TV TALK .

વિવિયન ડીસેનાના ઘરે નાનકડા રાજકુમારનું આગમન
ટીવી સ્ટાર અને બિગ બોસ ૧૮ના રનર અપ રહેલા વિવિયન ડીસેના ફરી એકવાર પિતા બન્યો છે. પત્ની નૂરાન અલીએ ૩૦ માર્ચના રોજ પુત્રને જન્મ આપ્યો. કપલ પોતાની પર્સનલ લાઈફ અત્યંત ખાનગી રાખતું હોવાથી પ્રેગનન્સી વિશે કોઈને જાણકારી નહોતી. તેમને અગાઉ એક પુત્રીનો જન્મ થયો હતો, હવે પુત્રના જન્મથી તેમના પરિવારનો વિસ્તાર થયો છે. વિવિયને પોતાના સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરતા જણાવ્યું કે થોડો સમય માટે હું લોકોની નજરોમાંથી ગાયબ થઈ ગયો હતો. કોઈ ખાસ કારણ નહોતું, કેટલીક વાતોની જાહેરાત નથી કરવાની હોતી, તેમાં જીવવાનું હોય છે. અમારુ સામ્રાજ્ય હવે વિસ્તર્યું છે અને આ વખતે પ્રિન્સનું આગમન થયું છે.
અનિલ કપૂરની '24' સીઝન-3 વાપસીની સરપ્રાઈઝ
લગભગ ૧૩ વર્ષ અગાઉ ટીવી પર પ્રસારિત સીરીઝ '૨૪'એ ભારતમાં ટીવી જોવાની પદ્ધતિ બદલી નાખી હતી. હવે દસ વર્ષની આતુરતા પછી અનિલ કપૂર ફરી એકવાર જય સિંહ રાઠોડની ભૂમિકામાં પાછો ફરી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ચાહકે તેમની નવી ફિલ્મ સુબેદારની પ્રશંસા કરી અને '૨૪'ની નવી સીઝનની ઈચ્છા વ્યક્ત કરી. અનિલ કપૂરે જવાબમાં લખ્યું, જલદી પાછો આવી રહ્યો છું, ૨૪ સાથે. અનિલના જવાબથી તેના ચાહકો ભારે ઉત્સાહિત થયા છે.
આ સરપ્રાઈઝ એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરની લોકપ્રિયતા દર્શાવે છે. સુબેદારના પ્રમોશન વચ્ચે આ સ્પષ્ટતા થઈ, જ્યારે તેનો ચાહક તેના દમદાર અભિનયની પ્રશંસા કરી રહ્યો હતો. અનિલે ફેનને નિરાશ ન કર્યો અને સીઝન ૩ની પુષ્ટી કરી દીધી. હવે સવાલ એ છે કે નવી સીઝનમાં જય સિંહ રાઠોડની સામે કયો પડકાર ઊભો થશે? શું તે ઘડિયાળની ટિક ટિક વચ્ચે દેશને બચાવી શકશે? તેના ચાહકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. આ વાપસી ટીવી ઉદ્યોગ માટે મોટો ધમાકો સાબિત થઈ શકે છે.
રામ કપૂર દુબઈની મુલાકાતે: તણાવ વચ્ચે રિનોવેશન
ટીવી અને ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ અભિનેતા રામ કપૂર હાલમાં એક વિચિત્ર કારણસર સમાચારોમાં ઝળકી રહ્યો છે. તેણે ખુલાસો કર્યો છે કે મધ્યપૂર્વમાં વ્યાપ્ત તણાવપૂર્ણ વાતાવરણ હોવા છતાં તેણે દુબઈ જવું પડી રહ્યું છે. એનું કારણ છે તેના બુર્જ ખલિફા સ્થિત આલીશાન ઘરનું રિનોવેશન કાર્ય, જેની ડેડલાઈન નજીક આવી ગઈ છે.
પોતાના દમદાર પાત્રો માટે પ્રસિદ્ધ રામ કપૂરે જણાવ્યું કે વર્તમાન સ્થિતિમાં ત્યાંનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. છતાં, સમય સીમાના દબાણમાં તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો. સામાન્યપણે સેલિબ્રિટીઓ પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં રહેતા હોય છે, પણ આ વખતે તેનો પ્રવાસ રિનોવેશનની મજબૂરી સાથે સંકળાયેલો છે. રામ કપૂર જેવા મોટા નામ પર કાયમ લોકોની નજર હોય છે, માટે જ તેનો આ નિર્ણય પણ ચર્ચાનો વિષય બની ગયો.
તેજસ્વી પ્રકાશ: બીચ વેકેશન ગ્લેમેરસ અંદાજ
ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશ હાલના દિવસોમાં બીચ વેકેશનની તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. નાગિન ફેમ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેની અનેક ગ્લેમેરસ તસવીરો શેર કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ. બિકિની, બીચ અને બિયર તેમજ રોમેન્ટિક વાઈબ્સવાળી આ તસવીરોમાં તેજસ્વીની પાતળી કમર, વિખરાયેલા વાળ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ ચાહકોને દીવાના બનાવી રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ બિકિનીમાં હાથમાં બિયરની બોટલ લઈને તેજસ્વી મસ્તી કરતી નજરે પડી રહી છે, જ્યારે કરણ કુન્દ્રા પણ ઉત્સાહિત જણાઈ રહ્યો છે. એક તસવીરમાં ઓફ-શોલ્ડર બ્લ્યુ ડ્રેસમાં તેનું સૌંદર્ય ઝળકી રહ્યું છે. નિયોન ગ્રીન આઉટફિટમાં ફિગર ફ્લોન્ટ કરતી સમુદ્ર કિનારે હટમાં કરણ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. બ્લેક શર્ટ-જીન્સમાં સ્માર્ટ દેખાતા કરણ સાથે તેની કેમિસ્ટ્રી કમાલની છે. સેલિબ્રિટી માસ્ટર શેફ સ્ટાર તેજસ્વી સાબિત કરી રહી છે કે તે ફેશન ગેમમાં પણ ટોપ પર છે. ચાહકો આ જોડીની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.









