Magazines

નવું શું છે? .

By GS TEAM
23 Apr 20261 min read
નવું શું છે?                               .

 બધાં કામ પડતાં મૂકીને જોવા જેવી કોઈ ફિલ્મ હોય તો તે છે, 'માર્ટી સુપ્રીમ'. આ વખતની ઓસ્કર સિઝનમાં તેની ખાસ્સી હવા બની  હતી. જૂતાં વેચતા એક સેલ્સમેનને કોઈ પણ હિસાબે ઉત્તમ ટેનિસ પ્લેયર બનવું છે. આ એક બાયોપિક છે, જેમાં માર્ટિન મૉઝરનો રોલ ટિમોથી ચેલમેટે કર્યો છે. ફિલ્મ આજથી એમેઝોન પ્રાઇમ વીડિયા પર સ્ટ્રીમ થઈ છે. 

 તમને એક્શન-થ્રિલર જોવાનો મૂડ હોય તો ચાર્લીઝ થેરોને ચમકાવતી ફિલ્મ 'અપેક્સ' જોઈ કાઢો. સ્વજન ગુમાવી ચુકેલી એક સ્ત્રી શાંતિ મેળવવા જંગલમાં જાય છે, પણ અહીં એક સિરીયલ કિલર એની પાછળ પડી જાય છે!  ફિલ્મનું સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ પર શરૂ થઈ ચૂક્યું છે, આજથી જ.  

 તમને કે-ડ્રામા ખૂબ ગમે છે? તો 'ઇફ વિશીસ કુડ કિલ' નામની થ્રિલર સિરીઝમાં તમને રસ પડશે. આમાં, હાઇસ્કૂલમાં ભણતાં પાંચ છોકરા-છોકરીઓનું એક ગુ્રપ કોઈ ખતરનાક મોબાઇલ એપના રવાડે ચડી જાય છે. આ શો પણ તમે નેટફ્લિક્સ પર જોઈ શકશો.  

 'સ્ટ્રેન્જર થિંગ્સ: ટેલ્સ ઓફ એઇટી-ફાઇવ' શોની રાહ જોઈને બેઠેલા રસિયાઓને જાણ થાય કે દસ એપિસોડનો આ શો, કે જે સુપરડુપર હિટ 'સ્ટ્રેન્જર થિંગ્સ'નું એનિમેટેડ વર્ઝન છે, તે ગઈ કાલે જ નેટફ્લિક્સ પર મૂકાઈ ગયો છે. આ શોને વિવેચકોએ પણ ખૂબ વખાણ્યો છે.