Magazines

'ગમતા' યુવકની 'ગમતી' બનવાની ગુડ મેનર્સ

By GS TEAM
4 Aug 20257 mins read
'ગમતા' યુવકની 'ગમતી' બનવાની ગુડ મેનર્સ

આધુનિક પુરુષોને આકર્ષક દેખાવની સાથે સાથે સ્ત્રીનું સલૂકાઈભર્યું વર્તન પણ આકર્ષે છેઅત્યારના સમયમાં કોલેજમાં અને ઓફિસમાં સતત આકર્ષક યુવતીઓ અને યુવાનોને સાથે રહેવાની તક મળતી હોય છે. પહેલાંના સમયમાં યુવાનો પસંદની યુવતીઓને પ્રભાવિત કરીને વાતચીત શરૂ કરવા માટે ફાંફા મારતા હતા, પણ હવે યુવતીઓ પણ કમ નથી. તેઓ પણ પોતાની પસંદગીના યુવકને પ્રભાવિત કરીને તેના આકર્ષણનું કેન્દ્ર બનીને મિત્રતાની શરૂઆત કરવાના પ્રયાસને ખરાબ નથી માનતી. પહેલાં યુવકો માત્ર યુવતીઓનું આકર્ષક રૂપ જોઈને મોહી પડતા હતા, પણ હવે આધુનિક પુરુષને પોતાની પ્રેયસીમાં આકર્ષક રૂપની સાથે સાથે સલુકાઈભર્યા વર્તન, શિષ્ટાચાર અને યોગ્ય રૂપસજ્જાનો સમન્વય આકર્ષે છે. આમ, જો કોઈ યુવતીને તેના સ્વપ્નપુરુષની શોધ હોય અને તે આ પુરુષને પ્રભાવિત કરવા માગતી હો તો તેણે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને આધુનિક પુરુષના ગમા અને અણગમાને સમજવા પડે છે. આધુનિક પુરુષોને સમજદાર અને બુદ્ધિશાળી સાથીની તલાશ હોય છે એટલે જ્યારે તમે તમારી પસંદગીના પુરુષ સાથે હો ત્યારે બિનજરૂરી, ધડમાથા વગરની અને બાલિશ વાતો કરવાનું ટાળો તથા તેની સાથેની વાતચીતમાં તમારી અસલામતિની ભાવના કે લઘુતાગ્રંથિ ડોકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખો. પુરુષ જ્યારે પોતાની પસંદગીના પાત્ર સાથે સમય પસાર કરવા માગતો હોય ત્યારે આખો સમય લિપસ્ટિક, હેન્ડબેગ અને ફેશનની ચર્ચા કરવામાં અથવા તો કારણ વગરની ગોસીપ કરવામાં વેડફાઈ જાય તો તેનો મુડ સાવ મરી જાય છે અને એટલે જ તમે જ્યારે તમારી પસંદગીના પુરુષ સાથે હો ત્યારે હંમેશા આવી નકામી વાતો કરવાનું ટાળીને તેને રસના વિષયોનો જાણવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે જેને પ્રભાવિત કરવા માગતા હો એ પુરુષ તમારી કોઈ વાતના વખાણ કરે તો તેની એ વાતન પ્રેમથી અને માનથી સ્વીકાર કરો. આ પ્રકારના વર્તન નથી બન્ને પક્ષોમાં એકબીજા માટે હકારાત્મક લાગણી અનુભવાશે.

એક મહિલા અને પુરુષ જ્યારે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય ત્યારે એ બન્નેની બોડી લેન્ગવેજ જોઈને તેમના સંબંધનું શું ભવિષ્ય હશે એ વાતનો અંદાજ લગાવી શકાય છે. જો તમને તમારી સાથે વાત કરી રહેલા પુરુષમાં રસ હોય અને તમે એમ ઇચ્છતા હો કે તે પણ તમારામાં રસ લે તો તમારે બોડી લેન્ગવેજ પર ખાસ ઘ્યાન રાખવું જોઈએ. તમારી પસંદગીના પુરુષ સાથે વાત કરતી વખતે ક્યારેય ખભા ઉંચા રાખીને કે પછી અદબ વાળીને વાત ન કરો. આ પ્રકારની બોડી લેન્ગવેજ રક્ષણાત્મક સ્થિતિ દેખાડે છે. આના બદલે તમે સ્હેજ આગળ ઝુકીને વાત કરશો તો સામેની વ્યક્તિને અહેસાસ થશે કે તમે તેની વાતોમાં રસ લઈ રહ્યા છો. આ વાતચીત રહેતી વખતે જાણે બિઝનેસ મિટિંગમાં ભાગ લઈ રહ્યા હો એ રીતે ટટ્ટાર બેસીને ટાળવાને બદલે થોડો લાગણીશીલ અભિગમ અપનાવવો જોઈએ. વળી, વાતચીત દરમિયાન સતત અંગુઠો કે આંગળી દબાવતા રહેવી એ નર્વસનેસની નિશાની છે એટલે આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આના બદલે વારંવાર વાળમાં હાથ ફેરવવો તથા તમારા શરીરને સાથીદાર તરફ ઝુકાવ આપવાથી તમને તેનામાં રસ છે એ વાત દર્શાવી શકાય છે. તમારી લાગણી દર્શાવવા માટે તમે હુંફાળા હાસ્યની કે પછી ચહેરા પરની શરમની સુરખીની મદદ લઈ શકો છો. આ મુલાકાત સમયે કોઈ ખોટો આડંબર કરવાને બદલે તમે જેવા છો એવા રજુ થશો તો વધારે ફાયદો થશે. જો તમે તમારા પસંદગીના પુરુષને પહેલીવાર જ મળતા હો તો વધારે પડતો શારીરિક સ્પર્શ કરવાનું ટાળો કારણ કે એજ્યુકેટેડ હતા. વૈભવ એક કોર્પોરેટ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. કિંજલ પણ એક કંપનીમાં આસિસ્ટન્ટ એચઆર મેનેજર હતી. સ્થિતિ એવી હતી કે, વૈભવના લગ્ન થયા ત્યાં સુધી તેના ઘરની સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. તેમ છતાં તેઓ ટુબીએચકેના ફ્લેટમાં સારી રીતે રહેતા હતા. તેના પિતા નિવૃત્ત થયા હતા અને માતા હાઉસ વાઈફ હતી. તે પોસ્ટ ઓફિસમાં રોકાણના છૂટક કામ કરતી હતી જે પણ વૈભવની નોકરી બાદ બંધ કરી દીધા હતા. આ સ્થિતિમાં ઉછરેલો વૈભવ પૈસાની કિંમત જાણતો હતો. બીજી તરફ કિંજલ તેના ઘરમાં લાડકોડથી ઉછરેલી છોકરી હતી. તેણે ૧૦૦ની જરૂર હોય તો ૫૦૦ રૂપિયા વાપરેલા હતા. તેના કારણે તેનો હાથ છૂટો હતો. આ મુદ્દે ઘણી વખત વૈભવની મમ્મી અને કિંજલ વચ્ચે બોલાચાલી થતી હતી. વૈભવ સ્થિતિ સંભાળી લેતો હતો. 

તેમના ઘરમાં બીજી સમસ્યા એ હતી કે, કિંજલના માતા-પિતા દરરોજ કિંજલને ફોન કરતા અને ચંચુપાત કર્યા કરતા. કિંજલ સાત વાગ્યે ઓફિસથી આવે અને તરત જ તેની મમ્મીનો ફોન આવી જાય. તે ફોન ઉપર વાતો કરતી જાય અને જ્યાં ત્યાં રસોઈ બનાવી દે, ઘણી વખત ફોન લઈને બેડરૂમમાં જતી રહે અથવા તો નીચે જતી રહે અને કલાક સુધી આવે નહીં. તેના પગલે વૈભવની મમ્મી રસોઈ બનાવી દે. તેમને રસોઈ બનાવવાનો પણ વાંધો નહોતો. તેમને વાંધો હતો કે, કિંજલની મમ્મી દરરોજ ફોન કરે છે અને એક-એક કલાક સુધી તેમનો ફોન ચાલે છે. તેવી જ રીતે કિંજલના પિતા રાત્રે ૧૦.૩૦ વાગ્યે ફોન કરે. તેઓ પણ કલાકો સુધી વાતો કરે. તેમના પણ અઠવાડિયામાં ચાર-પાંચ વખત ફોન આવી જ જાય. શરૂઆતમાં વૈભવે તેનો વાંધો ન લીધો પણ ધીમે ધીમે આ મુદ્દે ચકમક ઝરવા લાગી. તેના કારણે બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. આખરે એક વર્ષના સંઘર્ષ બાદ બંને સહમતીથી છૂટા પડી ગયા. આ કેસમાં કારણ માત્ર એટલું જ હતું કે, કિંજલના માતા-પિતા સતત ફોન કરતા અને કિંજલનું બ્રેઈનવોશ કરતા હતા. કિંજલ ગાઈડેડ મિસાઈલની જેમ વૈભવ અને તેના પરિવાર ઉપર ત્રાટકતી હતી. 

આવા તો અનેક કિસ્સા આપણા સમાજમાં છે જેમાં માતા-પિતા પોતાના અતિશય લાગણીઓ અને હઠાગ્રહના કારણે પોતાની દીકરીઓનું લગ્ન જીવન સંકટમાં મુકી દે છે. દરરોજ ફોન કરવા, ફોન ઉપર સાસરિયા વિરુદ્ધ ઝેર ઓકવું, દીકરીને સ્વતંત્રતા માટે લડવા સજ્જ રહેવાના નામે સ્વચ્છંદી બનાવવી વગેરે કામગીરી કરવામાં આવતી હોય છે. આ સ્થિતિમાં તેનો પોતાનો પરિવાર ભોગ બનવાનો જ છે. આ દરમિયાન છોકરીઓ અને તેમના પરિવાર દ્વારા જે રીતે એલિમની માગવામાં આવે છે. અધધ પૈસા, સંપત્તિ અને વસ્તુઓની માગણી કરવામાં આવે છે તે આજના યુવાનોને સૌથી વધારે ખટકે છે. તેના પગલે ઘણા યુવાનોએ હવે લગ્ન જ નહીં કરવાનું નક્કી કરી લીધું છે. આવું કરનારા અને વિચારનારા યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  અહીંયા વાત એવી છે કે, મમ્મી ઘેલી જે છોકરીઓ છે તે કોઈપણ ભોગે પોતાના પિયરની જ વાતો માને છે, સ્વીકારે છે અને તેના પ્રમાણે જ વર્તન કરે છે. દરરોજ સવારે મમ્મી ફોન કરે, આદેશ આપે તે રીતે દીકરી પોતાના સાસરામાં વર્તે છે. પતિને દાબમાં રાખવાનો, સાસુની વાત સાંભળવાની નહીં, સસરાને અવગણવાના, દીયર-દેરાણી કે જેઠ-જેઠાણી હોય તો તેમની અવગણના કરવાની જેવી ઘણી બાબતો આમાં જોડાતી હોય છે. તે ઉપરાંત વાર-તહેવારે પોતાનું જ ધાર્યું કરાવવાનું તેવો હઠાગ્રહ પણ મમ્મીએ શીખવતી હોય છે. છોકરીએ તેવું જ અમલમાં પણ મુકતી હોય છે. આખો દિવસ ચાલતું આ મમ્મીપૂરાણ એ હદે ઝેર ફેલાવે છે કે, દીકરીને સમજાતું જ નથી કે તેના સંસારમાં હળાહળ ફેલાઈ ગયું છે. સમય જતાં તેનો સંસાર વેરવિખેર થઈ જાય છે. 

આપણા સમાજની જે બેવડી અને પાયા વગરની માનસિકતાઓ થઈ ગઈ છે તેનો પણ વાંક કાઢવો જોઈએ. હાલમાં આપણે જોઈએ છીએ કે નોકરી અને વ્યવસાયના કારણે ઘણા પરિવારો ન્યૂક્લિયર થઈ રહ્યા છે. છોકરાઓ પોતાના કેરિયર માટે બીજા શહેરોમાં કે બીજા દેશોમાં જઈને વસવા લાગ્યા છે. માતા-પિતા તેમની પાસે જાય ત્યારે પોતાના દીકરાને કામ કરતો જૂએ એટલે અકળાઈ જાય, તેને બૈરી ઘેલો કહી દે, બાયલો કહી દે. તેને કામ કરવાની ના પાડે, વહુને દબાવીને રાખવાની સલાહ આપે. આ મા-બાપ જ્યારે દીકરીના ઘરે જાય, ત્યાં જમાઈને કામ કરતા જૂએ, દીકરીને મદદ કરતા જૂએ ત્યારે એવા પોરશાય કે તેની કલ્પના પણ ન કરી શકાય. જમાઈ ઘરમાં દીકરીને મદદ કરે તો ચાલે પણ દીકરો પોતાની પત્નીને મદદ કરે તો બાયલો. જમાઈ દારૂડિયો હોય, જુગારી હોય, દીકરીને માર-પીટ કરતો હોય તો દીકરી માટે થઈને તેના પ્રેમ માટે થઈને માતા-પિતા બધું ચલાવી લે, જતું કરે, સહન કરે પણ દીકરા અને વહુની વાત આવે ત્યારે તેમની માનસીકતા બદલાઈ જાય. દીકરાના પ્રેમ માટે તેઓ વહુનું કશું જ જતું કરવા કે સહન કરવા તૈયાર હોતા નથી. આ માનસિકતાના પગલે પણ દીકરા અને દીકરીઓના સંસારમાં દાવાનળ ફાટતો હોય છે. તેમાં તેમનો સંસાર વેરવિખેર થઈ જાય છે. 

દીકરી કે દીકરા માટેની ગમે તેટલી લાગણી હોય પણ તેમને વૈચારિક રીતે સ્વતંત્ર થવા દેવા જોઈએ. પોતાના વ્યક્તિગત સંસાર માટે કઈ બાબત સારી, સાચી અને વાસ્તવિક છે તેનું તેમને ભાન હોવું જોઈએ. હાલમાં દીકરીઓની સંખ્યા વધી રહી છે અને દીકરીઓના માતા-પિતાની એક્સ્પેક્ટેશન પણ અસહ્ય વધી રહી છે. તેના કારણે તેઓ ઓવર પ્રોટેક્ટિવ થઈને પણ ઘણી વખત ખોટી સલાહ આપતા હોય છે. તેના કારણે પણ તેમની દીકરીનો સંસાર ખરાબ થઈ જતો હોય છે. આપણે એ બાબત સમજવી પડશે કે દીકરી કે દીકરાના લગ્ન કરાવ્યા બાદ આપણી જવાબદારી પૂરી થાય છે. તેઓ સુખેથી રહે, તેઓ આગળ વધે અને પરિવાર શાંતિથી જીવન પસાર કરે અને વિસ્તરે તે જોવાની જવાબદારી માતા-પિતાની હોય છે. માત્ર લાગણી અથવા તો રૂઢિગત વિચારોને પગલે દીકરા અથવા દીકરીને સતત ચડાવ્યા કરવા તે અયોગ્ય છે. તેનાથી તેમનું જ જીવન બરબાદ થવાનું છે અને માતા-પિતાને પોતાને જ વધારે દુ:ખ પહોંચશે. તેઓ શાંતિથી, પ્રેમથી, સમજદારી સાથે સહજીવન પસાર કરે તે જોવાની અને સમજાવવાની જવાબદારી દરેક માતા-પિતાની છે. 

- અદિતી