Magazines

નવું શું છે? .

By GS TEAM
15 Jan 20261 min read
નવું શું છે?                                                    .

 ૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન રેઝાંગ લાની લડાઈ અને તેમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની બહાદુરી પર બનેલી ફરહાન અખ્તર અભિનિત '૧૨૦ બહાદુર' આજથી પ્રાઇમ વીડીયો પર આવી છે. ડિરેકટર છે રજનીશ ઘાઈ.

 મસ્તી ફ્રેન્ચાઇઝની એડલ્ટ કોમેડી ફિલ્મ 'મસ્તી ૪' આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ ગઈ છે.  આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની મુખ્ય ભૂમિકામાં છે. 

 'કલમકાવલ: ધ વેનોમ બિનીધ' એક મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ છે.  સોની લિવ પર આજથી એ જોવા મળશે. આ ફિલ્મમાં મામૂટી અને વિનાયકન ઉપરાંત ગિબિન ગોપીનાથ, ગાયત્રી અરુણ, રાજીશા વિજયન અને શ્રુતિ રામચંદ્રન પણ સહાયક ભૂમિકાઓમાં છે. તે હિન્દી, તમિલ અને તેલુગુ વગેરે ભાષાઓમાં ઉપલબ્ધ છે.

 હોંગ સિસ્ટર્સ દ્વારા લિખિત ૧૨ એપિસોડવાળી કોરિયન વેબ સિરીઝ 'કેન ધીસ લવ બી ટ્રાન્સલેટેડ' આજથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ સિરીઝમાં કિમ સુન-હો, ગો યુન-જંગ, સોટા ફુકુશી, લી ઇ-ડેમ અને ચોઈ વૂ-સંગ વગેરે આભિનચ કરતા દેખાશે.

 મલયાલમ ફિલ્મ 'ભા ભા બા' આજથી ઝીફાઇવ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં દિલીપ અને મોહનલાલ જેવા કલાકારો છે.