Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
4 Jun 20263 mins read
SOCIAL સર્કલ                                                    .

દામિની 3 દાયકા બાદ બોલીવૂડ કમબેક માટે રેડી

બોલિવૂડમાં ૯૦ના દાયકામાં જાણીતી બનેલી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રિ ફરી એક વખત પોતાના અભિનયનો જાદુ પાથરવા તૈયાર થઈ છે. દામિની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને દર્શકોને મંત્રમુગ્ધ કરનારી મીનાક્ષી ફરીથી અભિનયના ઓજસ પાથરવા સજ્જ થઈ છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. બીજી તરફ તેણે ફિલ્મ મેકર્સ સમક્ષ કમબેક માટે પણ અપિલ કરી છે. તેણે લખ્યું હતું કે, હું તમારા પ્રેમ, સાથ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. ૩૦ વર્ષના લાંબા સફર પછી હું મારી કર્મભૂમી મુંબઈમાં પાછી ફરી છું. ફરી એક વખત આશા, ઉત્સાહ અને જુસ્સા સાથે સકારાત્મક રીતે મનોરંજનની દુનિયામાં ડગ માંડી રહી છું. તેણે જણાવ્યું હતું કે, તેને સારા અને અર્થપૂર્ણ કામના અવસરોની જરૂર છે. તે નાનો રોલ હોય કે મોટો રોલ હોય તે પ્રભાવશાળી અને ચેલેન્જિંગ પાત્ર ભજવવા માગે છે. તેને આર્ટિસ્ટ તરીકે પડકારી શકે તેવા પાત્રની શોધમાં છે. 

દુઆ લિપા અને કૈલમ ટર્નર રિંગ્સ ધ વેડિંગ બેલ

સિંગિંગ સેન્સેશન ગણાતી દુઆ લિપા લગ્નના બંધમાં બંધાઈ ગઈ છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની તસવીરો ફરતી કરી છે. તેણે બ્રિટિશ એક્ટર કૈલમ ટર્નર સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની સુંદર તસવીરો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. લંડનમાં યોજાયેલી એક ખાનગી ઈવેન્ટમાં બંને સપ્તપદીના બંધનમાં જોડાયા હતા. તેમણે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ લગ્ન કર્યા  હતા. તેઓ લંડનના જાણીતા ઓલ્ડ મેરિલેબોન ટાઉન હોલ ખાતે લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ ઐતિહાસિક ટાઉન હોલ અનેક સેલેબ્સના લગ્નનું સાક્ષી બની ચૂક્યું છે. તેમણે આ લગ્નને પ્રાઈવેટ જ રાખ્યા હતા અને માત્ર સોશિયલ મીડિયા ઉપર તેની કેટલીક તસવીરો મુકી હતી. પારંપરિક વ્હાઈટ ગાઉન નહીં પણ કોર્પોરેટ સ્ટાઈલમાં કોટ અને સ્કર્ટ પહેરીને આવી હતી. નવા લૂકમાં સજ્જ દુઆ લિપાનો બ્રાઈડ લૂક પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. તેના વેડિંગ લૂકની ચર્ચા ચારેકોર ચાલી છે.

ઝીનત અમાન... સિનિયર સીટિઝન નહીં પણ સિનિયર મિલેનિયલ બની ગયા

ઝીનત અમાને તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ મુકી હતી. તેમણે પોતાની કારકિર્ર્દીના પાંચ દાયકાના લેખાજોખાં વ્યક્ત કર્યા હતા. પોતાના જીવનમાં આવેલી દરેક સાથી સ્ત્રી કર્મચારીઓ, મિત્રો, સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એ તમામ સ્ત્રીઓના ફોટા શેર કર્યા હતા જેમણે આ પાંચ દાયકાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવામાં તેમનો સાથ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'હું છેલ્લાં લગભગ ૫૦ વર્ષથી અભિનય ક્ષેત્રે સક્રિય છું. અવારનવાર મારું ઇન્ટરવ્યુ લેનારાઓ મને હંમેશાં પૂછે છે કે 'શું બદલાયું છે?' તો, બદલાવ આ જ છે! તમે આજની પેઢીના લોકો કદાચ નહીં સમજી શકો કે મારા માટે એવા સેટ પર હોવું કેટલું રોમાંચક છે જ્યાં પ્રોડયુસર્સ, ફોટોગ્રાફર્સ, મેકઅપ આર્ટિસ્ટ્સ, હેર સ્ટાઇલિસ્ટ્સ, ક્લોધ્સ સ્ટાઇલિસ્ટ્સ, ડિરેક્ટર્સ, ડીઓપી (ર્ઘંઁજ) અને અન્ય ઘણા સેક્ટરમાં મહિલાઓ કામ કરી રહી છે. 'સિનિયર સીટિઝન થયેલા ઝીનત અમાને પોતાના મિલેનિયલ ટીમનો આભાર પણ સિનિયર મિલેનિયલ આર્ટિસ્ટની જેમ માન્યો હતો. બધા સાથેની તસવીરો શેર કરી હતી.