Magazines

TV TALK .

By GS TEAM
17 Jul 20254 mins read
TV TALK                                                            .

પરમ સિંહ : હું ગુમ નહોતો થયો

અભિનેતા પરમ સિંહ ત્રણ વર્ષના અંતરાલ પછી 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' દ્વારા ટીવી પર પરત ફર્યો. આ શો બાબતે અભિનેતાએ કહ્યું હતું કે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સર્જનાત્મક રીતે મારા માટે સંતોષકારક હતો. પરંતુ અભિનેતાની કમનસીબી તો જૂઓ. આ ધારાવાહિક માત્ર પાંચ મહિનામાં વિરામ પામી. જોકે પરમ સિંહને તેનો ખાસ રંજ નથી. તે કહે છે કે આ ધારાવાહિકની સ્ટોરી, કલાકાર-કસબીો, કોન્સેપ્ટ, બધું જ સરસ હતું. આમ છતાં કેટલીક વખત સારી સ્ટોરીને પણ ધાર્યો પ્રતિસાદ નથી મળતો, અને તે પણ દેખીતા કારણ વગર. જોકે તે એમ કહેવાનું પણ નથી ચૂકતો કે સર્જકો આ સીરિયલને અલગ જ ટાઈમ ઝોનમાં લઈ ગયાં હતાં. તેના નવા કિરદારો અગાઉના પાત્રો સાથે જોડાઈ ન શક્યા. સ્વાભાવિક રીતે જ દર્શકો શોથી દૂર થતાં ગયાં અને છેવટે તેના પર પડદો પાડી દેવામાં આવ્યો. પરમ ઉમેરે છે કે એમ માની લેવાનું કોઈ કારણ નથી કે 'ગુમ હૈ કિસ કે પ્યાર મેં' રજૂ થયું તેનાથી પહેલાના ત્રણ વર્ષ હું બેકાર હતો. મેં બે વેબ સીરિઝ કરી હતી. પરંતુ તે હજી સુધી રીલિઝ નથી થઈ. આવી સ્થિતિમાં લોકોને એમ લાગે કે હું ક્યાંક ગુમ થઈ ગયો હતો તે સ્વાભાવિક છે.

એજાઝ ખાન:  ટીવી છોડીને ભૂલ કરી 

અભિનેતા એજાઝ ખાન  વર્ષ ૨૦૦૩થી  ૨૦૦૮ના  સમય દરમિયાન  ટીવી  પર સતત  છવાયેલો  રહ્યો હતો. તેણે આ માધ્યમમાં  વિવિધ પ્રકારની ભૂમિકાઓ   બખૂબી  અદા કરી.  પછીથી તેણે  ફિલ્મો અને  ઓટીટી  પર પણ  કામ કર્યું.  જો કે સંખ્યાબંધ  ફિલ્મોમાં કામ કરવા છતાં એજાઝ  ફિલ્મોદ્યોગમાં  પોતાનું સ્થાન  સુનિશ્ચિત  નથી કરી શક્યો.   અભિનેતા  એક તરફ  ફિલ્મોમાં  અપ્રતિમ ખ્યાતી પ્રાપ્ત  કરવા ફાંફાં  મારી રહ્યો  છે. એજાઝ કહે છે કે  જે વખતે ટીવી જગતમાં હું શિખર સર કરી રહ્યો હતો ત્યારે મને કુમતિ  સુઝી.  મેં એમ વિચાર્યું  કે હું  ટચૂકડા પડદે વધારે  પડતો દેખાઈ  રહ્યો  છું. માા  શિરે ઓવર વિઝિબિલિટીનું  દબાણ વધવા લાગ્યું હતું. અભિનેતા વધુમાં કહે છે કે  પછીથી મને ઘણી વખત એમ  લાગ્યાં કરતું  હતું કે  વર્ષ ૨૦૦૮માં   હું ટીવી  પર સર્વત્ર  છવાયેલો હતો ત્યારે એ માધ્યમ  છોડવાનો મારો નિર્ણય  ભૂલભર્યો હ તો.   જો તે વખતે  મેં ટીવી ન છોડ્યું  હોત તો વધુ ચાર ઘર ખરીદવા   સહિત મારા પરિવારને   કાયમી આર્થિક  સધ્ધરતા આપી  શક્યો હોત. 

તાજેતરમાં  વેબ સીરિઝ  ' અદ્રશ્યમ-૨' મા ંજોવા મળેલો   એજાઝ   કહે છે કે  કેટલાંક  કિરદાર   માત્ર અને માત્ર  મારો નિયમિત  ખર્ચ કાઢવા જ અદા કરેલા. ્અલબત્ત, આવા વખતે પણ  મેં મારા  અભિનયમાં  જરાય કચાશ  નહોતી રાખી. જો કે 'બિગ બોસ'માં  ભાગ  લીધા પછી અભિનેતાએ  વ્યવસ્થિત  કામ મેળવવાનો  પ્રયાસ શરૂ કરી દીધો હતો.  તે કહે છે કે જે વનખતે હું સારામાં સારા પાત્રો ભજવતો  હતો ત્યારે  મને એમ લાગ્યું હતું કે હું પડદા પર વધારે પડતો  દેખાઈ રહ્યો છું. છેવટે  મેં ઝાઝંા  કામ કરવાને બદલે ગુણવત્તાસભર  કામ કરવાનો નિર્ણય  કર્યો.   પરંતુ  મારી આ કારી ન  ફાવી.  અને હવેમને ધારી સફળતા  નથી મળી રહી ત્યારે   હું પડદા પર ન દેખાવાના પસ્તાવાથી  પીડાઈ રહ્યો છું. મને એમ  લાગે  છે કે લોકો મને વિસરી જશે.  હું ઈમપોટ સિન્ડ્રોમનો શિકાર  બન્યો છું.

પદ્મીની કોલ્હાપુરે: રૂડાં રાજમાતા

ધારાવાહિક 'ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ'માં પીઢ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે 'રાજમાતા'ની ભૂમિકા બખૂબી નિભાવી રહી છે. આ શોમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના બચપણ, તેમનો ઉછેર દર્શાવવામાં આવી રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણને તેમની માતા જેવી રીતે ઉછેરે છે તે તેમના ભવિષ્યને ઘડે છે. પીઢ અદાકારા કહે છે કે 'રાજમાતા'નું કિરદાર અદા કરતી વખતે હું એ દિવસોમાં સરી પડું છું જ્યારે મારો પુત્ર નાનો હતો અને મારી સમગ્ર દુનિયા તેની આસપાસ ફરતી હતી. મારી રીલ અને રીઅલ લાઈફ જાણે કે પરસ્પર પરોવાઈ જતી. મને એમ લાગે છે જાણે હું વધુ એક વખત મારા પુત્રનું બચપણ જીવી રહી છું. મારા મતે કોઈ સાધારણ સ્ત્રી હોય કે રાજમાતા, બંનેનું માતૃત્વ, સંતાન પ્રત્યેની તેની મમતા, ત્યાગ, ચિંતા, સંસ્કારોનું સિંચન, માર્ગદર્શન એકસમાન હોય છે. જોકે મને ક્યારેય એ વાતની કલ્પના નહોતી કે રાજમાતાની તાકાત તેમની કોમળતામાં રહેલી છે. પણ હવે મને સમજાય છે કે આ લાગણી તો સાર્વત્રિક છે. જે રીતે આ પાત્ર મને મારી રીઅલ લાઈફમાં ખેંચી જતું તે અનુભવ્યા પછી હું આ વાત સમજી શકી.