TV TALK .

હવે ટીવી પર રોજ અનિલ કપૂરના 'દર્શન'
વેટરન એક્ટર અનિલ કપૂર હવે ટીવી પર પુનરાગમન કરવાની તૈયારીમાં છે. આ વખતે અનિલ હિટ બ્રિટીશ ગેમ શો 'ધ વન પર્સન્ટ ક્લબ'ના ભારતીય રૂપાંતરના હોસ્ટ તરીકે જોવા મળશે.
અનિલ કપૂરનો સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારો આ શો ભલે 'કૌન બનેગા કરોડપતિ?' જેવો ક્વિઝ શો લાગે પણ એનું ફોર્મેટ સાવ અલગ હશે. એમાં સ્પર્ધકના સામાન્ય જ્ઞાાનને બદલે એની તર્ક શક્તિ, ઓબઝર્વેશન પાવર અને પ્રોબ્લેમનો ઉકેલ લાવવાની કાબેલિયતની પરીક્ષા લેવાશે. કપૂરે શોના પ્રમોશનલ મટીરિયલનું શુટિંગ શરૂ કરી દીધું છે અને થોડા અરસામાં એના પ્રસારણની તારીખ પણ જાહેર કરાશે.
ઉપાસના સિંહનું શિલ્પાને સમર્થન: નિર્માતાના નિર્ણય સામે આપણે કોણ?
અભિનેત્રી અને કોમેડિયન ઉપરાંત 'સીઆઈએનટીએએ'ની મહામંત્રી ઉપાસના સિંહ લગભગ નવ વર્ષ પહેલા 'ભાભીજી ઘર પર હૈ'ના નિર્માતા સંજય કોહલી પર લગાવેલા જાતીય સતામણીના આરોપ ખોટા હતા, તે કબૂલ કર્યા પછી અભિનેત્રી શિલ્પા શિંદેના સમર્થનમાં બહાર આવી છે. 'શિલ્પાએ પોતે કબૂલ્યું છે કે તેણે ભૂલ કરી છે. તે એમ નથી કહેતી કે તેણે સાચું કર્યું છે. હું ખોટા જાતીય સતામણીના કેસ દાખલ કરવાને જરાય સમર્થન નથી આપતી, પરંતુ આપણે એક વાર્તાની બીજી બાજુ પણ જોવી જોઈએ નહીં. આપણે એવી પરિસ્થિતિઓ અને માનસિક સ્થિતિને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, જેમાં વ્યક્તિ નિર્ણય લે છે,' એમ ઉપાસના સિંહે જણાવ્યું હતું.
ત્રણ ટીવી શોઝમાં શિલ્પા સાથે કામ કર્યા પછી આ ૫૦ વર્ષની અભિનેત્રી પોતાને સાથીદારોને જ્યારે જરૂર હોય ત્યારે તેમને મદદ કરવા તથા પડખે ઊભી રહેવા માટે સદા તત્પર રહે છે. 'શિલ્પા તો એક દયાળુ મહિલા છે. હું તેને બચાવતી નથી. તેણે જે કર્યું એ તદ્દન સાચી અને સહજ વાત છે. હું તો માત્ર એટલું જ કહી રહી છું કે ઘણીવાર તો જે તે વ્યક્તિ જે નિર્ણય લે ચે તેને તો ઘણીવાર સંજોગો પ્રભાવિત કરે છે,' એમ ઉપાસના સિંહ કહે છે.
શિલ્પા સામે કાર્યવાહી કરવાની વાતને ફગાવી દેતાં ઉપાસના સિંહે નિર્દેશ કર્યો છે કે કોહલી (નિર્માતા) અને નિર્માતાઓએ આખરે કામ કરવાનું પસંદ કર્યું છે અને તે પણ આ અભિનેત્રી સાથે! 'નિર્માતાઓને સંપૂર્ણ અધિકાર છે કે તેઓ કેવી પ્રતિક્રિયા આપવા માગે છે. તેમણે ફરીથી શિલ્પા સાથે કામ કર્યું. જો નિર્માતાઓને તેના પ્રત્યે આટલો ગુસ્સો અને રોષ હોત તો તેઓ ફરી ક્યારેય તેની સાથે કામ જ ન કર. જો નિર્માતાઓ તેને માફ કરી શકે અને આગળ વધી શકે તો આપણે કોણ છીએ જે નિર્ણય કરી શકે?'
આ સાથે જ અભિનેત્રી ઉપાસના સિંહ સ્વીકારે છે કે શિલ્પાની કબૂલાતનાં વ્યાપક પરિણમો આવી શકે છે. 'લોકો હવે અન્ય કેસ પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી છે અને તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમાં કોઈ શંકા નથી કે શિલ્પાએ ભૂલ કરી છે. કોઈ પણ વ્યક્તિએ આવું ન કરવું જોઈએ,' એમ ઉપાસના સિંહે ઉમેર્યું હતું.
અંગુરીભાભી શિલ્પા શિંદેની નેટવર્થ કેટલી છે, જાણો છો?
ઉપર જોયું તે પ્રમાણે, ભાભીજી ઘર પર હૈ'ની અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં એવો ખુલાસો કર્યો હતો કે તેણે 'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડયુસર પર મોટા આરોપ મુક્યા હતા.
દેખીતી રીતે જ આવા આંચકાજનક ખુલાસા પછી તો એ લાઇમલાઇટમાં આવી ગઇ છે. અને સોશિયલ મીડિયા પર તો તેને જબરદસ્ત રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, પણ તેનું કહેવું છે કે તેને ટ્રોલિંગથી કોઇ ફરક નથી પડતો. શિલ્પા શિંદે લગભગ રૂ. ૩૩ કરોડની માલિક છે. જોકે આટલી મિલકત હોવા છતાં તેને સામાન્ય જિંદગી જીવવામાં રસ છે અને તે જ રીતે એ જીવન વિતાવી રહી છે.
અખબારી અહેવાલો મુજબ શિલ્પા શિંદેની નેટવર્થ રૂ. ૧૮ કરોડથી રૂ. ૩૩ કરોડની વચ્ચે છે. અભિનય ઉપરાંત શિલ્પા શિંદે રિયાલિટી શોઝ કરે છે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ ઘણું કામ કરી લે છે. શિલ્પા શિંદે 'બિગ બોસ-૧૧'ની વિનર પણ રહી ચુકી છે, જેમાં તેને ઘણી મોટી રકમ મળી છે.
'ભાભીજી ઘર પર હૈ-ટુ' ફ્રેન્ચાઇજીમાં પાછી ફરતા શિલ્પા શિંદેએ અંગૂરી ભાભીના પાત્રમાં નવી જાન રેડી દીધી છે. શોમાં પાછા ફર્યા પછી તે દરેક એપિસોડ દીઠ ચિક્કાર ફી ચાર્જ કરી રહી છે. શિલ્પા શિંદેને 'બિગ-બોસ-૧૧' જીત્યા પછી રૂ. ૪૪ લાખ પ્રાઇઝ મની તરીકે મળ્યા. સલમાન ખાનના આ શોના દરેક એપિસોડના રૂ. ૬થી સાત લાખ મળતા હતા. આ ઉપરાંત શિલ્પા 'ખતરાંે કે ખિલાડી-૧૪' અને 'ઝલક દિખલા જા-૧૦' જેવા મોટા રિયાલીટી શોઝમાં નજરે પડે છે.
શિલ્પા શિંદેનું મુંબઇમાં વૈભવી અને કરજતમાં એક સુંદર ફાર્મહાઉસ છે. શિલ્પા પાસે બીએમડબલ્યુ- એક્સ-૩ અને મર્સિડિઝ બેન્ઝ જીએમસી જેવી રકઝરી કાર પણ છે. 'ખતરોં કે ખિલાડી-૧૪'ના દરેક હપ્તાના શિલ્પાને રૂ. સાત લાખ ફી મળતી હતી, આમ શિલ્પા શિંદે નાણાંની બાબતમાં સુખી છે.
નોટ બેડ!









