TV TALK .

મૌની રોય અને સૂરજના લગ્નજીવનમાં પડયું ભંગાણ?
ચાર વર્ષની લગ્નજીવન પછી અભિનેત્રી મૌની રોય અને સૂરજ નામ્બિયાર સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરતા નથી. આ કારણે બંનેના લગ્ન જીવનમાં ભંગાણ પડયું હોવાની વાત જોરશોરથી સંભળાઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો ન કરતાં આ દંપતિએ આવી અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે જ અહેવાલો અને સ્ક્રીનશોટ વાઇરલ થયા પછી ઓનલાઈન ચર્ચા વધુ તીવ્ર બની છે. દરમિયાન એક ન્યૂઝ શોના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સૂરજ નામ્બિયારે તો મૌની રોય સાથે કથિત રીતે છેતરપિંડી કરી છે. એવું કહેવામાં આવે છે કે સૂરજે તેની (મૌની) સાથે લગ્ન કર્યા અને તેનો ઉપયોગ ખ્યાતિ અને નાણાં માટે કર્યો. તેમના લગ્નજીવનમાં મુશ્કેલીની અટકળો વધી રહી હોવાથી સૂરજે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધું છે, જેના કારણે ચાહકો મૌની રોય સાથેના તેના સંબંધો વિશે ઉત્સુક બન્યા છે.
મૌની રોયે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગમાં સૂરજ સાથે લગ્ન કર્યા હતા. એ પહેલા તેમણે ડેટિંગ કર્યું હતું તેમના લગ્ન માલાવતી અને બંગાળી- બંને પરંપરામાં થયા હતા. જો કે બંનેમાંથી કોઈએ સત્તાવાર નિવેદન બહાર પાડયું નથી.

રચના મિસ્ત્રી જાન્યુઆરીમાં લગ્ન કરશે...
ટીવી અભિનેત્રી રચના મિસ્ત્રી બિજનેશમેન અમિત મદાન સાથે આવતા વર્ષે ૧૮ જાન્યુઆરીએ લગ્ન કરવાની છે. આ બંને જણા છેલ્લાં પાંચ વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. તેમણે બંનેએ ત્રીજી મેએ મુંબઈમાં સગાઈ કરી લીધી છે.
રચના મિસ્ત્રીએ પોતાનો ઉત્સાહ સેર કરતાં જણાવ્યું હતું કે 'અમારા પરિવારજનો તો ઘણાં સમયથી અમારા લગ્નની વાતો કરી રહ્યા છે, પણ અમે તો અમારા કોર્ટશિપ સમયગાળાનો આનંદ માણી રહ્યા છીએ. આ તો એક જાદુઈ સમયગાળો છે.'
એકબીજાની સંસ્કૃતિઓ સ્વીકારવા વિસે વાત કરતાં રચનાએ સેર કર્યું, 'મેં મારી સગાઈ માટે જાંબલી ગુજરાતી બાંધણી સાડી પહેરી હતી અને એ તો મારા પંજાબી સાસરિયાને ખૂબ જ ગમ્યું હતું. આમ તો આંતરજાતિય લગ્નમાં ગોઠવણો થાય છે, પણ મારા સાસરિયાઓ આપણી પરંપરા અપનાવવાથી ખુશ છે અને મારા માતાપિતા પણ તેમના માટે પણ એટલાં જ ખુલ્લાં છે.'
તેમના સંબંધો વિશે બોલતા 'જાગૃતિ-એક નયી સુલહ'ની અભિનેત્રી કહે છે, 'અમિત જોબમાં માગણીઓનું મહત્ત્વ સમજે છે અને તે અંગે એ ખૂબ જ લવચિક છે. હું પણ કામની અગત્યતા સમજું છું. એ હાલમાં અમદાવાદમાં તેના વ્યવસાયનું ધ્યાન રાખી રહ્યો છે. અમે લગ્નનું આયોજન શરૂ કરી દીધું છે અને અમારા જીવનના નવા તબક્કાની રાહ જોઈ રહ્યા છીએ,' એમ રચનાએ ઉમેર્યું હતું.

રોલથી નાખુશ આંચલ ખુરાનાએ 'તુ જુલિયેટ જટ્ટ દી' શો છોડી દીધો
'સપને સુહાને લડકપન કે', 'બડે અચ્છે લગતે હૈ-૨' જેવા શોઝથી ઘરેઘરે જાણીતી બનેલી અભિનેત્રી આંચલ ખુરાના 'તુ જુલિયટ જટ્ટ દી'માં તો મોટી-મોટી આકાંક્ષા અપેક્ષા સાથે સામેલ થઈ, પણ હવે આ અભિનેત્રીએ આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે અને અત્યારે તો એ નોટિસ પીડિયડ પર કામ પૂરું કરી રહી છે.
આંચલે જણાવ્યું, 'નિર્માતાોએ મને મહિનાના ૨૬ દિવસ માટે બ્લોક કરી દીધી છે. મેં ઓક્ટોબરમાં શોનું શુટિંગ સરૂ કર્યું, પણ મારી પાસેથી તે મહિનામાં માંડ ૨૩ દિવસનું શુટિંગ કરાવ્યું. આટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન મારા પાત્ર માટે લખાયેલા સીન્સ અને દ્રશ્યો જરાય મહત્ત્વના નહોતા. હું સમજું છું કે ટેલિવિઝનનું શિડયુલ દરરોજ બદલાતું રહે છે. મને અપેક્ષા હતી કે બધુ જ શુટિંગ સમુસુતરું પાર પડશે, પણ નહીં- સુટિંગ શિડયૂલ એવું નહોતું. હું મારા સમયનું આયોજન તે મુજબ કરી શકતી નહોતી. એક કલાકાર તરીકે બિનઉપયોગી અનુભવવું નિરાશાજનક છે. તેથી હવે મેં આગળ વધવાનું નક્કી કર્યું છે.'
આ શોનું શુટિંગ ચંડિગઢમાં થઈ રહ્યું છે. આ હકીકતે જ મારી મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સાથે તે સમજાવે છે, 'જો શુટિંગ મુંબઈમાં થયું હોત તો આટલી મુશ્કેલી ન આવી હોત કારણ કે હું જાહેરાતનું શુટિંગ અને અન્ય કાર્યો સાથે મેનેજ કરી શકી હોત, પરંતુ પુનિયાબમાં કામ કરવું અને મહિનામાં લગભગ ૨૫ દિવસ ખાલી બેસી રહેવું મુશ્કેલ છે. એક કલાકાર તરીકે મારું કામ સેટ પર હોવું અને કેમેરા સામે પ્રદર્શન કરવાનું છે,' એમ આંચલે ઉમેર્યું હતું.









