Magazines

નવું શું છે? .

By GS TEAM
18 Sep 20251 min read
નવું શું છે?                                                    .

- કોર્ટરૂમ ડ્રામા અને પોલિટિકલ થ્રિલર્સના ચાહકો સિરીઝ 'ધ ટ્રાયલ: પ્યાર, કાનૂન, ધોખા'ની બીજી સીઝન આવી છે. આજથી એને જિયો હોટસ્ટાર પર જોઈ શકાશે. આ સીઝનમાં કાજોલ સાથે નોયોનિકા સેનગુપ્તાની વાર્તા આગળ વધશે.

- જોડી કોમર, એરોન ટેલર-જોહ્ન્સન, આલ્ફી વિલિયમ્સ અને રાલ્ફ ફિનેસ અભિનિત, ડેની બોયલની ઝોમ્બી હોરર ફિલ્મ '૨૮ યર્સ લેટર' બોક્સ ઓફિસ પર હિટ હતી. આજથી એ નેટફ્લિક્સ પર અંગ્રેજીમાં સ્ટ્રીમ થવા માંડી છે.

- ઓટીટીની ખાસિયત જ વગર જાહેરાત અને વગર બ્રેક મનોરંજન માણવાની સગવડ હતી. જે પ્લેટફોર્મ્સ આવી વિશેષતા સાથે જન્મ્યાં, જેમણે આ રીતે મનોરંજન પીરસવાનો વાયદો આપ્યો એ બધાં હવે પૈસા પણ લે અને વારંવાર જાહેરાત પણ માથે મારે એ ક્યાં સુધી યોગ્ય? કદાચ એટલે જ ઓટીટી પ્લેટફોર્મ્સ પહેલાં જેવાં નથી લાગી રહ્યાં. શું કહો છો? 

- રાયન કૂગલર દિગ્દશત અને અભિનિત અંગ્રેજી હોરર ફિલ્મ 'સિનર્સ' જિયો હોટસ્ટાર પર ગઈકાલથી આવી છે. તેમાં હેલી સ્ટેઇનફેલ્ડ, માઇલ્સ કેટન (તેમની ફિલ્મ ડેબ્યુમાં), જેક ઓ'કોનેલ, વુન્મી મોસાકુ, જેમે લોસન, ઓમર બેન્સન મિલર અને ડેલરોય લિન્ડો મુખ્ય ભૂમિકામાં છે.