Magazines

નવું શું છે? .

By GS TEAM
21 May 20261 min read
નવું શું છે?                                                    .

 અમેરિકન એક્શન થ્રિલર 'જૅક રાયન: ઘોસ્ટ વાર' બહુ તલસાવીને છેવટે ઓટીટી પર આવી જ ગઈ. એમાં જક (જોન ક્રાસિન્કી) એના સીઆઈએ ઓપરેટિવ્સ સાથે ફરી સંકળાઈને દુશ્મનોની ભાળ મેળવીને ઘટતું કરવા મેદાને ઊતર્યો છે. જોઈ શકાય છે પ્રાઇમ વિડિયો પર. 

 સોનાક્ષી સિંહાને ઓટીટી પણ ઓકેઓકે જ ફળ્યું છે. 'દબંગ' વત્તા 'દહાડ' ગર્લ સોનાક્ષીને નેહા રાજવંશના કિરદારમાં ચમકાવતી ફિલ્મ 'સિસ્ટમ' આજથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે. દિગ્દર્શિકા અશ્વિની ઐયર તિવારી છે. સહકલાકારો છે જ્યોતિકા, આશુતોષ ગોવારિકર વગેરે.

 વિજય જેવા અભિનેતાના, તામિલનાડુના મુખ્ય રગલધાનપદે આવ્યાથી શું થયું, જાણો છો? એમને જોવા તામિલનાડુ વિધાનસભાની કામગીરીનું ટીવી પ્રસારણ ટીઆરપીમાં ઊંચકાઈ ગયું. કમાલ છે.

 નેટફ્લિક્સ પર 'દેસી બ્લિંગ' સિરીઝ આવી ગઈ છે. દુબઈમાં રહેતા ભારતીયોની એમાં વાત છે. શોમાં કરણ કુન્દ્રા, તેજસ્વી પ્રકાશ સહિત વિદેશી કલાકારો પણ છે.