Magazines

નવું શું છે? .

By GS TEAM
12 Mar 20261 min read
નવું શું છે?                                                    .

- આજકાલ કોરિયન કલ્ચરનો જબરો ક્રેઝ છે. એને ધ્યાન રાખીને એક તમિળ ફિલ્મ સુધ્ધાં બની ગઈ છે. એનું ટાઇટલ છે, 'મેઇડ ઇન કોરિયા'. ફિલ્મની નાયિકા કોરિયન કલ્ચર અને ભાષાનું એટલું આકર્ષણ થઈ ગયું છે કે એ કોરિયાની રાજધાની સૉલની મુલાકાત લેવાના સપનાં જુએ છે. આ સપનું જ એના વ્યક્તિત્ત્વને નવો આકાર આપે છે. ફિલ્મ નેટફ્લિકસ પર ગઈ કાલે મૂકાઈ ગઈ. 

 'ધ બ્રધર્સ મેકમિલેન'ની રીમેક 'ધ ફેમિલી મેકમિલેન'નું સ્ટ્રીમિંગ ૧૫ માર્ચથી જિઓહોટસ્ટાર પર શરૂ થવાનું છે. આ કોમેડી ફિલ્મમાં  સંબંધોનાં સમીકરણોને હળવીફૂલ રીતે જોવાની કોશિશ થઈ છે. 

 'લવ ઇઝ બ્લાઇન્ડ: ધ રિયુનિયન' રિયાલિટી શોમાં અપરિણીત યુવકો અને યુવતીઓ પરફેક્ટ પાર્ટનર શોધવાની કોશિશ કરે છે. તડાફડી, રોનાધાના, ઉગ્ર ચર્ચા અને રોમાન્સ જેવો મસાલો આ શોમાં ભરપૂર માત્રામાં પિરસાયો છે. શોની આ દસમી સિઝન નેટફ્લિક્સ પર આ જ અઠવાડિયે રિલીઝ થઈ છે.  

 સ્કેરપેટા- નિકોલ કિડમેન જેવી ફાંકડી એક્ટ્રેસને ચમકાવતી આ સિરીઝ આ અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વીડિયા પર મૂકાઈ છે. અહીં નિકોલ એક બાહોશ ફોરેન્સિક પેથોલોજિસ્ટ બની છે, જે ઘાતકી અને હાઇ-પ્રોફાઇલ હત્યાઓનો ભેદ ઉકેલવાની કોશિશ કરે છે.