Magazines
નવું શું છે? .
By GS TEAM
19 Jun 20251 min read

ઝીફાઇવ પર 'ડિટેક્ટિવ શેરદિલ'નું પણ આજે આગમન થયું છે. અલી અબ્બાસ ઝફરના આ સર્જનમાં દિલજિત દોસાંઝ, સુમીત વ્યાસ, ડાયના પેન્ટી, ચંકી પાંડે વગેરે છે.
'સ્કિવ્ડ ગેમ'ની બીજી સીઝન ઠીક રહી હતી. હવે ત્રીજી સીઝન માટે સજ્જ રહો. ટ્રેલર આવી ગયું છે. સીઝન આવશે ૨૭ જૂને નેટફ્લિક્સ પર.
ઇમરાન હાશ્મીની નહીં ચાલેલી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો' આજે ઓટીટી પર આવી છે. જોઈ શકાય છે પ્રાઇમ વીડિયો પર.
આવતીકાલે નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સીઝન થ્રી આવશે. જોઈ શકાશે રાતના આઠ વાગ્યે.









