Magazines

નવું શું છે? .

By GS TEAM
19 Mar 20261 min read
નવું શું છે?                                                    .

- તમે 'બોર્ડર-ટુ' જોઈ લીધી મોટી સ્ક્રીન પર? ધારો કે ન જોઈ હોય તો ય કશો વાંધો નથી. આજથી તે નેટફ્લિક્સ પર મૂકાઈ છે. સની દેઓલ, વરૂણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી આ ફિલ્મના મેઇન હીરો છે. ૧૯૭૧નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ આ ફિલ્મના કેન્દ્રમાં છે. 

- શું તમને બંગાળી થ્રિલર વેબ શોમાં રસ પડે છે? જો હા, તો તમે સોનીલિવ પર ગઈ કાલથી સ્ટ્રીમ થયેલી 'જાઝ સિટી' નામની ૧૦ એપિસોડની સિરીઝ જોઈ શકો છો. ફિલ્મના ડિરેક્ટર સૌમિક સેન છે. શો ઐતિહાસિક છે. બંગાળની રચના થઈ તે વખતનો સંઘર્ષ આ શોના બેકગ્રાઉન્ડમાં છે.

- 'પિકી બ્લાઇન્ડર્સઃ ધ ઇમ્મોર્ટલ મેન' ફિલ્મની કથા બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન આકાર લે છે. પિકી બ્લાઈન્ડર્સ એક બદનામ ગેંગ છે, જે જુગાર, હિંસા અને બીજાં કેટલાંય ન કરવા જેવાં કામોમાં સંકળાયેલી છે. ફિલ્મના હીરાનો દીકરો આ ગેંગમાં ભરતી થઈ ગયો છે અને પછી જે થવાનું હોય છે તે થાય છે. આ ફિલ્મ તમે નેટફ્લિકસ પર જોઈ શકો છો.

- શું ધણીને પોતાની ધણિયાણી સાથે કંઈ પણ કરવાનો લગ્નસિદ્ધ અધિકાર હોય છે? મેરિટલ રેપ જેવા સંવેદનશીલ સવાલ પર બની છે દિવ્યા દત્તાની લેટેસ્ટ ફિલ્મ 'ચિરૈયા'. આ ફિલ્મ જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે, આજથી જ.