TV TALK .

ગૌરવ ખન્ના માટે મુંબઈ આવી એક્ટર બનવું એક રિસ્ક હતું
'અનુપમા' અને 'સીઆઈડી' જેવા લોકપ્રિય ટીવી શોઝના એક્ટર તરીકે જાણીતો ગૌરવ ખન્ના જોખમ લેવામાં જરાય ખચકાતો નથી. એટલે જ એ 'બિગ બોસ' અને 'માસ્ટર શેફ ઇન્ડિયા'નું ઉપરાઉપરી વિજેતાપદ મેળવ્યા બાદ હવે 'ખતરોં કે ખિલાડી'ના હાઈ-રિસ્ક વર્લ્ડમાં પ્રવેશવા થનગની રહ્યો છે. એ વિશે મીડિયા સાથે અનૌપચારિક વાત કરતા ગૌરવ કહે છે, 'હું ખતરોં કે ખિલાડી (કેકેકે) સાથે જોડાયેલા પડકારોથી સારી રીતે વાકેફ છું. એ નકરા સ્ટંટસથી ભરપુર ગેમ છે, જેમાં તમારે તમારા જાતજાતના ડર પર વિજય મેળવવાનો છે. મને લાગે છે કે હું જ મારો સૌથી મોટી કોમ્પિટીટર (સ્પર્ધક) બની રહીશ કારણ કે મારું મગજ જ સૌથી પહેલા મારી સાથે રમત કરશે. મે એ બધા ભય ભૂલાવી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાવ છો.'
શું જોખમ લેવાનું તમારા સ્વભાવમાં છે એવું પૂછાતા હેન્ડસમ અભિનેતા કહે છે, 'મારા માટે રિસ્ક લેવું કોઈ ગેમનો ભાગ નથી, પણ એ મારી લાઈફ પેટર્ન છે, જેણે મારી અત્યાર સુધીની જર્નીને આકાર આપ્યો છે. હું તો પહેલેથી ભયસ્થાનોનો સામનો કરતો આવ્યો છું અને રિસ્ક લેતો રહ્યો છું. સૌપ્રથમ તો કોઈ પ્લાન વિના મુંબઈ આવી કોઈ ગોડફાધર બિના એક્ટર બનવું એક રિસ્ક જ હતું.
પવિત્રા પુનિયા : દરેક વ્યક્તિને પોતાની વિશેષતાઓ વધારવાનો અધિકાર છે!
અભિનેત્રી પવિત્રા પુનિયા ઓનલાઈન ટીકા કરતાં ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ છે અને આવા ટીકાકારોને ચૂપ કરી દીધા છે. હા, પવિત્રા પુનિયા પોતાની વાત શેર કરતી વેળા શબ્દોમાં કોઈ કચાશ નથી છોડતી. સેલિબ્રિટીઓ વારંવાર જે ઓનલાઈન ટીકા કરે છે તેના પરના મંતવ્યો તેણે અહીં પ્રગટ કર્યા છે.
પવિત્રા પુનિયા કહે છે, 'સેલિબ્રિટીઓને નિયમિતપણે ટ્રોલ કરવામાં આવે છે અને અમને દર બીજા દિવસે નકારાત્મક ટિપ્પણીઓ મળે છે, તેથી જ મને તેના વિશે વાત કરવાનું મન થયું છે.'
કોસ્મેટિક પ્રક્રિયાઓ કરાવવા બદલ કલાકારોને નિશાન બનાવતાં ટ્રોલર્સને સંબોધતા તેણે કહ્યું, 'હું એક સ્પષ્ટવક્તા વ્યક્તિ છું. તેથી પાછળ બેસીને લોકોને જે કંઈ કહેવું હોય તે કહેવાની જરૂર નથી... મારા માટે એવું નથી, તે આપણું જીવન છે. જો કોઈ સર્જરી નિષ્ફળ જાય- આપણા માટે સારું કે ખરાબ- તે કોઈનો વ્યવસાય નથી.'
કોસ્મેટિક એન્હાન્સમેન્ટ્સ અંગે તે બધુ સમજે છે. તે નવા કે દુર્લભ નથી. 'દરેક વ્યક્તિને પોતાના ફીચર્સ અથવા તેની બોડીને વધારવાનો અધિકાર છે. એમ તેણે કહ્યું હતું.
દિગાંગના સૂર્યવંશી : તમે જે દિશામાં વધવા માગતા હો તેને પ્રેમ કરવો પડશે
'એક વીર કી અરદાસ... વીરા'માં કામ કરી ઘરેઘરે જાણીતી બનેલી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીએ ૨૦૧૭માં ટેલિવિઝનને સલામ ભરીને ફિલ્મોમાં કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી. આટલા મોટા નિર્ણય પછી પણ તે પોતાની કારકિર્દીના એ તબક્કાને નિકટથી પકડી રાખે છે. આ અંગે તે કહે છે, 'મને ટેલિવિઝન તો ખૂબ જ ગમે છે. હું પાંચ વર્ષની હતી ત્યારથી મેં સ્ક્રિન પર આવવાનું સ્વપ્ન જોયું હતું અને અંતે મેં મારું એ સ્વપ્ન પૂરું કર્યું. તેનાથી અપેક્ષા જાગી,' આ અભિનેત્રી 'ફ્રાય ડે' સાથે હિન્દી ફિલ્મમાં આવી અને બાદમાં 'જલેબી'માં જોવા મળી.
જો કે આ પછી તો ખૂબ જ અપેક્ષાઓ હતી અને અપેક્ષા મુજબ અદાકારી કરી ન હતી ત્યારે દિગાંગના આ અનુભવના દ્રષ્ટિકોણથી જોવાનું પસંદ કરે છે. આ વાતને શેર કરતા તે કહે છે, 'હું કાચનો અડધો ભરેલો ગ્લાસ જોવાનું પસંદ કરું છું. મને એકવીસ વર્ષની વયે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરવાની તક મળી અને તે એવી બાબત છે, જેની હું કદર કરું છું.'
તાજેતરના વર્ષોમાં તેનું મોટાભાગનું કામ તો દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં રહ્યું છે. મને એક કલાકાર તરીકે મારી ક્ષમતા શોધવામાં મદદ કરી, એવી ભાષામાં રેખાઓ શીખવાથી લઈને હું જે સમજી ન હતી તે ભાષામાં લીટીઓ અનુરૂપ અભિનય અદા કરવા સુધીની વાતો સામેલ થાય છે.'
આ સાથે જ તે ઉમેરે છે, 'હિન્દી સિનેમામાં કારકિર્દી બનાવવા માટે પોતાના પડકારો આવે છે, જે ઘણા મુશ્કેલ હોય છે.' આ સાથે જ તે કહે છે, 'આ એક ખૂબ જ કઠિન અને સ્પર્ધાત્મક સ્પેસ (જગ્યા) છે. આગળ વધવા માટે તમારે ખરેખર જે કરવું છે તે પ્રેમ કરવો પડશે. કોઈ નિશ્ચિત રોડમેપ નથી. તમે શીખો છો અને સફરમાં તમારો માર્ગ શોધો છો.'
અભિનય ઉપરાંત દિગાંગનાએ મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં પણ ઘણું કામ કર્યું છે.









