Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
26 Mar 20263 mins read
SOCIAL સર્કલ                                                    .

ધુરંધર ટીમનાં રામદર્શનઃ ઓહ નો, એઆઈ!

સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થયેલી આ તસવીર જુઓ. તેમાં 'ધુરંધર' ફ્રેન્ચાઇઝના તમામ મુખ્ય કલાકારો, રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધર વત્તા શ્રીમતી યમી ગૌતમ ધર કેમેરા સાથે જોઈને મીઠડું સ્મિત આપી રહ્યાં છે. કેપ્શનમાં લખાયું છેઃ 'લીક્ડ ફોટોઃ 'ઘુરંધર-ટુ'ની અભિભૂત કરી નાખે એવી સફળતા પછી આખી ટીમે ચુપચાપ વહેલી સવારે શ્રી રામજન્મ ભૂમિ અયોધ્યા પહોંચીને રામજીનાં દર્શન કર્યાં.' ઇન ફેક્ટ, આ તસવીર રામમંદિરના પ્રાંગણમાં જ ખેંચાયેલી છે. વાત એકદમ લોજિકલ લાગે છે, રાઇટ? ... પણ ટ્વિસ્ટ હવે આવે છે. લાંબાલચ્ચ કેપ્શનની સાવ છેલ્લે લખવામાં આવ્યું છે કે, 'આ આટફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવેલી તસવીર છે અને તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરતો સીમિત છે. નો મિસઇન્ફર્મેશન ઓર ડિસરિસ્પેક્ટ ઇઝ ઇન્ટેન્ડેડ૦.' ધત્ત તેરી કી! તમે ચતુરાઈ જુઓ. અહીં કેપ્શન જાણી જોઈને નાનકડા લેખ જેવડી મૂકવામાં આવી છે. આટલું બધું કોણ ઝીણવટથી વાંચવા બેસવાનું છે? લોકો તો તસવીર જોઈને સ્ક્રોલ કરી દેશે. ઉત્સાહી ધૂરંધરપ્રમીઓ એને શેર કરી દેશે... પણ સચ્ચાઈ જુદી જ છે. સાચ્ચે, આ અળવતીરા એઆઈનું કરવું શું? 

રાકેશ રોશનઃ આને કહેવાય ફિલ્મી 'જાદુ'

ના, આ આઇટમમાં ક્યાંય એઆઈ નથી. જે છે તે શત પ્રતિશત શુદ્ધ અને જેન્યુઇન છે, અને તે છે, રાકેશ રોશનના 'ધુરંધર-ટુ' માટેના વખાણ! તેઓ સોશિયલ મીડિયા પર લખે છેઃ 'આ ફિલ્મ તમામ ફિલ્મમેકરો માટે એ વાતનું રિમાઇન્ડર છે કે આપણે સૌએ જરા પૉઝ લેવો પડશે અને આદિત્ય ધરે જે પેશન, વિઝન અને નીડરતાથી 'ધૂરંધર' બનાવી છે તેને ધ્યાનમાં રાખીને આપણે આપણી ફિલ્મોનું જે બંધારણ છે, તેને રિસેટ કરવું પડશે. આદિત્યે ફિલ્મમેકિંગના નવો યુગનો પ્રારંભ કર્યો છે. બીજા ફિલ્મમેકરોએ આને ખતરા તરીકે જોવાની જરૂર નથી, પણ સ્ટોરટેલિંગ અને મનોરંજનની દિશામાં લેવાયેલા એક તદુરસ્ત અને અત્યંત આવશ્યક એવા ક્રાંતિકારી પગલાં તરીકે મૂલવવાની જરૂર છે...' વગેરે વગેરે. જો આગળ નામ ન વાંચ્યું હોય તો એવું જ લાગે કે રામગોપાલ વર્માનું આ ઔર એક ટ્વિટ છે. વેલ, જે ખેલદિલીથી રોશન સિનિયરે આદિત્ય ધર અને એમની ફિલ્મને વધાવી લીધી છે તે બદલ એમને હેટ્સ ઓફ તો કહેવું જ પડે.   

ભારતી અને હર્ષઃ હમ દો હમારે દો

કોમેડિયન ભારતી સિંહે પોતાના સુખી-સંપૂર્ણ પરિવારની એક સરસ મજાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. એ, એનો ગુજરાતી લેખક-એન્કર પતિ હર્ષ લિંબાચિયા, મોટો દીકરો ગોલા (સાચું નામઃ લક્ષ) અને તાજો તાજો જન્મેલો નાનો દીકરો કાજુ (સાચું નામઃ યશવીર) મસ્ત કલર કો-ઓર્ડનેટેડ કપડાં પહેરીને આ ફોટોગ્રાફમાં ગોઠવાયાં છે.પંજાબી આટસ્ટ ભારતી સિંહનો તેજ ગતિથી આગળ વધેલો કરીઅર ગ્રાફ આપણે સૌએ જોયો છે. એને હંમેશાં પરણીને ઠરીઠામ થવું હતું અને એકાધિક બચ્ચાઓની મા બનવું હતું. સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બન્ને સરસ રીતે સુંતુલિત કરી શકી છે. બહોત અચ્છે, ભારતી.