Magazines

સોનેરી સુવાક્યો .

By GS TEAM
10 Jun 20262 mins read
સોનેરી સુવાક્યો                                           .

- ધર્મ જ્યાં સુધી જીવનમય ન બને ત્યાં સુધી જીવન ધર્મમય બની શકતું નથી.

- બેધ્યાન રહેવાતું હોય તો તેનું પણ ધ્યાન રાખો.

- મોત કદી પણ લાંચ સ્વીકારતું નથી.

- ઇશ્વરની નજીક જો રહેવું હોય તો માણસની નજીક રહેતાં શીખી જાવ.

- સમગ્ર જીવન હો સરસ, પ્રત્યેક દિવસ હો નવું વરસ.

- જો તમે બધું જ બનવા માગશો તો પછી કશું જ નહિ બની શકો.

- સ્વભાવ જ્યારે સ્થિર ના હોય ત્યારે જ અભાવનું સર્જન થાય છે.

- ધ્યાન એટલે એકલા રહેવાનો આનંદ અને પ્રેમ એટલે બેકલા રહેવાનો આનંદ.

- જીવતાં કદી મા-બાપને એકાદ કોલ્ડ્રિંક્સ ન પીવડાવ્યું હોય તો મૃત્યુ પછી ગંગાજળ શું કામનું ?

- જે કોઈની ચિંતા કરતો નથી તેની ચિંતા પણ પછી કોઈ જ કરતું નથી.

- પુસ્તકાલય અને દેવાલય વચ્ચે માત્ર એક સ્થળનો જ તફાવત છે.

- જે વસ્તુ માટે તમને ખુદ લાયક નથી તેની માગણી પ્રભુ પાસે કરતા નહિ.

- કોઈ પણ વસ્તુનો સુંદરમાં સુંદર ઉપયોગ કરવો તેનું નામ ચારિત્ર્ય

- જે જડ છે તે પલળે છે અને જે જીવંત છે તે ભીંજાય છે.

- એક ક્ષણનું  મહત્વ કેટલું છે એટલું સમજતાં વર્ષો વીતી જાય છે.

- મારામાં આવડત નથી એ મને સમજાયું ત્યારે મારી આવડતની શરૂઆત થઈ.

- સગુણ ભક્તિ એ પ્રેમ છે તો નિર્ગુણ ભક્તિ એ જ્ઞાાન છે.

- માણસ સાધનના અભાવે નહિ પણ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે.

- વૃદ્ધાવસ્થામાં જુવાન થજો પણ જુવાનીમાં વૃદ્ધ ના થઈ જતા.