''સારું''નરસું - કાર્ય ઉપરથી નહિં પણ તેના આશય થી નક્કી થાય છે

- ચાંડાલે વધારે માંસ આપવા વિવેક કર્યો ત્યારે ઋષિએ જણાવ્યું કે ''ભાઈ, માંસ ખાવું તે પાપ છે.'' ''તો પછી આપે હમણાં થોડું માંસ ખાધું ત્યારે પાપ થયું નહોતું.''
- ''જો ભાઈ, ઘણા દિવસથી મને ખાવાનું મળ્યું નથી, તેથી એવી સ્થિતિ આવી ગઈ હતી કે જો મને કશો ખોરાક ન મળે તો શરીરને ટકાવવું મુશ્કેલ બની ગયું હતું.''
સારા ખરાબનો માપદંડ આપણે આપણાં દેશ કાળ, સમાજ જરૂરિયાતો તે સર્વ કાંઈ સમજીને ઘડયો છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં હિંસાને અધર્મ મનાયો છે. હિંસા ખરાબ ગણાય છે પાપ મનાય છે.
પણ સત્યને તથા શરીરના રક્ષણ માટે હિંસા થઈ જાય તો તે પાપ ગણવું કે નહીં ?? આ એક મોટો પ્રશ્ન છે. ભારતીય દંડ સંહિતામાં 'સ્વરક્ષણ' માટે થયેલી હિંસાને પાપ કે ગુનામાં ગણાવેલ નથી. અસત્ય સામે સત્યની લડાઈ, અધર્મ સાથે ધર્મની લડાઈ તથા શરીર રક્ષણ માટે પશુની હત્યા જરૂરી બને ત્યારે તેને પાપ ગણ્યું નથી.
ભગવાન બુદ્ધની ભિક્ષા : ભિક્ષા લેતી વખતે પણ યજમાન જે ભિક્ષા આપે તે ગ્રહણ કરવી જોઈએ. તે આધારે ભગવાન બુદ્ધે છેલ્લી ભિક્ષા ચુંદ લુહારને ત્યાં લીધી હતી. તેમાં ડુક્કરનો શેરવો હતો અને તે ખાધા પછી તેને બુદ્ધ પચાવી ન શક્યા. અને તેનાથી મૃત્યુ નજીક આવેલું જાણી, તેમણે ભિખ્ખુઓને કહેલું કે આજે મારો મહોત્સવ છે, તેના વિષયમાં હું જાણતો નથી એવી એક મૃત્યુની અનુભૂતિમાંથી આ શરીર અને પ્રાણ જાગ્રત અવસ્થામાં જ પસાર થશે અને મારા મૃત્યુ માટે જુઓ ચુંદ લુહારને દોષ આપશો નહિં લોકોને કહેજો કે તે ચુદ ભાગ્યશાળી છે કે તેણે તથાગતે તેની છેલ્લી ભિક્ષા આપી ને મેં તે ભિક્ષા ગ્રહણ કરી હતી. આમ આમ જે ધર્મથી હિંસાને પાપ ગણવામાં આવે છે તેના આધારે આ થયેલી ભિક્ષા બુદ્ધ એ ગ્રહણ કરી હતી.
મહાવીર : ભગવાન મહાવીરે પણ પોતાના શરીરનાં દોષ નિવારણ માટે કબુતરનાં લોહીનો ઔષધ તરીકે ઉપયોગ થવા દીધો હતો. એટલે કે જે વસ્તુ ખરાબ ગણવામાં આવી તેને કોઈ સમયે સારી ગણવામાં પણ આવી છે.
ભગવાન શ્રી કૃષ્ણ : મહાભારતનો યુદ્ધમાં માથે ઉભીને કેટલાય કૌરવોનો સંહાર કર્યો જે હિંસક હતું પણ સત્યને અને મૂળધર્મને બચાવવા તે જરૂરી હતું જેનાથી સત્ય અને ધર્મ બંને બચી શક્યા હતા. મૂળ સત્યને તેણે બચાવ્યું હતું.
ઉપનિષદ : ઉપનિષદમાં એક કથા છે કે એક ઋષિએ શરીર પડી જાય એવી દશા થઈ ત્યારે શરીરને ટકાવવા ગૌમાંસ ગ્રહણ કરવામાં દોષ નહોતો જોયો, અને જ્યારે ચાંડાલે વધારે માંસ આપવા વિવેક કર્યો ત્યારે ઋષિએ જણાવ્યું હતું કે ''ભાઈ, માંસ ખાવું તે પાપ છે.''
''તો પછી આપે હમણાં થોડું માંસ ખાધું ત્યારે પાપ થયું નહોતું.'' જો ભાઈ, ''ઘણા દિવસથી મને ખાવાનું મળ્યું નથી, તેથી એવી સ્થિતિ આવી ગઈ હતી કે જો મને કશો ખોરાક ન મળે તો શરીરને ટકાવવું મુશ્કેલ બની ગયું હતું. શરીર ખલુ ધર્મ સાધનમ્ એટલે શરીર ટકાવવા માટે અભક્ષ્ય ભોજન લીધું, પણ થોડા ભોજન પછી હવે લાગે છે કે, શરીર હવે ટકી શકશે એ સમજ્યા પછી જો હું માંસ ગ્રહણ કરૃં તો તે પાપ જ ગણાય.
એકવાર તેઓ એક પછી પહોળી નદીમાં નાવડીમાં બેસી પાર જવા માટે બેઠા. બોટ ચાલવા લાગી તે દરમિયાન હઝરત મુસાએ છાનામાના તે બોટમાં એક કાણું પાડી દીધું તેનો શિષ્ય તો હેરાન થઈ ગયા કે આ હઝરત ખિઝર તો કેવા છે ? જેને કશા ભાડા વિના નાવિકે બેસાડયા તેને ભાડું દેવાને બદલે ઉલટું આ ગુરૂ તો તેની નાવ ડુબાડી રહ્યા છે. તે તો ડુબશે પણ મને પણ ડુબાડશે.
તે એકદમ તેના કાનમાં તેને આવા ખરાબ કામ માટે ધમકાવવા લાગ્યા કે હઝરત ખિઝરે તેને તેની શરત યાદ કરાવીને કહ્યું કે તને ખબર છે કે શું સારૃં છે અને શું ખરાબ છે ? એ જો ખબર હોય તો મારી પાસે શીખવા આવવાની જરૂર નથી. તારામાં એટલી પણ ધીરજ નથી કે આ કાર્ય ના પરિણામને સમજ્યા વિના તું ધમકાવવા લાગ્યો. જા ચાલ્યો જા.
શિષ્યએ કહ્યું 'મારી ભૂલ થઈ, મને માફ કરો' હવે હું તમને ટોકીશ નહિં તેની નમ્રતા જોઈ હઝરત ખિઝરે સાથે આવવાની સંમતિ આપી.
તેઓ આગળ જતા એક શહેરમાં આવ્યા જ્યાં તેમનો ખૂબ સત્કાર થયો. રાજા સાથે પરિચય થયો. રાજાએ તેમને શિકારનું નિમંત્રણ આપ્યું, રાજાએ પ્રેમથી પોતાના પુત્રને હઝરત ખિઝરની આગળ બેસાડયા. શિકારમાં રાજાથી આગળ અને અલગ પડી જતાં હઝરત ખિઝરે હઝરતમુસા પયગંબરને કે જલ્દી બીજી તરફ તે ઘોર જંગલમાં મારી પાછળ પાછળ રાજાથી છૂટો પડી આવી લાગજે. હઝરત મુસા પયગંબરે તેની પાછળ ઘોડો દોડાવી મુક્યો હઝરત ખિઝરે તે બાળક રાજકુમારનો હાથ મરડી નાંખ્યો. અને તેને જંગલમાં વચ્ચે છોડી દીધો અને ઘોડો દોડાવતા દોડાવતા તે એ જંગલની બહાર નીકળી ગયો.ળ
ત્યારે શિષ્યએ ફરી કહ્યું કે 'જેણે પ્રેમ આદર અને સેવા આપી તે રાજાના પુત્રનો તમે હાથ એવો ખરાબ કરી નાખ્યો કે તે કદી સાજો નહિં થાય. નીચમાં નીચ માણસથી પણ ખરાબ હરકત તમે કરી નાખી અને ઉલટો મને તે ગુન્હાનો ભાગીદાર બનાવ્યો છે, તમે તે કેવા છો ?
ત્યારે હઝરત ખિઝરે તેને યાદ અપાવીને કહ્યું કે, ''જો મેં તમને વચન ન આપ્યું હોત તો આવા હીન-પાપી ખરાબ કાર્ય માટે હું તમને સજા કરાવત પણ છેલ્લીવાર મને માફ કરો. હું આનું કારણ શીખવા માંગું છું મને આ બધું શા માટે કરો છો ? તે સમજાવો કે સારાને બદલો ખરાબથી શા માટે કરો છો.
પરિણામ : ત્યારે પયંગબરે તેને કહ્યું મેં બોટમાં કાણું પાડી બોટ નકામી કરી દીધી કારણ કે ત્યાંની બધી સારી બોટ-નાવ વેઠમાં ઉપાડી જઈ ત્યાંનો જુલ્મીરાજા પડોશના યુદ્ધમાં તેને ખોઈ દેવાનો છે એટલે તે રાજા તે બધી સારી નાવ લઈ ગયો, ત્યારે પેલી કાણાવાળી નાવ સમારીને તે નાવિક હવે એક માત્ર હોઈ સારી રોજી પામીશ.
અને પેલો રાજાનો પુત્ર હવે રાજા થવાના ગુણવાળો નાનો પુત્ર રાજા થઈ પ્રજાની સેવા કરશે અને મોટો પુત્ર જે અપંગ થઈ ગયો તે રાજા બની શકશે નહિ કારણ કે તેનામાં રાજા થવાના ગુણો જ હતા નહિં.
મેં તેઓનું કામ સારૃં કરીને સહેલું કરી આપ્યું છે. શું સારૃં ? કે શું ખરાબ ? એ આપણે ક્યાં જાણીએ છીએ ? સારું-નરસું કાર્ય ઉપરથી નહિં પણ તેના આશયથી નક્કી થાય છે હવે હે શિષ્ય ! તું શાંતિથી આ વિચાર જે અને કદીક સત્-અસત્ નો વિવેક શીખજે.
આ વાત મધ્યકાળથી ક્રિશ્ચિયનો કહે છે - ગેસ્ટો-રોમાનો રમ-પારનેલનનાં તપસ્વીની આ વાત છે ઘણા કહે છે કે પોપ તેને સ્પેનીશ કથા કહે છે :
આમ સારું-નરસું કાર્ય ઉપરથી નહિં પણ તેના હેતુ ઉપરથી પરિણામ ઉપરથી નક્કી કરવું જોઈએ. તેનો મૂળ હેતુ સમજવો જોઈએ.
દુનિયા કી નિગાહો મેં
ભલા ક્યા હૈ, બુરા ક્યા ?
એ બોજ અગર દિલસે
ઉતર જાય તો અચ્છા.
દરેક કાર્યનો હેતુ શુભ હોય - લાભદાયી હોય તો ખરાબ કરેલું કાર્ય પણ શુભ લાભદાયી બને છે. એટલે જીવનમાં સારા હેતુઓને પકડી જીવન જીવવું જોઈએ તો આપણા માટે હિતકારી છે.









