Magazines

TV TALK .

By GS TEAM
14 May 20264 mins read
TV TALK                                                        .

ઘરમાં લાખ્ખોની હાથસફાઈથી ચોંકી ગયો વિપુલ રોય

ગયા વરસે સૈફ અલી ખાનના અપાર્ટમેન્ટમાં ચોરીના ઇરાદે ઘુસી એને ઉપરાઉપરી છરીના ઘાથી ઘાયલ કરનાર બાંગ્લાદેશી ઘરફોડુએ દહેશન ફેલાવી હતી. આ બનાવે ખાન પરિવારને હચમચાવી નાખ્યો હતો. જ્યારે આ વરસે ટીવી એક્ટર વિપુલ રોય છઠ્ઠી એપ્રિલે પોતાના ઘરમાં થયેલી ચોરીથી ડઘાઈ ગયો છે. ખાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસ મુજબ વિપુલના ઘરમાં એક નોકરાણીએ હાથસફાઈ કરી હતી.

સબ ટીવીના શો 'એફઆઈઆર'માં ભોલા પંડિતનો રોલ કરીને લાઈમલાઈટમાં આવનાર વિપુલ રોય ચોરીના બનાવની વિગતો આપતા કહે છે, '૫ મી એપ્રિલે એક ઈવેન્ટમાંથી ઘરે પાછા ફરી મેં મારા બેડરૂમના ડ્રોવરમાં મારું ચાંદીનું બ્રેસલેટ મુક્યું હતું. મારા વોર્ડરોબનો બીજુ કોઈ ઉપયોગ ન કરતું હોવાથી હું સામાન્ય રીતે એના લોકરને લોક નથી કરતો. એ અરસામાં અમારી રેગ્યુલર નોકરાણી રજા પર હોવાથી અમે એક એપ મારફત ટેમ્પરરી મહિલા હેલ્પરને બોલાવી હતી. એ દિવસે હું બહાર હતો પણ મારી મમ્મી ઘરે જ હતી. બીજા દિવસે સવારે મને ખબર પડી કે મારું બ્રેસલેટ તો ગુમ છે. પહેલા મને એમ થયું કે મેં જ ક્યાંક બીજે મૂકી દીધું હશે. પરંતુ પછી થોડી વારમાં જ બત્તી થઈ કે વાઉચર્સ, ફોરેન કરન્સી અને એક ટ્રાવેલ કાર્ડ સાથેનું મારું કરન્સી પાઉચ પણ ગાયબ છે. એ અજાણી હેલ્પર મારા ઘરમાંથી રૂા.૫ લાખની ફોરેન કરન્સી ઉપરાંત ૨ લાખના હીરા અને સોનાના ઘરેણાં ઉઠાવી ગઈ હતી.'

 પોતાના વરવા અનુભવ પર પ્રતિક્રિયા આપતા રોય ઉમેરે છે, 'ઘણાં ઓનલાઈન પોર્ટલ્સે ઉક્ત બનાવની નોંધ લઈ મારા ઘરનું સરનામું લીક કર્યું. એને કારણે મારી અને મારા ફેમિલીની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ચોરીના આ બનાવે મારા ભરોસાને હલબલાવી નાખ્યો છે. આપણું મુંબઈ એના સલામત માહોલ માટે જાણીતું છે પરંતુ હવે હું ચોક્કસપણે વધુ સાવધ રહેવાનું પસંદ કરીશ.'


મનીષ રાયસિંઘાણી : હું કંઈ ટીવી નથી છોડી રહ્યો...

'બિદાઈ', 'સસુરાલ સિમરન કા' જેવા શોથી જાણીતા બનેલા અભિનેતા મનીષ રાયસિંઘાણી કહે છે કે  'હું ટીવીથી તો દૂર જતો નથી,' એમ કહી મનીષ સ્વીકારે છે કે 'હું વધુ પ્રતિબધ્ધ છું અને વધુ સભાન છું અને હું લાંબા સમયથી આ માધ્યમ સાથે સંકળાયેલો છું. હું આ માધ્યમ સાથે આટલાં લાંબા સમયથી જોડાયેલો છું તેથી તે અંગે હું થોડો જાગૃત બની ગયો છું. હમણાં હું મારા બહુવિધ જુસ્સાને ધ્યાનમાં લઈ રહ્યો છું. આથી હું એવી પ્રતિબધ્થતાઓ ટાળું છું જે મને અન્વેષણ કરવા દેતી નથી. એટલા માટે જ 'કથા અનકહી' અને 'નીમા ડેન્ઝોન્ગયા...' જેવા શોથી દૂર જવાનો તો કોઈ સવાલ હી નહીં હૈ...' એમ તેમણે જણાવ્યું.

'આપણે શોમાં એટલું જ રોકામ કરી શકીએ છીએ જેટલી જાહેરાતનો બજાર-હિસ્સો પરવાનગી આપે છે. આજે સ્ટોરીટેલિંગ ઝડપી છે. એટલું જ નહીં, એ વધુ મોટેથી અને સ્ક્રોલ-ફ્રેન્ડલી ઃ પહેલા જ્યારે આપણે ટીવી કે ફિલ્મો જોતા હતા ત્યારે આપણા હાથમાં સેલ-ફોન નહોતા,' એમ મનીષ ઉમેરે છે. 'મને એક વાત સમજાઈ ગઈ છે-સ્ક્રીનનું કદ ક્યારેય તમારું સ્ટારડમ નક્કી નથી કરતું. આ કામ તો તેને નિહાળતી આંખોની સંખ્યા છે,' એમ મનીષે કહ્યું હતું.


રેની ધ્યાની : મને લાગે છે કે હું તો સાવ નવોદિત જેવો છું

૨૦૨૪માં બેન્કર કરણ પરાશર સાથે લગ્નગ્રંથિથી જોડાનારી અભિનેત્રી રેની ધ્યાની માતૃત્વ સ્વીકારવાની તૈયારી કરી રહી છે. તેના મનમાં થોડી મૂંઝવણ હોવા છતાં મનમાં એક પ્રકારનો અનેરો આનંદ પણ વ્યાપેલો છે. 'બિગ બોસ-૮'ની ભૂતપૂર્વ સ્પર્ધક તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે. આ તબક્કા અંગે ખુલાસો કરતાં રેની ધ્યાની કહે છે, 'મારું શરીર બદલાઈ રહ્યું છે અને મારું જીવન બદલાવાનું છે, પરંતુ સૌથી મોટું પરિવર્તન મારી અંદર થઈ રહ્યું છે.' 'કેટલાંક દિવસ તો મને સંપૂર્ણપણે વાંચવા જેવું લાગે છે,' એમ કહી રેની ધ્યાની ઉમેરે છે, 'જેમ કે હું આ માટે જ બનાવવામાં આવી હતી. અન્ય દિવસોમાં તો મને ફક્ત થોભો અને બધું જ સ્વીકારો એના જેવું બની રહ્યું છે.' 'આ બધુ ફક્ત દુનિયામાં જીવન લાવવા વિશે જ નથી, તે મારા જન્મના એક નવા સંસ્કરણ વિશે પણ છે.  આ સમાચાર શેર કરતી વખતે કરણની પ્રતિક્રિયાને યાદ કરતાં 'કસમ તેરે પ્યાર કી'ની અભિનેત્રી કહે છે, 'પહેલાં તો તેણે મારી સામું જોયું, જાણે તે જાણવા માગતો હોય કે તે વાસ્તવિક છે કે નહીં અને પછી એક સ્મિત તેના ચહેરા પર આવ્યું, જે મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. તેણે કહ્યું, બધુ બદલાવાનું છે, ખરું ને? અને પહેલી વાર અમે બંનેએ ખરેખર તે અનુભવ્યું.'

હાલમાં હું દુબઈમાં સ્થાયી થઈ ગઈ છું. રેનીએ અભિનયમાં પાછા ફરવાની શક્યતાને નકારી નથી. છેલ્લે વેબ શો 'રાત્ર કે યાત્રી'માં જોવા મળેલી આ અભિનેત્રી કહે છે, 'હું મારા લગ્ન પછી દુબઈ ગઈ હતી, પરંતુ મુંબઈ મારા માટે ખાસ રહેશે કારણ કે આ જ સ્થળેથી મારા માટે બધુ શરૂ થયું હતું- મારી ટીવી સફર અને કન્ટેન્ટ. હું ગમે ત્યાં જાઉં મારો એક ભાગ હમેશાં ત્યાં રહેશે. અભિનય હમેશાં મારા જીવનનો એક ભાગ રહેશે. તેથી જ્યારે સમય યોગ્ય લાગે ત્યારે હું પાછા ફરવાનું પસંદ કરીશ,' એમ રેનીએ જણાવ્યું હતું.