Magazines

નવું શું છે? .

By GS TEAM
2 Apr 20261 min read
નવું શું છે?                                                    .

* તમે આમિર ખાને પ્રોડયુસ કરેલી અને વીર દાસે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'હેપી પટેલ: ખતરનાક જાસૂસ' જોઈ હતી? આ બન્નેએ આ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય, પણ તમને તોય જોવામાં રસ હોય તો જાણી લો કે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે, પહેલી એપ્રિલથી.

*'ભાભીજી ઘર પર હૈ' સિરીયલ ટીવી પર તો ખૂબ સફળ હતી, પણ મોટા પડદા પર તેના ફિલ્મ એડેપ્ટેશનમાં ઓડિયન્સને ખાસ રસ પડયો નથી. 'ભાભીજી ઘર પર હૈ: ફન ઓન ધ રન' ફિલ્મ આજે જ ઝીફાઈવ પર મૂકાઈ છે. 

* સંજય મિશ્રા અને નીના ગુપ્તાને ચમકાવતી ફિલ્મ 'વધ-ટુ' ગઈ કાલે નેટફ્લિક્સ પર મૂકાઈ ગઈ છે. આ એક ઇન્ટેન્સ ક્રાઇમ ડ્રામા છે, જેમાં મંજાયેલા સિનિયર કલાકારો મુખ્ય ભૂમિકા ભજવે છે.

ઓગણીસ વર્ષનો એક દીકરો પોતાની સિંગલ મધર માટે પરફેક્ટ મેચ શોધવા માટે આલ્ગોરિધમનો ઉપયોગ કરે ત્યારે શું થાય? આનો જવાબ 'મા કા સમ' શોમાંથી મળશે. મોના સિંહ અને મિહિર આહુજાને મુખ્ય પાત્રોમાં ચમકાવતા આ શોની પહેલી સિઝન કાલથી અમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાશે.