Magazines

નવું શું છે ? .

By GS TEAM
14 May 20261 min read
નવું શું છે ?                                    .

એક નવીનક્કોર એક્શન થ્રિલર ફિલ્મ આજે જ નેટફ્લિક્સ પર મૂકાઈ છે, ટાઇટલ છે 'કર્તવ્ય'. શાહરુખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટે પ્રોડયુસ કરેલી આ ફિલ્મમાં સૈફ અલી ખાને પોલીસ ઇન્સપેક્ટરનો રોલ કર્યો છે. પુલકિતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં લલ્લનટોપવાળા પેલા સૌરભ દ્વિવેદીએ પણ એક્ટિંગ કરી છે, અને તે પણ નેગેટિવ રોલમાં.

 તમને કોમેડિયન માર્ટિન શોર્ટની ફિલ્મો અને શોઝ પસંદ છે? તેમના જીવન પર એક ડોક્યુમેન્ટરી બની છે, જેનું ટાઇટલ છે, 'માર્ટી, લાઇફ ઇઝ શોર્ટ'. આ ડોક્યુમેન્ટરીનું નેટફ્લિક્સ પર ઓલરેડી સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે. 

 'એક્ઝામ' એ સાત એપિસોડની થ્રિલર વેબ સિરીઝ છે, જેમાં એક બાહોશ યુવતી રિજનલ પબ્લિક સર્વિસ એક્ઝામના પેપર લીક કરવાના નેટવર્કને ઊઘાડું પાડવાનું જોખમી મિશન આદરે છે. આ શોનું અમેઝોન પ્રાઇમ વીડિયો પર આજથી સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે.


 'ઇન્સપેક્ટર અવિનાશ' શોની બીજી સિઝન આજથી જિયોહોટસ્ટાર પર મૂકાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના અસલી સુપર કોપ અવિનાશ મિશ્રાના જીવન પર આધારિત આ સિરીઝમાં રણદીપ હૂડાએ ટાઇટલ રોલ કર્યો છે.