સોનાક્ષી અને ઝહીરની મેલોડી ચોકલેટી નહીં પણ બહુ જ કડવી નીકળી...
સોશિયલ મીડિયા ઉપર છેલ્લાં કેટલાક દિવસથી મેલોડી ખૂબ જ ટ્રેન્ડમાં છે. અનેક લોકો દ્વારા મેલોડી ઉપર જાતભાતના ટ્રેન્ડી વીડિયો બનાવવામાં આવ્યા હતા. પીએમ મોદી દ્વારા ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને જ્યારે મેલોડી ભેટમાં આપવામાં આવી તેનો વીડિયો બહાર આવતા જ ઈન્ટરનેટ માધ્યમોમાં મેલોડી ટ્રેન્ડમાં આવી ગઈ હતી. જો કે, આ ચોકલેટી મેલોડી સોનાક્ષી અને ઝહીર માટે કડવી સાબિત થઈ હતી. તાજેતરમાં તેમનો એક વીડિયો બહાર આવ્યો હતો જેમાં તેઓ મેલોડીના નામે એકબીજા સાથે મજાક કરતા હતા. તેમની આ મજાક ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર લોકોએ તેમને ભારે ટ્રોલ કર્યા છે. લોકોએ તેમના સંબંધથી માંડીને તેમની કારકિર્દી સુધી તમામ સ્તરે ભયાનક ટ્રોલિંગ કરી નાખ્યું છે. અત્યારે તો કોઈ પૂછે કે મેલોડી ઈતની કડવી કહ્યું હૈ.. તો સોનાક્ષી કદાચ જવાબ આપી શકે, મેલીડો ખાઓ ખુદ જાન જાઓ....

મેસ્મરાઈઝિંગ સુસ્મિતાનો નોસ્ટાલજિયા, મિસ યુનિવર્સના મેમોરેબલ 32 વર્ષ
બોલિવૂડની સુંદરીઓમાં ખૂબ જ ગ્રેસફુલ ગણાતી સુસ્મિતાસેન પોતાના થ્રોબેક ફોટોસથી ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર હમણાં કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જે ૩૨ વર્ષ પહેલાની હતી. તેણે મિસ યુનિવર્સ બન્યા દરમિયાન પોતીન સફર અને સફળતાની કેટલીક તસવીરો પોતાના હેન્ડલ ઉપર મુકી હતી. ૨૧ મે ૧૯૯૪ના રોજ સુસ્મિતા મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય બની હતી. આ જ નોસ્ટાલજીયાને તેણે ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરીને કહ્યું હતું કે, છેલ્લાં ૩૨ વર્ષથી તમારી સુસ્મિતાના ચહેરા ઉપર જે સ્મિત છે તેના માટે હું તમારી આભારી છું. મને ખ્યાલ છે કે, હું કેટલી નસીબદાર છું અને તમારા લોકોના આશીર્વાદને પગલે જ હું આજે પણ એ જ સ્થિતિમાં છું. મિસ યુનિવર્સ બન્યાના અદ્વિતિય ૩૨ વર્ષ. ફિલિપાઈન્સ હું તને પણ પ્રેમ કરું છું અને ત્યાંથી મળેલા પ્રેમનું પણ મારા જીવનમાં અદ્વિતિય સ્થાન છે. સુસ્મિતાના આ થ્રોબેક ફોટોઝ તેના ચાહકો માટે પણ અનોખો નોસ્ટાલ્જિક એક્સ્પિરિયન્સ રહ્યો છે...

7 ડોગ્સનું પ્રિમિયર, ઈજિપ્તમાં સલમાનની ગેરહાજરી પણ ગુંજી હતી
હોલિવૂડની વધુ એક ફિલ્મ તેમાં રહેલા બોલિવૂડ સ્ટારના કારણે ચર્ચામાં છે. આ વખતે તો ફિલ્મ ચર્ચામાં નહીં પણ ગ્લોબલી ટ્રેન્ડમાં આવી છે. થોડા દિવસ પહેલાં ઈજિપ્ત ખાતે ફિલ્મ ૭ ડોગ્સનું પ્રિમિયર યોજાયું હતું. આ પ્રિમિયરમાં બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. જ્યારે ફિલ્મનો પ્રિમિયર શરૂ થયો અને સ્ક્રીન ઉપર વિવિધ શોટ્સ આવ્યા ત્યારે સલમાન ખાનનો લૂક અને પોસ્ટરે ચાહકોને આનંદમાં લાવી દીધા હતા. ફિલ્મમાં સલમાન ખાનના પાત્ર, તેનો નાનકડો વીડિયો અને તેના લૂકની તસવીરો ચારે તરફ ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ માધ્યમોમાં તેણે ખૂબ જ લાઈક્સ અને શેરિંગ મેળવ્યા હતા. સલમાન ગેરહાજર હતો છતાં તેની તસવીરોએ ફેન્સને ક્રેઝી કરી મૂક્યા તેની નોંધ હોલિવૂડમાં પણ લેવાઈ. બોલો હવે જો તે હાજર હોત તો શું થાત....








