નવું શું છે? .

પ્રિયંકા ચોપડાની અધધધ બજેટ ધરાવતી વેબ સિરીઝ 'સિટાડેલ'ની પહેલી સિઝન ગાજી એટલી વરસી નહોતી, છતાંય આ શોની બીજી સિઝન બની છે અને પ્રાઇમ વીડિયો પર બે દિવસ પહેલાં મૂકાઈ પણ ગઈ છે. પ્રિયંકાના ચાહકોને અને એક્શન થ્રિલરમાં રસ ધરાવનારાઓને, અલબત્ત, આ શો ગમી શકે છે.
'ધ ચેસ્ટનટ મેન: હાઇડ એન્ડ સીક'ની બીજી સિઝનનું સ્ટ્રીમિંગ ગઈ કાલથી નેટફ્લિક્સ પર શરુ થઈ ચૂક્યું છે. આ એક ડેનિશ ક્રાઇમ સિરીઝ છે. ૪૧ વર્ષની એક મહિલાનું મર્ડર થઈ ગયું છે, અને આ કેસ ઉકેલવા માટે હીરો-હિરોઈન - કે જે બન્ને ડિટેક્ટિવ છે - એમનું વર્ષો બાદ પુનર્મિલન થાય છે.
'માય ડિયરેસ્ટ એસેસિન' એક થાઇ રોમેન્ટિક એક્શન થ્રિલર છે. આ ફિલ્મની હિરોઈનને દુર્લભ બ્લડ ટાઇપ ધરાવતી હિરોઈન છે, જેનો બોયફ્રેન્ડ એક ભાડૂતી હત્યારો છે. આ બેયનો દુશ્મન એક છે, ને બન્ને સાથે મળીને દુશ્મનનો સામનો કરે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ગઈ કાલે મૂકાઈ.
'લુખ્ખે'. હા, આ એક બ્રાન્ડન્યુ વેબ સિરીઝનું ટાઇટલ છે, જેમાં પલક તિવારી, કિંગ, રાશિ ખન્ના, લક્ષવીર સિંહ જેવાં કલાકારોએ કામ કર્યું છે. હિમાંક ગૌરે ડિરેક્ટ કરેલો આ શો આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થયો છે, જેમાં રૅપ મ્યુઝિક કલ્ચર, જુદી જુદી ગેંગ્સ વચ્ચે થતી ચડસાચડસી અને ડ્રગ સંબંધિત ક્રાઇમની વાત છે.









