Magazines

નવું શું છે? .

By GS TEAM
2 Oct 20251 min read
નવું શું છે?                                                    .

મોન્સ્ટર નામની અમેરિકન બાયોગ્રાફિકલ ક્રાઇમ ડ્રામા એન્થોલોજી સિરીઝની ત્રીજી સીઝન 'મોન્સ્ટર: ધ એડ ગેઇન સ્ટોરી'  આજથી નેટફ્લિક્સ પર આવી છે. રાયન મર્ફી અને ઇયાન બ્રેનન દ્વારા નિમત આ સીઝન કુખ્યાત સિરિયલ કિલર અને કબરલૂંટારું એડ ગેઇન (ચાર્લી હુન્નમ)ના જીવન પર આધારિત છે. આ સીઝનમાં આઠ એપિસોડ છે.

દેવ ખારોદ અભિનિત પંજાબી એક્શન અને ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'ડાકુઆં દા મુંડા-૩' ગઈકાલથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે.

ડિરેકટર આહન ગિલ-હોની સાઉથ કોરિયન રોમેન્ટિક કોમેડી નેટફ્લિક્સ ઓરિજિનલ સિરીઝ 'જીની, મેક અ વિશ' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. કિમ વૂ-બિન અને બે સુઝી અભિનિત સિરીઝમાં ૧૨ એપિસોડ છે.

ક્રાઈમ મિસ્ટ્રી થ્રિલર વેબ સિરીઝ  'ધ ગેમ યુ નેવર પ્લે અલોન' ગઈકાલથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સિરીઝમાં સાઉથ અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ, વિવિયન સંત અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.