નવું શું છે? .

- તમને ઓરિજિનલ 'ધ કેરલા સ્ટોરી' ગમી હોય તો એની સિક્વલ 'ધ કેરલા સ્ટોરી-ટુ ગોઝ બિયોન્ડ', કે જે વધારે હાર્ડ-હિટિંગ છે, તે પણ સંભવત: અપીલ કરશે. લવ જિહાદ વિશે વાત કરતી આ ફિલ્મનું સ્ટ્રીમિંગ ઝીફાઇવ પર આજથી શરૂ થઈ ચૂક્યું છે.
- નજીકના ભૂતકાળમાં જો કોઈ ગેંગસ્ટર સૌથી વધુ ન્યુઝમાં રહ્યો હોય તો તે નિર્વિવાદપણે લોરેન્સ બિશ્નોઈ છે. હાલ એ અમદાવાદની જેલની હવા ખાઈ રહ્યો છે. આ ગેંગસ્ટરની 'સ્ટાર વેલ્યુ' જુઓ કે એની લાઇફ પર આખેઆખી ડોક્યુમેન્ટરી બની છે, જેનું ટાઇટલ છે, 'લોરેન્સ ઓફ પંજાબ'. ઝીફાઇવ પર તે જોઈ શકાય છે.
- જો તમને રોમેન્ટિક પિરીયડ ડ્રામા જોવામાં રસ પડતો હોય તો જાણી લો કે 'વુધરિંગ હાઇટ્સ'નું આજથી એચબીઓ મેક્સ પર સ્ટ્રીમિંગ શરુ થઈ ચૂક્યું છે. વિખ્યાત સાહિત્યકૃતિ પર આધારિત આ ફિલ્મમાં ૧૮મી સદીના ઇંગ્લેન્ડની વાત છે. બાર્બીગર્લ માર્ગો રોબી અને જેકમ ઇલોર્ડી ફિલ્મનાં હીરો-હિરોઇન છે.
- પુલકિત સમ્રાટ અને દિવ્યેન્દુને ચમકાવતી સ્પોર્ટ્સ એક્શન ડ્રામા વેબ સિરીઝ 'ગ્લોરી' આજથી નેટફ્લિક્સ પર મૂકાઈ છે. વાત હરિયાણાના બોક્સરોની છે. 'કોહરા' અને 'ધૂરંધર-ટુ' ફેમ અફલાતૂન એક્ટર સુવિન્દર વિકી પણ આ શોમાં મહત્ત્વની ભૂમિકામાં દેખાય છે. ધ્યાન રહે, નેટફ્લિકસ પર 'ધ ગ્લોરી' નામનો એક કોરીઅન શો પણ છે. તેના ટાઇટલથી કન્ફ્યુઝ ન થતા.









