Magazines

નવું શું છે? .

By GS TEAM
20 Nov 20251 min read
નવું શું છે?                                                    .

રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ ઉજવવા માટે કપૂર પરિવાર વિશેની એક ફેમિલી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ડાઇનિંગ વિથ ધ કપૂર્સ' આજથી નેટફ્લિક્સ પર આવી છે.  ડિરેકટર સ્મૃતિ મુંધરા અને અરમાન જૈન દ્વારા નિમત આ ડોક્યુમેન્ટરીમાં કપૂર પરિવાર તેમની વારસાગાથા, યાદો અને રાજ કપૂરના પ્રભાવને નિખાલસ રીતે રજૂ કરતા દેખાશે.

બંગાળી ફિલ્મ 'પરિણીતા' પરથી બનેલી હિન્દી રિમેક વેબ સિરીઝ 'ઝિદ્દી ઇશ્ક' રાજ ચક્રવર્તી દ્વારા બનાવવામાં આવી છે. આજથી આ સિરીઝ જિયોહોટસ્ટાર પર પ્રીમિયર થશે, જેમાં અદિતિ પોહનકર અને પરમબ્રત ચેટર્જી મુખ્ય ભૂમિકામાં છે.

મનોજ બાજપેયી અભિનિત બહુ વખણાયેલી લોકપ્રિય વેબસિરીઝ 'ફેમિલી મેન સીઝન ૩' આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. આ સિરીઝમાં મનોજ ઉપરાંત, કલાકારોમાં પ્રિયામણી, શારિબ હાશ્મી, શ્રેયા ધનવંતરી, આશ્લેષા ઠાકુર, વેદાંત સિંહા, દર્શન કુમાર, સીમા બિશ્વાસ, વિપિન શર્મા, ગુલ પનાગ અને સંદીપ કિશન જોવા મળશે.

ડિરેકટર વિવેક અગ્નિહોત્રીની ૧૯૪૬માં પશ્ચિમ બંગાળમાં થયેલા હિન્દુ નરસંહાર પર આધારિત વિવાદાસ્પદ ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'  આજથી ઝીફાઇવ પર જોઈ શકાશે.

અમેરિકન સાયન્સ ફિક્શન હોરર ડ્રામા ટેલિવિઝન સિરીઝ 'સ્ટ્રેન્જર થિંગ્સ સીઝન ૫'  નેટફ્લિક્સ પર ત્રણ ભાગમાં રિલીઝ થશે. પહેલા ચાર એપિસોડનો પહેલો ભાગ ૨૬ નવેમ્બરના રોજ રિલીઝ થશે, ત્યારબાદ બીજો ભાગ ૨૫ ડિસેમ્બરના રોજ ત્રણ એપિસોડ સાથે રજૂ થશે, અને સિરીઝનો છેલ્લો ભાગ ૩૧ ડિસેમ્બરના રોજ રજૂ થશે.