સુંદરતા નિખારે લીલી દ્રાક્ષ
લીલી દ્રાક્ષના પેક સુંદરતા નિખારવા અને ત્વચાને ઉપયોગી સાબિત થયા છે. લીલી દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન કે ભરપુર માત્રામાં હોય છે જે સ્કિનના સેલ્સને રિપેર કરીને ગ્લોઇંગ બનાવે છે.
દ્રાક્ષ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે, તો તેનો ફેસમાસ્ક પણ એટલો જ ફાયદાકારક છે. દરેક પ્રકારની ત્વચા પર તે લાભ આપે છે.
નિસ્તેજ ત્વચાને ચમકીલી કરે છે
ઋતુમાં બદલાવ, વધુ પડતુ તડકામાં ફરવાથી ત્વચા પર સૂર્યના આકરા કિરણોની વિપરીત અસરથી ત્વચા રૂક્ષ અને નિસ્તેજ થઇ જાય છે. જેમાં દ્રાક્ષનો ફેસમાસ્ક ઉપયોગી નીવડે છે.
ઓઇલી ત્વચા માટે દ્રાક્ષનો ફેસમાસ્ક
દ્રાક્ષને વાટી તેમાં ગુલાબજળના થોડા ટીપા નાખી બરાબર મિક્સ કરવું. આ પેકને ૨૦ મિનીટ સુધી ચહેરા પરલગાડી રાખી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. તે પછી રેગ્યુલર ક્રીમ ચહેરા પર લગાડી શકાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત કરવું.
રૂક્ષ ત્વચા
રૂક્ષ ત્વચા ધરાવનારે ઠંડી ઋતુમાં ત્વચાની રૂક્ષતા વધી જતી હોય છે. તેવામાં થોડી દ્વાક્ષને વાટી તેમાં બે ટીપા ગુલાબજળ અને એક નાનો ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવવી. ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાડી રાખી ધોઇ નાખવું.
મિશ્રિત ત્વચા
ન તો વધુ પ્રમાણમાં તૈલીય હોય કે ન તો વધુ પડતી રૂક્ષ હોય તેવી ત્વચા મિશ્રિત ત્વચા કહેવાય છે. દ્રાક્ષ સાથે ગાજરના નાના-નાના ટુકડા વાટી લેવા તેમાં અડધો ચમચો મ ભેલવી ચહેરા તેમજ ગરદન પર લગાડી ૨૫ મિનીટ પછી ધોઇ નાખવું. તરત જ ફાયદો દેખાશે.